________________
પ્રકરણ-૩
૧૯૧
પૂજામાં દીપક, ગોડી, કાનડો, ધવલ, મલ્લહાર, મધુ માધન વગેરેનો પ્રયોગ છે.પંડિત રૂપવિજય અને વીરવિજયજીની પૂજાઓ સરળ અને સુગ્રાહ્ય છે. દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ હોવાથી આ પૂજા વધુ લોકભોગ્ય બની છે. પૂજાસાહિત્યની કૃતિઓ સમૂહમાં ગાઈને ભક્તિરસ સભર થવાય તેવી છે. કેટલાક કવિઓએ ઢાળમાં દેશીને બદલે ગીતો, ગાયનો, ગરબા-ગરબીની ધ્રુવ પંક્તિઓનો આશ્રય લઈ રચના કરી છે તે દૃષ્ટિએ પણ પૂજા વધુ પ્રચાર પામી છે. પુજા સાહિત્યની ભાષા શુદ્ધ ગુજરાતી હોવાની સાથે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સાધુ કવિઓ વિહાર કરીને જતા હોવાથી ત્યાંની ભાષાના શબ્દોનો પ્રભાવ પડ્યો છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસને કારણે તે ભાષાના શબ્દો પણ પ્રયોજાયા છે. ભાષાનો પ્રયોગ ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક માહિતી આપે છે. યશોવિજયજી ઉપા. જ્ઞાનવિમલસૂરિ, વચ્છ ભંડારી વગેરેની ભાષામાં સંસ્કૃત પ્રાકૃત ભાષાનો વૈભવ છે. ત્યારપછીના કવિઓની ભાષામાં હિન્દીનો પ્રભાવ છે. પણ ગુજરાતી ભાષાની ઉત્તમ રીતે અભિવ્યક્તિ થયેલી છે. લલિત મધુર પદાવલીઓથી તેનો રસાસ્વાદ અમૃત સમાન પાન કરાવે છે. ૧૯મી અને ૨૦મી સદીના કવિઓની પૂજામાં ગુજરાતી ભાષાનું ગૌરવ સચવાયું છે અને ભાષાની રસિકતાનો પરિચય થાય છે. “પૂજા તો વીરવિજયજીની' એવી લોકોક્તિ છે તે વીરવિજયજીના પૂજા સાહિત્યની વિશિષ્ટતા દર્શાવે છે.
સાધક આત્માને મોક્ષ એ ધ્યેય છે. સિદ્ધિ પદને પામેલા સિદ્ધો પણ ધ્યેય જ છે. આવા મોક્ષે ગયેલા અને સિદ્ધપદને પામેલા વીતરાગ એ માનવસમૂહને માટે પૂજનીય છે. ધ્યેયપ્રાપ્તિ માટે જ્ઞાન, ધ્યાન, ચારિત્ર અને તપ જેવો અન્ય કોઈ ફળદાયક માર્ગ નથી. સર્વવિરતિ પાલક સાધુ-સાધ્વીઓ, દેશવિરતિ, શ્રાવક શ્રાવિકાઓ અને અન્ય ઉપાસકો એ ધ્યાતા છે. ધ્યેયની પૂજક વ્યક્તિ ધ્યાનમાં નિષ્ણન થાય તો જ ઇષ્ટ ફળ મળે છે. તે દૃષ્ટિએ વિચારીએ તો પૂજ્યની પૂજા કરવી એ પૂજકનો મહાન ધર્મ છે. પૂજા સાહિત્ય આ જ અર્થમાં ઉપયોગી ગણાય છે. આ. વલ્લભસૂરિના શબ્દોમાં આ વિચારો નીચેની પંક્તિઓ દ્વાર વ્યક્ત થાય છે.
પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર,
પૂજા ફળ પૂજા કરે, પામે ભવોદધિ પાર.” (૧૮) પૂજા સાહિત્ય એ દ્રવ્યપૂજા અને ભાવપૂજાનો સંયોગ છે. દ્રવ્યથી ભાવમાં જોડાવાનું મહાન નિમિત્ત પૂજા છે. પંચમકાળમાં ભૌતિક સુખની ઘેલછામાં રઢળપાટ કરતા જીવોને શાસ્ત્રજ્ઞાન મેળવવાની ફુરસદ નથી ત્યારે સરળ શૈલીમાં સર્જાયેલું પૂજા સાહિત્યનું જ્ઞાન જીવનપાથેય તરીકે ઉપયોગી નીવડે તેમ છે. ઢાળમાં વ્યક્ત થયેલા વિચારોમાં જિનાગમની વાણીનો સંચય છે. તેના દ્વારા જ્ઞાન અને ભક્તિમાર્ગમાં આધ્યાત્મિક સફર માણી શકાય છે. આ સાહિત્ય આત્મકલ્યાણની ભાવનાનું પોષણ કરે છે. દ્રવ્યપૂજાથી ચીજવસ્તુઓ અર્પણ કરીને સંતોષ માનવાનો નથી પણ તેના દ્વારા વ્યક્ત થયેલા વિચારોનું ચિંતન અને મનન આત્માને ઉપકારક બને તે મહત્ત્વનું છે. પૂજા સાહિત્ય દ્વારા ભક્તિરસની લ્હાણી જેટલા પ્રમાણમાં થઈ છે તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org