________________
પ્રકરણ-૨
આ. લબ્ધિસૂરિ,
આ. વલ્લભસૂરિ
""
તૂર્કી ભવ દુ:ખકા ભંજન, તું હી ભવિ જીવકારંજન, જગત આધાર તૂં કહિયે, નિરંતર શરણ તુમ લહિયે.”
“ ભજો મહાવીર કે ચરણોં, છુડ઼ા દેગા જનમ મરણોં, જગતમેં દેવ આલી હૈં, સુરત સબસે નિરાલી વૈં”
"6
“ તુંહી બ્રહ્મા તુંહી વિષ્ણુ તૂહી શંકર તુંહી પારસ, દેવાધિદેવ નિર્દોષી, પ્રભુ ગુણ કે ભંડારી હૈ.”
પરમાત્માનું સ્વરૂપ, ગુણો અને તેનો પ્રભાવ કે ચમત્કાર દર્શાવતી પંક્તિઓ આધ્યાત્મિક ગઝલ ૫૨ પ્રકાશ પાડે છે.
મસિયા. આ પ્રકારની કૃતિમાં મૃત્યુના વિરહથી ઉદ્ભવતા શોકનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં ગુરુ પ્રત્યેનો અપૂર્વ સ્નેહ, શ્રદ્ધા, ભક્તિ અને ઉપકારની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે.
આચાર્ય વલ્લભસૂરિની ગુરુ વિષયક ગઝલ જોઈએ તો
“ વિના ગુરુ રાજકે દેખે, મેરે દિલ વેકરારી હૈ મહાઉપગાર જગ કરતા, તનુ ફનાહ સમજ કરકે, જીયાવલ્લભ ચાહતા હૈ, નમન કર પાંઉ પર પડકે.”
કવિ નાગરની ગુરુ જીતવિજયના અવસાનની કવ્વાલી જોઈએ તો—
Jain Education International
૧૪૧
66
· અમોને લાડમાં લાલી, પઢાવ્યા પુત્રવાળી, અચાનક યું ગયા ચાલી, અમોને છેક ગયાં ભૂલી.” “હજારો મેદની ચામી, મલી ગુરુ ભક્તિને કાજે, વીરહ અમોને થયો, આજે દાદાગુરુ અમારા યું અમોને છેક ભુલી ગયા.”
જૈન સાહિત્યની ગઝલોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ ફલિત થાય છે કે એ પ્રારંભકાળની ગઝલોની સાથે સમાન કક્ષાએ સ્થાન પામી શકે છે. એટલે જૈન સાહિત્યની ગઝલો કાવ્યપ્રકારની સમૃદ્ધિમાં વિવિધતા દ્વારા નવો રંગ જમાવે છે.
ધાર્મિક સાહિત્યની એક મર્યાદા ગણો કે વિશેષતા ગણો તો તેમાં ઉપદેશનું વલણ મહત્ત્વનું દેખાય છે. મમ્મટે કાવ્યપ્રકાશની રચનામાં કાવ્યનાં પ્રયોજનો દર્શાવતાં ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપદેશ કાંતાસંમિત, મિત્રસંમિત અને પ્રભુસંમિત એમ ત્રણ પ્રકારનો છે. ધર્મગ્રંથોને આધારે વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે તેમાં પ્રભુસંમિત ઉપદેશ છે. ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાનું અનુસંધાન સાહિત્ય દ્વારા ઉપદેશાત્મક અભિવ્યક્તિનું છે તે યથાર્થ લાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org