________________
૧૩૭
પ્રકરણ-૨ સંસ્કૃત ભાષાની ગઝલમાં પણ નામનિર્દેશ થયેલો જોવા મળે છે.
વલ્લભ દેવ ચરણે હર્ષોત્મ લક્ષ્મી કરશે,
વસન્તી તે ચરણ કમલે માયા લબ્ધિઃ શ્રુતાસર્વા.” ઉપરોક્ત ઉદાહરણો દ્વારા મધ્યકાલીન અને અર્વાચીન પ્રણાલિકા અનુસાર કવિના નામની સાથે અન્ય વિગતો ઉપલબ્ધ થાય છે.
જૈન સાહિત્યની ગઝલોમાં બાહ્ય આકાર જોઈ શકાય છે પણ તેનો આંતર દેહ ગઝલના ભાવને સ્પર્શતો નથી. કેટલીક ગઝલો તો માત્ર માહિતી પ્રધાન છે તો વળી અન્ય ગઝલોમાં આકારની સાથે અંતસ્તત્વ પણ રહેલું છે. તેમાં રસ-ભાવ-ચિંતન જેવાં લક્ષણો જોઈ શકાય છે. જૈન સાહિત્યની ગઝલોનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે લગભગ ૩૧૫ વર્ષ પહેલાં સ્થળ વર્ણનની માહિતીપ્રધાન અને વર્ણનાત્મક ગઝલો રચાઈ હતી ત્યાર પછી ક્રમશઃ વિષય વૈવિધ્ય અને રસ-ભાવ પૂર્ણ ગઝલો રચાઈ છે.
સમકાલીન મુસ્લિમ શાસનના પ્રભાવથી ગઝલો રચી હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં આ શાસનકાળ વીતી ગયો અને નવા વિષયોમાં ગઝલોની પરંપરા ચાલુ રહી છે.
તેમાં સાંપ્રદાયિકતાનું લક્ષણ હોય તે તો સ્વાભાવિક છે છતાં તેમાં માનવતાપ્રેરક વિચારોનું નિરૂપણ થયેલ હોવાથી ગુજરાતી ભાષાની ગઝલોમાં પોતાની અસ્મિતા ટકાવી રાખે છે.
જૈન સાહિત્યની ગઝલોમાં લગાગાગા ચાર આવર્તનોનો ૨૮ માત્રાનો હક્ક મુસમ્માન સાલેમ છંદ કુશળતાપૂર્વક પ્રયોજાયો છે. ગુજરાતી ભાષાની પ્રારંભની ગઝલોમાં બાલાશંકર કંથારિયા, કવિ કાન્ત, મણિલાલ દ્વિવેદી વગેરે કવિઓએ તેનો જ પ્રયોગ કર્યો છે. ગુજરાતી ભાષાની ગઝલોમાં એનો રંગ, મિજાજ અને પ્રવાહિતામાં જરા પણ ઉણપ નથી. જૈન સાહિત્યનું વસ્તુ સાંપ્રદાયિક છે તેમાંથી પણ ગઝલની મસ્તી અને મિજાજ નિહાળી શકાય છે.
પ્રારંભની ગઝલોમાં પ્રાસ મેળવવા માટે શબ્દોની તોડફોડ કરીને બાહ્ય રીતે ગઝલ છે એમ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ત્યાર પછીની ગઝલોમાં આવું વલણ જોવા મળતું નથી. કવિઓએ ગુજરાતી હિન્દી ભાષાનું મિશ્રણ કર્યું છે. અને અરબી ફારસીના વિશિષ્ટ શબ્દપ્રયોગો દ્વારા ગઝલની ઓળખાણ આપવા માટેના પ્રયત્ન કર્યો છે. જાલિમ, બંદા, મલાહ, જૌહરી, ફંદા, મજલ, કંજલું, ગમાયા, મતવાલા, મુબારક, બંદગી, સિફત, ઇલમ, જારી, વગેરે શબ્દપ્રયોગો ગઝલોમાં નોંધપાત્ર બને છે. ગઝલ ને અનુરૂપ લય સાધવા ઉપરોક્ત શબ્દો ઉપયોગી બન્યા છે.
આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાની સાથે ગઝલના બંધને સંસ્કૃત ભાષામાં સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. સંસ્કૃત ભાષામાં આવી કૃતિ સર્જન કરનારા આ બે કવિઓ જૈન સાહિત્યની ગઝલોની સાથે વિશેષતાઓમાં ચાર ચાંદ લગાવે છે. ઉર્દૂ-ફારસી હિન્દી-ગુજરાતી જેવી ભાષાઓમાં ગઝલ અને કવ્વાલીની રચનાઓ થાય તે તો સ્વાભાવિક છે પણ સંસ્કૃતમાં આવી રચનાઓ કરીને જૈન કવિઓએ ભાષા પ્રભુત્વનું આશ્ચર્યકારક દર્શન કરાવ્યું છે.
મલા અને મતા, રદીફ, કાફિયા વગેરેનો પણ ગઝલોમાં પ્રયોગ થયો છે. વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org