________________
૨૦૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ચૈત્ય એટલે જિનેશ્વર ભગવાનની પ્રતિમા. આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તેવું સ્થળ જિનમંદિર–દહેરાસર છે. શ્રી જિનેશ્વરનાં પાંચ ચૈત્યની માહિતી નીચે પ્રમાણે છે : (૧) ભક્તિચૈત્ય
(૪) અનિશ્રાકૃતત્ય (૨) મંગલચૈત્ય
(૫) શાશ્વતચૈત્ય (૩) નિશ્રાકૃતચૈત્ય
ગૃહસ્થ પોતાના ઘરમાં શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ રાખીને ત્રિકાલ પૂજા કરે તે ભક્તિ ચૈત્ય કહેવાય છે. આવી પ્રતિમા ધાતુની અષ્ટપ્રાતિહાર્ય સહિતની હોય છે. ઘરના દ્વાર કે મકાનની ટોચના મહત્વના સ્થાન પર જિન પ્રતિમા લાકડાના કોતરકામવાળી મૂકવામાં આવે છે તે મંગલચૈત્ય છે. તપગચ્છ, ખરતરગચ્છ કે અંચલગચ્છ સંબંધી ચૈત્ય નિર્માણ થયું હોય તે નિશ્રાચૈત્ય કહેવાય છે. આ ચૈત્યમાં જે તે ગચ્છના આચાર્યની નિશ્રામાં પ્રતિષ્ઠા અને અન્ય વિધિ વિધાન કરવામાં આવે છે.
અનિશ્રાકૃતચૈત્ય સર્વગચ્છના આચાર્યોનો અધિકાર રહેલો હોય શાશ્વત-ચૈત્ય એટલે સિદ્ધચૈત્ય-સિદ્ધાયતન. આ ચૈત્યમાં શાશ્વત પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી હોય છે. ચૈત્યના અન્ય પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) નિત્યચૈત્ય–દેવલોકમાં રહેલાં ચૈત્ય (૨) દ્વિવધચૈત્ય-નિશ્રાકૃતિ ચૈત્ય અને અનિશ્રાકૃત ચૈત્ય (૩) ભક્તિકૃત ચૈત્ય–ગૃહદ્વારના મધ્ય ભાગમાં ઉપાસના કરવા માટે નિર્માણ કરેલું ચૈત્ય
(૪) મંગલકૃત ચૈત્ય-મકાનના અગ્ર ભાગ પર મંગલ માટે કોતરાવેલું લાકડાનું જિનબિંબ
(૫) સાધર્મિકચૈત્ય–જિન મંદિરમાં માતા, પિતા, પુત્ર કે અન્ય કોઈ સ્વજનના શ્રેયાર્થ જિનબિંબની પ્રતિષ્ઠાથી સ્થાપના કરવામાં આવે ત્યારે સાધર્મિકચૈત્ય કહેવાય છે.” ૨૫
ચૈત્યવંદનનું બીજું નામ દેવવંદન છે. ચૈત્યવંદન ત્રણ પ્રકારે કરાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, જઘન્યમાં એક, મધ્યમમાં બે અને ઉત્કૃષ્ટમાં પાંચ નમુસ્કુર્ણ આવે છે. જઘન્યમાં એક થોય, મધ્યમમાં ચાર થાય અને ઉત્કૃષ્ટમાં આઠ થાયથી વંદન કરવામાં આવે છે. ચૈત્યવંદનમાં નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવજિનને વંદન કરવામાં આવે છે.” ૨૬
- ચૈત્યવંદનમાં તીર્થકરો ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળમાં તીર્થંકર પદ પ્રાપ્તિ કરનારને પણ સ્થાન આપવામાં આવે છે. તદુપરાંત નવપદ, વિવિધ જૈન તીર્થભૂમિઓ, પર્વના તહેવારના દિવસો, બીજ, પાંચમ, આઠમ, પર્યુષણ, દિવાળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી જેવા વિષયો પર ચૈત્યવંદનની રચના થયેલી છે. તીર્થમાં જે ભગવાનની પ્રતિમા મુખ્ય હોય તે વિશેષનાં ચૈત્યવંદન રચાયાં છે. જેમાં પ્રભુનાં ગુણગાન, મહિમા ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org