________________
પ્રકરણ-૩
૧૭૫
કલશની ત્રણ ઢાળમાં રચના કરી છે. કવિએ કલશના આરતીમાં અજિતનાથ ભગવાનનાં વિશેષ દર્શાવીને કલશ રચનાનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી કોશલદેશ મધ્યે અયોધ્યા પૂરી મંડણો, તરણ તારણ અશરણ, શરણ, ભવિજન, સુખ કરણ કુતર્કવાદી અંગજનો શ્રી અજિતનાથ તણો કલશ કહીશું. કવિએ વિજયા૨ેમાણીએ ચૌદ સ્વપ્ન જોયાં અને રાજા જિતશત્રુને સ્વપ્નાની વાત કહી.
બીજી ઢાળમાં ચૌદ સુપનની માહિતી આપી છે. સ્વપ્નફળ વિશે કવિ જણાવે છે કે ભીન ભીન ફળ જ દાખે રાણી ચિત્તમાં રાખે ચૌદનું ફળ વહીએ રહેશે ચૌદ રાજ શિરજેહ.
કવિએ ત્રીજી ઢાળમાં પ્રભુના જન્મમહોત્સવનું વર્ણન કર્યું છે. પ્રભુનો જન્મ, ઘરઘર રંગ વધામણાં, ૫૬ દિક્કુમારીનું આગમન ઇન્દ્રનું આસન કેપાયમાન થયું, મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવો. નંદીશ્વર દ્વીપમાં જઈને અઠાઈ મહોત્સવ ક૨વા વગેરે માહિતી આપી છે.
જિતશત્રુ રાજા જન્માભિષેક ઉજવે છે. તેની માહિતી આપતા કવિના શબ્દો છે. બાંધો તોરણ ઘ૨ઘ૨એ મંગલગાયેગીત, તવવિહાણે ન૨૨ાયરે.
જન્મ મહોત્સવ કરે મુક્તાફલ તણા સ્વસ્તિક પૂરે આમંત્રણેએ.
શ્રી ગુરુ ઉત્તમ શિષ્યે રે, પદ્મવિજય ભણે અજિતજિણંદ ભવ તારણોએ.
કવિ દેવપાલ (દેપાલ) કૃત સ્નાત્રપૂજા અંતર્ગત શ્રી આદિનાથ જન્માભિષેક કળશ અને નવપલ્લવ પાર્શ્વનાથનો કળશનો સમાવેશ થાય છે.
‘કળશ' રચના પરંપરાગત શૈલીમાં થઈ છે તેમ છતાં બન્ને 'કળશ'માં કેટલીક વિશેષતાઓ નિહાળી શકાય છે. વચ્છભંડારી એ વારાણસી નગરી અને સ્વપ્નનો વિશેષણ યુક્ત ઉલ્લેખ કરીને પુષ્પ પૂજાની ભક્તિરસ સભર માહિતી આપી છે. આદિનાથ જન્માભિષેક ‘કળશ’માં જન્મમહોત્સવનું ક્રમિક વર્ણન કરવામાં આવ્યું છે. પાર્શ્વનાથના કળશમાં લલિત મંજુલ પદાવલિઓ કર્ણ પ્રિય બની છે. આદિનાથના ‘કળશ' પ્રાકૃત ભાષામાં છે એટલે અર્વાચીન કાળના ભક્તોને આત્મસાર કરવામાં અવરોધ થાય તેમ છે. આ અંગેની વિગતવાર માહિતી અત્રે આપવામાં આવી છે. વિવિધ પૂજા સંગ્રહમાં શ્રાવક કવિ વચ્છ ભંડારી કૃત પાર્શ્વનાથ કળશ શ્રીવર્ધમાન સ્વામી જન્માભિષેક કળશનો સંચય થયો છે. તેમાં સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. છંદ વૈવિધ્ય નોંધપાત્ર છે.
યુગાદિદેવ-લશ
જસ પય-પંકયં નિપ્પડિમ-રૂવયં સુર-અસુર-નર-ખયર(?)વયંસીયં, તસ્સ રિસહસ્સ ભત્તીઇ મજ્જણ-વિહિં કિં-પિ પભણેમિ તુમ્હેિ કુષ્ણહ સવણાતિહિં. ૧ સુર-સિહરિ મિલિય ચઉસિક તહ સુરવરા પવર-નેવત્થ-ધર હરિસ(-ભર)-નિભંરા, સયલ-નિય-નિય-પરીવાર-પરિવારિયા ફુલ્લ-નયત્રંબુયા વિક્રુરિય-તારિયા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org