________________
૧૭૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પૂજા કરવાનાં ગીતો તથા ભક્તિ પ્રેરક ઊર્મિગીતો રચાયાં. આની પહેલાં ૧૫મા શતકમાં પ્રતિમાને સ્નાન કરાવવા થતી પૂજા-સ્નાત્ર પૂજા શ્રાવક કવિ દેપાળે રચી છે. જેમાં વચ્છ ભંડારી કૃત “પાર્શ્વનાથ કળશ” અને રત્નાકરસૂરિ કૃત “આદિનાથ કળશ-જન્માભિષેક નામની કૃતિઓ રચાઈ છે અને ૧૩મા શતકમાં અપભ્રંશ ભાષામાં જયમંગળસૂરિ કૃત “મહાવીર જન્માભિષેક' નામે પૂજા રચાઈ હતી.આમ જન્માભિષેક સ્નાત્રપૂજા અને પછી સત્તર ભેદી પૂજા ઉતતરોત્તર સાહિત્યમાં આવ્યા. પછી ૧૮મા શતકમાં યશોવિજયજી કૃત નવપદ પૂજા, દેવચંદ્ર કૃત સ્નાત્રપૂજા અને ૧૯મા શતકમાં વીર વિજયજીએ ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી વગેરે જાત જાતની પૂજાઓ રચી છે.
જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની પૂજાઓ રચાયેલી છે તેનો પરિચય ઉપરોક્ત વિવરણથી પ્રાપ્ત થાય છે. સર્વપ્રથમ ૧૬મા શતકમાં પૂજાની રચના થઈ અને ત્યાર પછી ૧૯મા શતકમાં આ રચના અત્યંત લોકપ્રિય બની, જે ભક્તિના એક અંગરૂપ ગણાય છે.
પૂજા સાહિત્યમાં પૂજા અને સ્નાત્ર પૂજા એમ બે ભેદ છે, સ્નાત્ર પૂજા એ કોઈપણ પ્રકારની પૂજાના આરંભમાં વિધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી પ્રાસંગિક રૂપે પૂજા ભણાવવામાં આવે છે. મૂળભૂત રીતે કેન્દ્ર સ્થાને ભગવાન વીતરાગ છે એટલે નિક્ષેપનયથી પ્રભુની સ્થાપના કરીને તેમનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે. સ્નાત્ર પૂજા એટલે પ્રભુનો જન્મ મહોત્સવ એવો અર્થ સ્પષ્ટ થાય છે. પ્રભુનો જન્મ થાય છે ત્યારે દેવો મેરુ પર્વત પર ભેગા થઈને જન્મ મહોત્સવ ઉજવે છે. આ એક શાસ્ત્રોક્ત વિધાન છે, જેનું જીવન એ કાર્ય વિશ્વના નાના મોટા સર્વ જીવો માટે કલ્યાણકારી છે. એમનો જન્મ મહોત્સવ ઉજવવો એ પણ પોતાના જીવનમાં એક અનન્ય ભક્તિભાવનો ઘાતક બને છે.
સ્નાત્ર અને પૂજા એ બંનેના સમન્વયથી સ્નાત્ર પૂજા શબ્દ બન્યો છે. સંસ્કૃતના “સ્ના' ધાતુ પરથી “સ્નાત્ર' શબ્દ બન્યો છે. તેનો અર્થ સ્નાન કરવું, ન્હાવું એમ થાય છે. જ્યારે ભગવાનના માટે આ શબ્દનો અર્થ અભિષેક કરવો એમ થાય છે. સ્નાત્રનો મુખ્ય ભાવ એ છે કે પ્રભુને દેવો મેરુ પર્વત પર લઈ જઈને જન્માભિષેક કરે છે તે ભાવના મહત્વની લેખાય છે. તેની સાથે જોડાયેલો પૂજા શબ્દ અભિષેક દ્વારા ભગવાનની પૂજા કરવી એવો અર્થ સૂચવે છે. સ્નાત્ર પૂજા એ દૈનિક ક્રિયાવધિ, આચાર સંહિતા કે કર્મકાંડની પ્રણાલિકારૂપે છે. ધાર્મિક તહેવારો, નૂતન ગૃહ વાસ્તુ, જન્મ દિવસ જેવા પ્રસંગોએ સ્નાત્ર પૂજા કરવામાં આવે છે.
સ્નાત્ર એક પ્રકારની પૂજા છે, જેમાં તીર્થકરના જન્મ મહોત્સવનું વર્ણન થાય છે, કવિની અજબ ગજબની કલ્પના શક્તિનો પરિચય થાય છે. મેરુ પર્વત પર આ મહોત્સવ ઉજવાય છે. પ૬ દિશા કુમારીઓ તથા દેવો સપરિવાર આ મહોત્સવ ઉજવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કડખાની દેશીમાં પ૬ દિશાકુમારીના મહોત્સવનો પરિચય કરાવ્યો છે. ચાર કડીની વીરવિજયજીની આ રચના દશ્યનો સાક્ષાત્કાર કરાવે તેવી શક્તિશાળી છે.
સ્નાત્રપૂજા કલ્પસૂત્રાદિ જિનાગમો, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. સુરા-સુરેન્દ્રોના શાશ્વત આચારના અનુકરણરૂપે જૈન સમાજમાં શ્રદ્ધાપૂર્વક પર્વોના દિવસોમાં આનંદોલ્લાસથી સ્નાત્ર મહોત્સવ ઉજવાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org