________________
૨૦૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વીર: સર્વ સુરા સુરેન્દ્ર માહિતો, વીર બુધાઃ સંશ્રિતા વીરેણાભિહતઃ સ્વ કર્મનિચયો, વીરાય નિત્ય નમઃ વીરા તીર્થમિદે પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી ધૃતિ કીર્તિ કાન્તિ નિચયઃ શ્રી વીર ભદ્ર દિશા /રા” ૩૮
રેખાંકિત શબ્દો અનુક્રમે વિભક્તિ પ્રયોગનું સૂચન કરે છે. આ શ્લોકમાં ભગવાન મહાવીરના ગુણગાન ગાવામાં આવ્યા છે. આ સ્તોત્રના ૩૩ શ્લોકો છે તેમાં ૨૮ શ્લોકો અનુષ્ટ્ર, છંદમાં, ૩ શ્લોકો શાર્દૂલવિકીડિત, ૧ શ્લોક આર્યગીતિ અને એક શ્લોક માલિની છંદમાં છે આ રચનાનું છંદ વૈવિધ્યપૂર્ણ નોંધપાત્ર છે.
આ સ્તોત્રનું મૂળ નામ “ચતુર્વિશતિ જિન નમસ્કાર છે. પણ તેના પ્રથમ શબ્દ પરથી સકલાત્ ચૈત્યવંદન નામ પ્રચલિત છે. જૈન ધર્મનાં સૂત્રો પ્રાયઃ પ્રથમ શબ્દથી ઓળખાય છે. દા.ત. નમુસ્કુર્ણ, કરેમિભંતે, સંસારાદાવા, જયવીયરાય, સાત લાખ વગેરે. ચૈત્યવંદનના ભેદ : જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાષામાં કહેલું છે કે,
नमुक्कारेण जहन्ना, चिइ वंदण मइझदंड थुइजुअला ।
पणदंड थूइ चउक्ग, थथप्पणिहाणेहि उक्कोसा ॥१॥ બે હાથ જોડી નો વિUTTU એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે, અથવા નો અરિહંતાપ એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક સ્તવન વગેરે કહવાથી જાતિના દેખાડવાથી ઘણા પ્રકારે પણ થાય, અથવા પ્રણિપાત એવું નામ નમુથુ નું હોવાથી એકવાર નમુથુ જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે.
મધ્યમ ચૈત્યવંદન તે પ્રથમથી અરિહંત રેલાઈ થી માંડી કાઉસ્સગ્ન કરી એક થઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થઈ છેલ્લી કહેવી તે જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે.
પાંચદંડક તે, ૧ શક્રસ્તવ (નમુત્યુસં), ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઇયાણ), નામસ્તવ (લોગસ્સ), ૪ શ્રુતસ્તવ (પુખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધા), એ પાંચ દંડક જેમાં આવે એવું જયવીયરાય સહિત જે પ્રણિધાન સિદ્ધાંતોમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવે કરી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે, અને બે ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચૈત્યવંદના કહેવાય, તેમજ ચાર વાર કે પાંચ વાર શસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org