________________
પ્રકરણ-૨
૧૬૯
કાવ્યસૃષ્ટિનું સર્જન કર્યું છે. તેમાં પદ્યાત્મક લોકવાર્તાની રચના પણ નોંધપાત્ર બની છે. કાવ્યાનંદ પ્રાપ્ત કરવો કઠિન છે તેમ છતાં કથાતત્ત્વ દ્વારા રચાયેલાં કાવ્યો આસ્વાદ્ય બન્યાં છે. પ્રાકૃત અને અપભ્રંશમાં પદ્યાત્મક વાર્તાઓ રચાઈ છે તેવી જ રીતે ગુજરાતી ભાષામાં પણ આ સ્વરૂપની કૃતિઓ પ્રાપ્ત થાય છે. કથા-વાર્તા આબાલ ગોપાલ એમ સમાજના બધા વર્ગના લોકોને સાહિત્યિક આનંદની અનેરી અનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. મધ્યકાલીન સમયમાં ત્યાગ–વૈરાગ્ય અને ઉપદેશના સાહિત્યની સાથે સંસારરસથી ભરપૂર જનમનરંજન કરતી પઘાત્મક લોકવાર્તાઓ પણ વિકાસ પામી છે.
પદ્યાત્મક લોકવાર્તાના લક્ષણો નીચે પ્રમાણે છે. ભૌતિક- સંસારી જીવનના પ્રસંગોને વિશેષ રીતે સ્થાન આપવામાં આવે છે. તેમાં પ્રેમરસ
મહત્વનો હોય છે. અદ્ભુત કથાઓ અને અલૌકિક ઘટનાઓનું વર્ણન આકર્ષક બને છે. * ચક્ષુરાગ નાયક – નાયિકા એકબીજાને દૃષ્ટિથી નિહાળીને પ્રણયની અનુભૂતિ કરે છે તેમાં
સફળતા મેળવવા માટે વિઘ્નોનો સામનો કરવો પડે છે ત્યારબાદ નાયક-નાયિકાનું મિલન થતાં અપૂર્વ આનંદનું વાતાવરણ સર્જાય છે. અદ્ભુત રસિક તત્ત્વો. નાયક-નાયિકાના જીવનના સંદર્ભમાં પૂર્વજન્મનું વૃત્તાંત, મૃતક વ્યક્તિ, સંજીવની-જીવતાં થઈને વાર્તાલાપ કરે, નાયક નાયિકાના સાહસ અને પરાક્રમનાં પ્રસંગો, પરકાયા પ્રવેશ, આકાશમાં ઉડ્ડયન, (આકાશ ગામિની વિદ્યાનો પ્રયોગ), મંત્રતંત્ર-જાદુ અને વશીકરણનો પ્રયોગ વગેરે દ્વારા અભુત રસની સૃષ્ટિનું વાતાવરણ નિર્માણ થાય છે. માનવેતર પાત્ર સૃષ્ટિ, દેવદેવીઓ, ભૂત-પિશાચ, વૈતાલ, હંસ-પોપટ જ્યાં પક્ષીઓ વગેરેના પ્રયોગ- પરિણામે પુરુષ પાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ આકર્ષક અને પ્રભાવશાળી બન્યાં છે. સમકાલીન જીવનરંગ–સમકાલીન સમાજના રીતિ રિવાજો, માન્યતાઓ, શીલનો મહિમા, રમચરિત્ર, દુરાચાર, પ્રેમલગ્ન જેવી માહિતી સ્થાન ધરાવે છે. સ્ત્રીવિષયક વિચારો–સમાજમાં સ્ત્રીનું સ્થાન. સ્ત્રીના શીલનો મહિમા–સ્વેચ્છાચાર, સ્ત્રીશિક્ષણ, સંસ્કારથી જીવનની પવિત્રતા, કાય, નૃત્ય, ગાન, વાદ્ય-ચિત્રકલા વગેરેમાં કુશળ સ્ત્રીઓ પાદપૂર્તિમાં પણ ચતુર, સ્ત્રીઓ પુરુષ વેશ ધારણ કરીને સાહસ પરાક્રમથી વિજય મેળવે, વગેરે વિગતો પણ આ પ્રકારની વાર્તામાં મહત્વની બને છે. ગણિકાનું પાત્ર–ગણિકાનું સ્થાન હલકું ગણાતું ન હતું. રાજા-પ્રધાન- શ્રેષ્ઠી વગેરે પણ ત્યાં જતા હતા. આ સ્થાન ગીત-સંગીત-નૃત્યની તાલીમ માટે પણ ઉપયોગી હતું. નગરરાજ્યો: નાનાં નાનાં નગર રાજ્યો અને તેનો રાજા, એકબીજા સાથે લડાઈ, અપહરણ વગેરે ઘટનાઓ પણ ધ્યાન ખેંચે તેવી છે. પદ્યવાર્તામાં મુખ્યવાર્તાની સાથે ગૌણ કથાઓ પણ કાર્યરત બને છે અને વાર્તારસનું સાતત્ય જળવાઈ રહે છે. શામળભટની હંસાવતી, મદનમોહના નંદબત્રીશી વગેરે કૃતિઓ દૃષ્ટાંતરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org