________________
૧૯૦.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સાંપ્રદાયિક વિષયવસ્તુ હોવાથી પૂજાઓમાં પારિભાષિક શબ્દપ્રયોગોની સંખ્યા વિશેષ છે. દા.ત., : નવપદ, નવતત્ત્વ, ગણધર, ચૌદ રાજલોક, રત્નત્રયી, તત્ત્વત્રયી, અષ્ટાપદ, નદીશ્વર, પંચજ્ઞાન, પંચપરમેષ્ઠિ, ઋષિમંડળ વગેરેનો પરિચય ન હોય તો પૂજા કાવ્યો સમજી શકાય નહીં. જૈન ધર્મના પ્રાથમિક જ્ઞાનને આધારે આ પૂજાના વિચારો આત્મસાત્ થઈ શકે. જૈન સાહિત્યની આ મર્યાદા ગણો કે વિશેષતા તે તો સ્વાભાવિક છે. આ પ્રકારના સાહિત્યમાં શાસ્ત્રીય દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ થયેલો છે. તેના દ્વારા શાસ્ત્રસિદ્ધાંત, તત્વજ્ઞાન કે અન્ય દાર્શનિક વિચારનું સમર્થન થાય છે. સિદ્ધિગિરિનો મહિમા દર્શાવતી પંક્તિઓમાં દષ્ટાંત છે.
રામ ભરત ત્રણ કોડિ શું, કોડિ મુનિ શ્રી સાર,
કોડિ સાડા અટ્ટ શિવવર્યા, શાંબ પ્રદ્યુમ્નકુમાર. (૧૬) બારવ્રતની પૂજાનું ઉદા. જોઈએ તો“કાર્તિક શેઠ પામ્યા હરિ અવતાર રે શ્રાવક દશ વશ વર્ષે સ્વર્ગે ગયા, પ્રેતકુમાર વિરાધક ભાવને પામ્યા રે, દેવકુમાર વ્રત રે આરાધક થયો.” (૧૭)
ભક્તિમાર્ગની રચનાના કેન્દ્રમાં શાંતરસનું નિર્ઝર વહે છે જે સદા સર્વદા શીતળતા અર્થે છે. આ રસનો ચમત્કાર એ છે કે જનસાધારણને સહજ આકર્ષણ થતાં ભક્તિમાંથી મુક્તિમાર્ગના યાત્રી બની જવાય છે. પૂજાસાહિત્ય આત્મકલ્યાણના માર્ગમાં રસિક સૃષ્ટિ દ્વારા નિમિત્તરૂપ બને છે. ભક્તિરસની આ બલિહારી છે. ૪૫ આગમ, ચોસઠ પ્રકારી, ચૌદ રાજલોક, નવતત્ત્વ, નવપદ વગેરેમાં વિશેષ રીતે માહિતીપ્રધાન હોવાથી કાવ્યને અનુરૂપ મધુરપદાવલીઓ પ્રાપ્ત થતી નથી. તેમ છતાં આ પૂજાઓ જૈન દર્શનના જ્ઞાનમાર્ગના વિચારોને પદ્યમાં વ્યક્ત કરીને જ્ઞાનામૃતપાન કરવામાં ખૂબ ઉપકારક છે. પંચકલ્યાણક પૂજામાં અભુત રસ છે. મહાવીર સ્વામીનો જન્માભિષેક સુઘોષા ઘંટાનો વિશિષ્ટ રણકાર, મેરુ પર્વત ડોલાવવો, પાર્શ્વનાથ પંચકલ્યાણકમાં બળતા નાગનો ઉદ્ધાર અને પ્રભુ પ્રતિમાની પ્રાપ્તિ, વગેરેમાં ચમત્કાર છે. દૈવીતત્ત્વનો આધાર પણ જાણી શકાય છે. ધાર્મિક સાહિત્યમાં કલ્પના અને વાસ્તવિકતા બંને હોય છે. અહીં કલ્પનાનો પ્રભાવ ઓછો છે. વાસ્તવિક્તાનું પ્રમાણ વિશેષ છે. કવિની વર્ણનકલા, અલંકાર યોજના, રસસિદ્ધિ, લયબદ્ધતા, ગેયતા દ્વારા કાવ્યતત્ત્વના અંશો પ્રગટ થાય છે. ઉપમા, રૂપક, વ્યતિરેક, સ્વાભોવક્તિ, દૃષ્ટાંત, વર્ણાનુપ્રાસ જેવા અલંકારો મોટી સંખ્યામાં પ્રયોજાયા છે. પંચકલ્યાણક પૂજામાં નમૂના રૂપે પ્રકૃતિદર્શન થાય છે. પ્રકૃતિકની પશ્ચાદ્ ભૂમિકામાં પ્રભુના જન્મોત્સવનું નિરૂપણ થયું છે. પુષ્પપૂજામાં વિવિધ પુષ્પોનો નામોલ્લેખ પ્રકૃતિદર્શનનો સંકેત કરાવે છે. સ્નાત્રપૂજા અને કલશનું છંદ વૈવિધ્ય કાવ્યલાનની દૃષ્ટિએ ઉત્તમ છે. તેમાં મધુર પદાવલીઓ લય, તાલનું સાયુજય સધાયું છે. પરિણામે આ કાવ્યો વધુ હૃદયસ્પર્શી બન્યા છે. કુતવિલંબિત છંદ, વસ્તુ છંદ, આર્યા ગીતિ, કડખાની દેશી, વિવાહલાની દેશી, ધન્યાશ્રી, વસંત, સારંગ, હરિગીત, સુપનાની ઢાળ પૂર્વી, બત્રીસો છંદ, સત્તાવીશો છંદ, ગાથા ચંદ્રાવળીની દેશી વગેરેના પ્રયોગતી કાવ્યનો લયસિદ્ધ થયો છે. વાવયં રસાત્મ વ્ય' પૂજા સાહિત્યને લાગુ પડે છે. પરિણામે તેમાં ઊંચી કાવ્યકલા રહેલી છે. સકલચંદ્ર ઉપા.ની પૂજા પાંડિત્યપૂર્ણ છે. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org