________________
પ્રકરણ-૩
૧૯૫
છે.”
આ રીતે દેવવંદનમાં ચાર થોયનો ઉપયોગ થાય છે. પૌષધના દેવવંદનમાં અન્ય તપની વિધિના દેવવંદનમાં બે થાય જોડાથી દેવવંદન કરાય છે. આ વિગતોને આધારે વીરવિજયજી કૃત દેવવંદનની સમીક્ષા કરવામાં આવી છે. દેવવંદનની સમીક્ષા :
ચૈત્યવંદનનો એક પ્રકાર દેવવંદન છે. ચૈત્યવંદન એ આવશ્યક ક્રિયામાં સ્થાન ધરાવે છે. તેવી રીતે દેવવંદન પણ પૌષધ અને અન્ય વિશેષ પ્રકારના તહેવારોમાં દેવવંદનની ક્રિયાવિધિનું સ્થાન છે. સામાન્ય દિવસો કરતાં પર્વોનું મહત્ત્વ વિશેષ હોય છે. પર્વની ઉજવણી પાસ ખાસ પ્રકારના શાસ્ત્રોક્ત આચાર પ્રમાણે પરંપરાગત રીતે થાય છે. જૈન ધર્મમાં દેવવંદન મહત્ત્વનું છે. ચોમાસી પર્વ શાશ્વતી ઓળી, પર્વાધિરાજ પર્યુષણ, દિવાળી, જ્ઞાનપંચમી, ચૈત્રીપૂનમ, ગણધર, મૌન એકાદશી વગેરેમાં દેવવંદનની ક્રિયા થાય છે. તદુપરાંત સર્વ સામાન્ય રીતે પૌષધવ્રતની આરાધનામાં ત્રિકાલ દેવવંદન કરવામાં આવે છે. પૌષધમાં દેવવંદનની ક્રિયા અને અન્ય દેવવંદન કરતાં સંક્ષિપ્ત છે એટલે લઘુદેવવંદન એવું નામ આપી શકાય તેમ છે. જ્યારે અન્ય પર્વોના દેવવંદનમાં ૨૪ તીર્થકરોની વિશેષ રીતે સ્તુતિ ભક્તિ કરવામાં આવે છે.
દેવવંદનમાં ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન એમ ત્રણ સ્વરૂપની કાવ્યરચનાઓનો સમાવેશ થયેલો હોય છે. ચૈત્યવંદનમાં ભગવાનનાં માતાપિતાનું નામ, લાંછન, જન્મસ્થળ, શરીરનું પ્રમાણ, પ્રભુજીનું આયુષ્ય એમ સાત વિગતોનો નિર્દેશ કરવામાં આવે છે. કાવ્ય અંતે રચયિતા કવિ મુનિનું નામ કે કોઈ કોઈવાર પોતાના નામની સાથે ગુરુના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. જૈન સાહિત્યમાં રચાયેલાં ચૈત્યવંદનની સંખ્યા વિપુલ છે પણ એક વાત ચોક્કસ છે કે દરેક ચૈત્યવંદનમાં ઓછામાં ઓછી ત્રણ ગાથા હોય છે. ગાથા એ પ્રાકૃત ભાષાનો દે છે. આ શબ્દનો ચાર પંક્તિની કાવ્યની કડી માટે પણ પર્યાયરૂપે પ્રયોગ થાય છે.
સ્તુતિ પ્રભુના ગુણોનો મહિમા પ્રગટ કરતો લઘુ કાવ્ય પ્રકાર છે. સામાન્ય રીતે સ્તુતિમાં ચાર ગાથા હોય છે, પણ દેવવંદનમાં એક સ્તુતિનો પ્રયોગ થયેલો છે. ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એમ પાંચ ભગવાનની સ્તુતિ ચાર ગાથામાં રચાયેલી છે. જ્યારે બાકીના ભગવાનની એક ગાથામાં છે. વીરવિજયજી ઉપરાંત અન્ય મુનિ કવિઓએ આજ પ્રણાલિકા અનુસાર સ્તુતિની રચના કરી છે.
અંતમાં ૨૪ તીર્થકરો ઉપરાંત શાશ્વતા અશાશ્વતા તીર્થકરોની સ્તુતિ ચાર થયમાં ક્રમિક રીતે સ્થાન ધરાવે છે.
સ્તવનમાં વિશેષરૂપે પ્રભુનાં ગુણગાન, મહિમા અને પ્રભાવ પ્રગટ થયેલો હોય છે. મુખ્ય પાંચ ભગવાન ઉપરાંત શાશ્વતા-અશાશ્વતા તીર્થકરોના સ્તવનની સાથે પાંચ મહાતીર્થના સ્તવનની રચના થયેલી છે. તીર્થાધિરાજ શત્રુંજય, ગિરનાર, અર્બુદગિરિ, અષ્ટાપદગિરિ અને સમેતશિખર આ પાંચ તીર્થ અત્યંત પ્રભાવશાળી ગણાય છે અને તેનો મહિમા સ્તવનમાં પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org