________________
૨૦૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમાન તેજસ્વી છે. તેઓ દેવગતિમાંથી આ મનુષ્ય ગતિમાં જન્મ લઈને આવ્યા છે. તેમણે આઠ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરી અંતે અનંત શાશ્વત સુખ સમૃદ્ધિને પામ્યા. આ ગાથા નેમનાથના જીવનનો ટૂંકો પરિચય કરાવે છે.
ઇમ વીસ ચા૨ જિન જનમીયા, દિકુમરીએ હુલરાવીઆ,
મીલી મીલી ઇન્દ્રાણીએ ગાઈઆ, ધન ધન માતા જેને જાઇઆ.' ॥૨॥
બીજી ગાથામાં સ્તુતિના નિયમ પ્રમાણે ૨૪ ભગવાનનો સંદર્ભ ‘ઇમ વીસ ચાર જનમીયા' એ પંક્તિ પરથી પ્રાપ્ત થાય છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે પ૬ દિકુમારિકાઓ જન્મોત્સવમાં ઉપસ્થિત રહીને પ્રભુને હુલરાવે છે અને મધુર કંઠે ગીતો ગાય છે. તીર્થંકર ભગવાનનો જન્મ આપનાર માતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજી ગાથા એ નિયમાનુસાર રચાયેલી છે.
નેમિ જિનવર દિયે દેશના, ભવિ પંચમી કરો આરાધના,
પંચ પોથી ઠવણી વીટાંગણા, દાબડી જયમાળા થાપના.' ||ગા
ત્રીજી ગાથામાં ‘દેશના' દ્વારા ભગવાનની વાણી એટલે શ્રુતજ્ઞાનનો સંદર્ભ દર્શાવ્યો છે. પંચમીને દિવસે જ્ઞાનની આરાધના કરવાની ઉપદેશાત્મક વિગત પણ પ્રગટ થયેલી છે. જ્ઞાનના સાધનો જેવા કે પોથી, ઠવણી, વીંટણાં (પુસ્તકને સુરક્ષિત રાખવા માટેનો સફેદ કાપડનો ટુકડો) સ્થાપના વગેરેથી જ્ઞાનનું અને જ્ઞાન આપનારા ગુરુનું બહુમાન કરવું જોઈએ.
‘જિન ઉત્તમ પદ પદ્મને પણમે, કરે સેવા તસ દુઃખ હરે ખિણમે, ગોમેઘ જશને અંબા દેવી, વિઘ્ન હરે નિત સમટેવી.' II૪I
આ ચોથી ગાથામાં ગોમેધ યક્ષ અને અંબાદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. પ્રથમ પંક્તિમાં ‘પદ્મ’ શબ્દ દ્વારા સ્તુતિના રચયિતા પદ્મવિજયજીનો ઉલ્લેખ થયેલો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરામાં રાસ, આખ્યાન અને પદ સ્વરૂપની રચનાઓની અંતે કવિના નામનો ઉલ્લેખ થયેલો હોય છે તેનું અનુસરણ સ્તુતિ કાવ્ય પ્રકારમાં થયેલું છે.
૨૪ ભગવાન ઉપરાંત બીજ, પાંચ, આઠમ, અગિયાર, પૂનમ જેવી તિથિઓ, નવપદ, પર્યુષણ, દિવાળી જેવાં પર્વો, શત્રુંજય, સમેતશિખર, અષ્ટાપદ, ગિરનાર જેવાં તીર્થોને તથા રોહિણી, વીશ સ્થાનક, વર્ધમાન તપને પણ વિષય બનાવીને સ્તુતિઓની રચના થયેલી છે. સ્તુતિમાં ઉપાસનાથી વિધિ અને તેના ફળનો નિર્દેશ કરવામાં આવે છે.
સ્તુતિ મુખ્યત્વે બે પ્રકારની છે.
પ્રભુ સન્મુખ ઊભા રહીને દર્શન કરતી વખતે એમનાં ગુણગાન ગાવાની સ્તુતિ. આ પ્રકારની સ્તુતિ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. તદુપરાંત અન્ય સ્તોત્ર કે રચનાની ગાથાઓ પણ સ્તુતિ તરીકે બોલવાની પદ્ધતિ પ્રચલિત બની છે. બીજો પ્રકાર એક અથવા ચાર થોયની સ્તુતિ આવશ્યક ક્રિયામાં ઉપયોગમાં લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org