________________
પ્રકરણ-૩
૧૮૭ વિનાશી આ જગત જાણો, ન સ્થિર વાસ વસવાનું,
નહીં કોઈ સાથમાં આવે, પ્રથમ એ ભાવના ભાવો. ૧ (૫) ઢાળની દેશીઓનું ઉદાહરણ :
“સફળ ભઈ મેરી આજકી ઘરીયાં એ દેશી જિગંદા પ્યારા.” () ઢાળમાં વસ્તુવિકાસ એટલે વસ્તુને અનુરૂપ માહિતીનો સંચય. ચોસઠ પ્રકારી પૂજામાં કર્મવાદના વિચારોનું પ્રતિપાદન છે. ૪૫ આગમોની પૂજામાં આગમ ગ્રંથોની માહિતી, શ્લોકસંખ્યા અને નામોલ્લેખ છે. નવ્વાણું પ્રકારી પૂજામાં સિદ્ધગિરિનો મહિમા ગાવામાં આવ્યો છે. નવપદ અને વિશ સ્થાનકની પૂજામાં પ્રત્યેક પદની મહત્તા દર્શાવી છે. તીર્થવિષયક પૂજાઓ નંદીશ્વર, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર વગેરેમાં તીર્થ મહિમાની સાથે તીર્થકરોનો મિતાક્ષરી પરિચય થાય છે. અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી પૂજામાં દ્રવ્ય અને ભાવ પૂજાનો સમન્વય સધાયો છે. એકાદશ ગણધર અને દાદાસાહેબની પૂજામાં અનંત ઉપકારી ગુરુનાં ગુણગાન કેન્દ્ર સ્થાને છે. ચૌદ રાજલોકની પૂજામાં વિશ્વ સ્વરૂપનું દર્શન થાય છે. પંચ પરમેષ્ઠિ, પંચજ્ઞાન, તત્ત્વત્રયી, નવતત્ત્વ, પંચ અને બાર મહાવ્રત પૂજામાં જૈન તત્ત્વજ્ઞાનના વિચારોનું નિરૂપણ થયું છે. આ પૂજા જૈન દર્શનનો પ્રાથમિક પરિચય કરાવીને તેમાં ઊંડા ઉતરી વધુ અભ્યાસ કરવા માટે ભૂમિકારૂપ છે. પૂજા સાહિત્યનું વસ્તુ ભક્તિના રંગે રંગાવાની અનેરી ક્ષણો પૂરી પાડે છે. આવી રસસ્થિતિનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. પૂજાનું ત્રીજું અંગ “કાવ્ય' છે. તેમાં વિષયને અનુરૂપ મિતાક્ષરી માહિતી સંસ્કૃત શ્લોકમાં પ્રગટ કરવામાં આવે છે. દરેક પૂજામાં કાવ્ય નિશ્ચિત ક્રમ પ્રમાણે હોય છે. કવિ હંસવિજયકૃત ગિરનારમંડન પૂજાનું કાવ્ય નીચે પ્રમાણે છે :
ત્રોટક છંદ : કમલોદર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહુબલું,
પ્રણમામિ જગત્રય બોધિકરે, ગિરનાર વિભૂષણ નેમિજિન. (૭) કવિ પંડિત વીરવિજયજીની પંચકલ્યાણ પૂજાનું ઉદા. જોઈએ તો
ભોગી યદા લોકનતોડપિ યોગી, બભૂવ પાતાલ પદે નિયોગી,
કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ : સપા : | ભાષાંતર : યોગની એકાગ્રતાવાળો થયેલો ભોગ એટલે સર્પ પણ જેમને જોવાથી ધરણેન્દ્ર થયો એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશભવ જેના થયા છે તે પાર્શ્વનાથ પ્રભુ વાંછિતને આપનારા થાઓ.
પૂજાસ્વરૂપમાં વસ્તુ વૈવિધ્ય સમાન શ્લોકોની વિવિધતા પણ મહત્ત્વની ગણાય છે.
પૂજાનું ચોથું અંગ-મંત્ર છે. કાવ્યમસાન મંત્રની રચના પણ સંસ્કૃત ભાષામાં થાય છે. મંત્ર, ‘ૐ હ્રીં શ્રીં પરમપુરુષય પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org