________________
૧૮૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૧૯૬૧ અને આ. વલ્લભસૂરિ ચૌદ રાજલોક પૂજા સં. ૧૯૭૭.
- ઉપરોક્ત વિગતો પૂજા સાહિત્યની વિવિધતા અને વિકાસનું દર્શન કરાવે છે. પૂજા સાહિત્ય એટલે સ્નાત્રપૂજા અને અન્ય વિષયોને સ્પર્શતી કાવ્યકૃતિઓ. પૂજા સાહિત્યના એક ભાગરૂપે “કલશ' રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનવિમલસૂરિકૃત શાંતિજિન કલશ, વચ્છભંડારી કૃત પાર્શ્વનાથ કલશ, પદ્મવિજયનો અજિતનાથ કલશ જેવી ભવ્ય રચનાઓ પણ થઈ છે. પૂજા સાહિત્યની સમૃદ્ધિનો તેનાથી પરિચય થાય છે. પૂજા સાહિત્ય : રચના-રીતિ :
પૂજા કાવ્ય રચના ચાર વિભાગમાં વહેંચાયેલી છે. દુહા, ઢાળ, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગ છે. પૂજાનો આરંભ વસ્તુ નિર્દેશાત્મક દુહાથી થાય છે. દુહાની સંખ્યાનો કોઈ ચોક્કસ નિયમ નથી પણ એક દુહાથી આરંભ કરીને આઠ-દશ દુહામાં વસ્તુ નિર્દેશ થાય છે. નવ્વાણું પ્રકારી પૂજા (૩) એક દુહો છે.
“નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલ ગિરીંદ, ભાવી ચોવીશી આવશે, પદ્મનાભાદિ નિણંદ.” ૧૫ (૨) પાંચ ઇન્દ્રિય વશ કરે, પાળે પંચાચાર,
પંચ સમિતિ સમતા રહે વંદુ તે અણગાર. //લા (૩) પૂજાનો બીજો વિભાગ ઢાળ છે. દુહા પછી ઢાળનો પ્રારંભ થાય છે. ઢાળ એટલે રાગમાં લયબદ્ધ ગાવું. વસ્તુ વિસ્તાર માટે ઢાળ મહત્વની છે. તેમાં પ્રચલિત દેશીઓનો પ્રયોગ થાય છે. પૂર્વાચાર્યોએ રચેલાં સ્તવનની ધ્રુવપંક્તિને પણ ચાલ તરીકે સ્વીકારીને પ્રયોગ થાય છે. શાસ્ત્રીય રાગો અને છંદોનો પ્રયોગ પણ કાવ્ય રચનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવે છે. કવિ પંડિત વીરવિજયજીની પૂજાની દેશીઓનો પ્રભાવ અન્ય કવિઓ પર વિશેષ પડ્યો છે. પૂજા સાહિત્યની લોકપ્રિયતામાં વીરવિજયજીનું પ્રદાન પ્રથમ કક્ષાનું છે. કવિ લબ્ધિસૂરિ, આત્મારામજી અને વલ્લભસૂરિનું પૂજા સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં શાસ્ત્રીય રાગ અને તાલનો સમન્વય સંધાયેલો હોવાથી આવી પૂજાઓ સંગીત અને કાવ્યનો સંબંધ ચરિતાર્થ કેર છે. પરિણામે પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની ઉપાસનામાં આકર્ષણ જમાવે છે. કવિ આત્મારામજીની સત્તરભેદી પૂજાનું ઉદા. જોઈએ તો તેમાં નીચે પ્રમાણે નોંધે છે :
રાગ જંગલો-તાલ-દાદરો અંગ્રેજી બાજે કી ચાલ.” (૪) અષ્ટપ્રકારી પૂજામાં શાસ્ત્રીય રાગ ઠુમરી, જિંદ, કાફી, કસૂરી, ધન્યાશ્રી, કાલિંગડો, પીલુ વગેરેનો પ્રયોગ કર્યો છે. સર્જકોની દુનિયામાં સમકાલીન પ્રભાવ એક મહત્ત્વનું અંગ ગણાય છે. આ. લબ્ધિસૂરિ, આત્મારામજી, દીપવિજયજી વલ્લભસૂરિ વગેરેની પૂજાઓમાં ગઝલનો પ્રયોગ થયો છે. તદુપરાંત સ્વતંત્ર ગઝલો પણ રચી છે. આ લબ્ધિસૂરિ બાર ભાવનાની પૂજામાં “ગઝલ અને “ઢાળ' એમ બે વિભાગમાં વસ્તુ વિસ્તાર કર્યો છે. ઉદા. નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org