________________
૧૭૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા * પદ્યવાર્તામાં વ્યવહારજ્ઞાન અને નીતિ વિષયક ઉપદેશાત્મક વિચારો સ્થાન ધરાવે છે. પાત્ર
અને પ્રસંગમાંથી આવો બોધ પ્રાપ્ત થાય છે. તો વળી પ્રત્યક્ષ ઉપદેશ વચનો પણ હોય
છે.
સમસ્યા પ્રયોગ–વ્યક્તિની બુદ્ધિ અને ચતુરાઈની પરીક્ષા માટે એક બીજાને સમસ્યા પૂછવામાં આવે છે અને તેના દ્વારા પાત્રની પરીક્ષા થાય છે. વરકન્યાની પસંદગીમાં પણ આવો પ્રયોગ થાય છે. રસનિરૂપણ–પદ્યવાર્તામાં શૃંગારરસ કેન્દ્ર સ્થાને છે તેની સાથે અદ્ભુત અને વીરરસનું નિરૂપણ હોય છે પરિણામે વાર્તામાં રસ તરબોળ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે.
વાર્તારસથી ભરપૂર આ કાવ્ય પ્રકાર સૌ કોઈને વશીકરણ કરે છે. * પદ્યવાર્તા શ્રાવ્ય અને કથનશૈલીના મિશ્રણવાળી રચના છે એટલે આદિથી અંત સુધી તેનો
પ્રવાહ સતત વહેતો રહે છે. મંગલાચરણથી વાર્તાનો પ્રારંભ થાય છે. ઈષ્ટદેવ સરસતીની સ્તુતિ પછી વસ્તુ નિર્દેશ કરવામાં આવે છે. વાર્તાનો પદ બંધ- તેમાં મુખ્યત્વે દુહા, ચોપાઈ, છપ્પય, સોરઠા, છપ્પા, મનહર- કવિતા
છંદ વગેરેના પ્રયોગ પદ્યની સાર્થકતા સિદ્ધ થાય છે. આ વાર્તાનો અંત સુખદ હોય છે તેમાં ફળશ્રુતિ રચના સમય જેવી માહિતી પણ હોય છે.
પદ્યવાર્તાના વિકાસમાં સાધુ કવિઓનું પ્રદાન નોંધપાત્ર છે. લોકોના મનોરંજન માટે આવી પદ્યવાર્તાનું સર્જન કરીને એક પંથ દો કાજ ના ન્યાયે જ્ઞાન સાથે ગમ્મતનો સિદ્ધાંત ચરિતાર્થ થયો
છે.
| વિજયભદ્રસૂરિ આચાર્યની હંસરાજ વચ્છરાજ ચોપાઈ ઈ. સ. ૧૩૫૫માં રચાઈ છે તે આ પ્રકારની પદ્યવાર્તાના દૃષ્ટાંતરૂપ પ્રાપ્ત થાય છે. ત્યારપછી જૈનેતર કવિ અસાઈતની હંસાઉલી ઈ. સ. ૧૩૭૧ની કવિ ભીમનું સદ્યવત્સ ચરિત્ર, ૧૫મી સદીમાં કવિ સાધુ કીર્તિની વિક્રમકુમાર ચરિત્ર રાસ, કવિ નયસુંદરની વિદ્યાવિલાસ ચઉપઈ, મલયચંદ્રની સિંહાસન બત્રીસી ચઉપઈ, કૃતિઓ નોંધપાત્ર છે. સોળમી સદીમાં કવિ સિંહકુશળની નંદ બત્રીસી વિનયસમુદ્રની આરામ શોભા કવિ મતિસારની કર્પર મંજરી, કવિ નયનસુંદરની રૂપચંદકુવર, જૈનેતર કવિ ગણપતિની માધવાનલ કામકંડલા દોગ્ધક, અને શામળભટની લોકપ્રિય પદ્યવાર્તા મદનમોહના વગેરે આ પ્રકારની કૃતિઓ છે હરજી મુનિ કૃત લોકવાર્તાનું દૃષ્ટાંત પ્રગટ કરવામાં આવ્યું છે.
જૈન સાધુકવિ હરજી મુનિવૃત | વિનોદચોત્રીસી
સંશોધક-સંપાદક–ડૉ. કાન્તિભાઈ બી. શાહ વિનોદચોત્રીસી' એ મધ્યકાલીન ગુજરાતીની “સિહાસન બત્રીસી' કે “સુડાબોતેરી પ્રકારની કથામાલા સમી સં. ૧૬૪૧માં જૈન સાધુકવિ હરજી મુનિ દ્વારા રચાયેલી એક પદ્યવાર્તા છે, જેમાં લૌકિક સ્વરૂપની ૩૪ કથાઓના મણકા એક કથાદોરમાં પરોવાયેલા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org