________________
પ્રકરણ-૩
ઘણું ભણેલા હોય એ જ શાની કહેવાય એવું કાંઈ નથી ખરેખર વારંવાર નિર્વાણ પદનું ધ્યાન કરે એ જ ઉત્કૃષ્ટ અને સાચો જ્ઞાની છે. (જ્ઞાનસાર–અષ્ટક શ્લોક-૨ અનુવાદ) ઉપા. યશોવિજયજી
વસ્તુલક્ષી કાવ્યપ્રકારો ભક્તિપ્રધાન કાવ્યપ્રકારો.
૨૧. કળશ ભગવાનના જન્માભિષેકની મહત્તા દર્શાવતી વિશાલ-લોચન' સૂત્રની બીજી ગાથાનો અર્થ અત્રે નોંધવામાં આવ્યો છે.
જેમની સ્નાત્ર-ક્રિયા કરવાથી અતિ હર્ષ વડે મત્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગનાં સુખને પણ તૃણવત્ ગણતા નથી. તે પ્રાતઃકાળમાં શિવસુખ આપનારા થાઓ.
કવિ બાલચંદ્ર કૃત સ્નાતસ્યા સ્તુતિની બીજી ગાથામાં ભગવાનના જન્માભિષેકનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
મેરુ પર્વતના શિખર ઉપર જેઓના જન્માભિષેક સર્વ દેવો અને દાનવોના ઈયોએ હિંસોના ખંભાઓથી અથડાયેલા પદમપુષ્પોના પરાગથી રંગાઈને કાબરચિત્રા થયેલા નીર સમુદ્રના પાણીથી ભરેલા અને અપ્સરાઓના મોટા રતનો સાથે સ્પર્ધા કરતા સોનાના કળશો વડે કર્યો છે તે સર્વ જિનેશ્વરોના ચરણકમળને હું નમું છું.
કર્યો છે તે સર્વ જિનેશ્વરોના ચરણકમળને હું નમું છું બૃહદ્ શાંતિ સ્તોત્રના આરંભમાં શાંતિની ઉદ્ઘોષણા કરવામાં આવી છે તેની બીજી ગાથાનો અર્થ પ્રભુના જન્માભિષેકનું સૂચન કરે છે. (પા. ૬૪૪)
! ભવ્ય લોકો ! અહીં જ ભરત ક્ષેત્ર ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેતાં સઘળા તીર્થંકર પરમાત્માઓના જન્મ વખતે આસન કંપ્યા બાદ અવધિ જ્ઞાનથી જાણ થતાં જ સુઘોષા નામની દિવ્ય ઘંટા વગડાવ્યા પછી સૌધર્મ દેવલોકના ઇંદ્ર સર્વદેવેન્દ્રો અને ભવનપતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org