________________
૧૯૩
પ્રકરણ-૩
(પૂજા-સ્તવનાદિ સંગ્રહ)
વીસમી સદીમાં કવિ સુમતિ મંડનની પૂજાઓ વિષય વૈવિધ્યની સાથે જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય સાથે તેવી છે. આ કવિ ખરતરગચ્છના મુનિ ધર્મ વિશાલના શિષ્ય હતા.
સિદ્ધાચલ પૂજા, અષ્ટ પ્રવચનમાતાપૂજા, આબુપૂજા, સહસ્ત્રકૂટપૂજા, પંચપરમેષ્ઠિપૂજા, ૧૧ ગણધરપૂજા જંબૂદ્વીપપૂજા, ગિરનારપૂજા, ગૌતમગણધરપૂજા, પૂજા સાહિત્યમાં કવિ પંડિત વીરવિજયજી પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. એમની શ્રતોપાસનાના પ્રતીક સમાન પૂજા સાહિત્ય કવિની અનન્ય સિદ્ધિનું પ્રમાણ છે. ધાર્મિક મહોત્સવો અને અન્ય પ્રસંગોએ વીરવિજયજીની એકાદ પૂજા તો અવશ્ય હોય છે જ. કવિ શબ્દ કલાના શિલ્પી હતા. અલંકાર, છંદ-દેશી અને ગીત સભર પૂજાઓ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરીને ભક્તિમાં તલ્લીનતા સાધવા માટે નિમિત્તરૂપ બને છે. આજે પણ પૂજાના નામની સાથે વીરવિજયજીનું દેશ-પરદેશમાં અહોભાવપૂર્વક પુણ્ય સ્મરણ થાય છે પૂ.શ્રીની નવ્વાણું પ્રકારી પૂજા, બારવ્રતની પૂજા, કર્મવાદને આધારે રચાયેલી ચોસઠ પ્રકારી પૂજા, પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા અને ૪૫ આગમની પૂજાઓ વિશેષ લોકપ્રિય છે. અર્વાચીન જૈન સાહિત્ય બહુમુખી પ્રતિભાશાળી યોગનિષ્ઠ આચાર્ય એ કવિ બુદ્ધિસાગરસૂરિની સાહિત્ય સૃષ્ટિમાં વિવિધતા જોવા મળે છે. પૂ.શ્રીએ પૂજા સાહિત્યના વિકાસમાં નવા વિષયોને સ્થાન આપીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમની વાસ્તુક પૂજા વિશેષ પ્રચલિત છે.
એમની પૂજાઓમાં મંગળપૂજા, સ્નાત્રપૂજા, શ્રાવક દ્વાદશત્રુતપૂજા, બારભાવનાની પૂજા, પંચજ્ઞાનપૂજા, અષ્ટાદશ પાપસ્થાનક નિવારણ પૂજા, નવપદપૂજા, પંચાચારપૂજા, વિંશતિસ્થાનક લઘુપદપૂજા, દશવિધ યતિધર્મપૂજા, અષ્ટકર્મ સૂદનાર્થ અષ્ટપ્રકારી પૂજા, પ્રભુ મહાવીર તીર્થકર દેવની અષ્ટપ્રકારી પૂજા, શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા.
એમની પૂજાના વિષયો ઉપરથી પૂ. શ્રીની સંયમ જીવન પ્રત્યેની ઉચ્ચતમ ભાવના પાપસ્થાનકથી બચવા તેમજ નિવારણ કરવાની ભાવના અને પ્રભુ ભક્તિનો વાસ્તવિક પરિચય
મળે છે.
ભાવપૂજા : જિનેશ્વર ભગવાનની સ્તુતિ ચૈત્યવંદન નમુત્થણે સ્તવન દ્વારા ગુણગાણ ગાવાની ભક્તિમાર્ગની સર્વસુલભ પ્રવૃત્તિએ ભાવપૂજા છે. શાસ્ત્રમાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા શ્રાવકશ્રાવિકાને માટે છે અને ભાવપૂજા સાધુ ભગવંતોને માટે છે.
तइश्चादो भावपूजा ठाऊँचिइ वन्उयो विण देसे ।
जहुसति चितहुई थुतमाणां देव बन्उगयं ॥ અર્થાત ભાવપૂજા મેં ચૈત્યવંદન કરને કે ઉચિત પ્રદેશ મેં અવગ્રહ રખ કે બૈઠકર યથા શક્તિ સ્તુતિ સ્તોત્ર, સ્તવના, દ્વારા ચૈત્યવંદન કરે ! ગંધારાવક કે લિયે ઐસા હી નિશીથસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org