________________
૨૩૦
ગુજરાતની ગરબી એ ઊર્મિકાવ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
ગરબીમાં એક જ વિચાર કે ઊર્મિનું નિરુપણ થવું જોઈએ. ગરબીમાં દીર્ઘ વર્ણનને સ્થાન નથી. ગરબીની રચના સમૂહનૃત્યને અનુરૂપ તાલબદ્ધ અને સૂચના સમન્વયવાળી હોવી જોઈએ. ગરબીનું ધ્રુવપદ આકર્ષક અને મધુર-કર્ણપ્રિય હોવું જોઈએ. તેમાં હૃદયના ઊંડાણમાંથી ભાવસભર અભિવ્યક્તિ મહત્વની છે.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ગરબીના ઉદ્ભવ વિશે ક.મા. મુનશી જણાવે છે કે કવિ ભાલણનાં કેટલાંક પદો ગરબી સ્વરૂપમાં છે ત્યારપછી પ્રીતમ રણછોડ, રાજે, નિષ્કુળાનંદ બ્રહ્માનંદ, પ્રેમાનંદની કૃતિઓમાં ગરબી જોવા મળે છે. નરસિંહરાવ દીવેટિયા કવિ દાયારામને ગરબીના પિતા ગણાવે છે. દયારામની ગરબીઓ વિશેષ લોકપ્રિય છે. વિશ્વમાં ગુજરાતના રાસ-ગરબા અને ગરબીઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. ગરબી ભક્તિ પ્રધાન રચના છે વિશેષતઃ કૃષ્ણ ભક્તિના સંદર્ભમાં તેનો વિકાસ થયો છે.
મધ્યકાલીન ગુજરાતી (પા. ૩૮)
સાહિત્યનો ઇતિહાસ ગુજ. સાહિત્ય સ્વરૂપો પા. ૨૨
જૈન સાહિત્યમાં ગરબા-ગરબીનું પ્રમાણ થોડું છે. ગહુંલી સંગ્રહની કેટલીક ઉપલબ્ધ કૃતિઓમાં ગરબા અને ગરબીની કૃતિઓ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મહોત્સવ પાઠશાળા જિનમંદિરનાં દર્શન અને જૈનચારને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ પ્રાપ્ત થઈ છે અત્રે દૃષ્ટાંતરૂપે ગરબા-ગરબીની રચનાઓ પ્રગટ કરવામાં આવી છે. આ વિશે સંશોધન કરવાથી વધુ કૃતિઓ મળે તેમ છે. ગરબો ગુજરાતનું વિશ્વ વ્યાપી ગૌરવપ્રદ નજરાણું છે ગરબીએ ભક્તિ પ્રધાન રચના તરીકે ભક્તજનોના હૃદયમાં સ્થાન ધરાવે છે જૈન સાહિત્યમાં પણ ગરબા-ગરબીની સમૃદ્ધિ ખાણના હીરા સમાન છે તેને પ્રગટ કરવાની જરૂર છે.
ગરબો
Jain Education International
રાંદેર નગરે મેળાવડો આ ભલો રે લોલ, શુભ જૈનનો ઉદ્ધાર છે એ ખરો રે લોલ. (૧)
એની પ્રીતિને અંતરમાં ધારજો રે લોલ, શુદ્ધ ભાવેથી સુમતિને ભાળજો રે લોલ. (૨)
રાણા સજ્જન મનમાં ભાવિયાંરે લોલ, લ્હાવો લેવા મેળાવ ડે આવિયારે લોલ. (૩)
રૂડા શેઠીઆઓ શાન દાન આપતાં રે લોલ, પુન્ય પોથી બાંધીને સુગતિ જતા રે લોલ. (૪)
ધન્ય ધન્ય તે રાંદેર શહેરને રે લોલ,
થયો સંપને આનંદ
લહેરને રે લોલ. (૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org