________________
૧૫૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મરાઠી સાહિત્યના ત્રણ ગ્રંથોમાંથી નમૂનારૂપે લાવણી અને તેનો ભાવાર્થ અત્રે અભ્યાસ અધ્યયન માટે તુલનાત્મક દૃષ્ટિબિંદુથી આપવામાં આવ્યો છે. તે ઉપરથી લાવણી કાવ્યોની પરિપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે એવી આશા રાખવામાં આવે છે.
લાવણી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભક્તિમાર્ગની વિરાટ કાવ્ય સૃષ્ટિમાં જૈન સાહિત્યનું મૂલ્યવાન પ્રદાન છે તેમાં લાવણી પ્રકારનાં કાવ્યો ભક્તિમાર્ગની કાવ્યધારાનું અનુસંધાન કરે છે. લાવણી કાવ્યો સ્તવન અને સઝાય એમ બંને સાથે સામ્ય ધરાવે છે તીર્થકર વિષયક લાવણીઓ ભક્તિપ્રધાન છે તો બોધાત્મક લાવણીઓ ત્યાગ, વૈરાગ્ય અને આત્માને ઉપકારક વિચારો ધરાવતી હોવાથી સઝાય સાથે સમાન કક્ષાનું સ્થાન ધરાવે છે. ભક્તિપ્રધાન લાવણીઓમાં પ્રભુ મહિમા ગાવામાં આવ્યો છે અને એમના જીવનના પ્રસંગો દ્વારા ઉત્કટ ભક્તિભાવના પ્રભાવોત્પાદક બની છે. લલિત મધુર પદાવલીમાં રચાયેલી લાવણીઓ ગીત કાવ્ય તરીકે મહત્વની ગણાય છે. બોધાત્મક લાવણીઓ આત્મોન્નતિ માટે ઉપકારક વિચારોથી ભરપૂર છે. તેમાં જિનવાણીનો સંદર્ભ રહેલો છે. કવિઓએ પોતાના જ્ઞાનને આધારે સીધી સાદી શૈલીમાં બોધાત્મક વિચારો વ્યક્ત કરીને આત્માને મુક્તિમાર્ગમાં પ્રયાણ કરવા માટે દિશાસૂચન કર્યું છે. ઉન્માર્ગે ગયેલો આત્મા આવા વિચારોથી જાગૃત થઈને સાચી દિશામાં પુરુષાર્થ કરવા પ્રેરાય છે અને તેનું પરિણામ મનુષ્યજન્મની સફળતા–મુક્તિ છે.
મધ્યકાલીન સમાજજીવનમાં ધર્મ મહત્વનો ભાગ ભજવતો હતો. વ્યવહાર જીવનની સાથે ધર્મના રંગે રંગાયેલા લોકો જ્ઞાન અને ભક્તિમાં વધુ રસ ધરાવતા હતા. તે કારણથી વિવિધ પ્રકારની ભક્તિપ્રધાન કૃતિઓ સર્જાઈ છે એમ માનીએ તો તે ઉચિત લેખાશે. મરાઠી ભાષાની ઉપદેશાત્મક લાવણીઓ પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ઉપદેશાત્મક લાવણીઓ મધ્યકાલીન કાવ્ય સૃષ્ટિ સાથે સમાન કક્ષાએ સ્થાન ધરાવે છે.
લાવણી એ સંગીતશાસ્ત્રનો શબ્દ છે. એક તાલ તરીકે પણ તેનું સ્વતંત્ર સ્થાન છે. તેમાં ૮ માત્રા અને ૩ તાલ હોય છે. ૧, ૩, ૭ માત્રા પર તાલનો આધાર હોય છે. પમી માત્રા ખાલી ોય છે.
લાવણી દક્ષિણ ભારતનો એક દશ્ય તાલ છે. આ તાલનો સમાવેશ શિષ્ટ કે શાસ્ત્રીય સંગીતમાં થયેલો નથી. લાવણીને દક્ષિણ પ્રદેશમાં ધૂમલી તાલ તરીકે ઓળખાય છે. દાદા સમતાને દુત એ લાવણીના તાલ છે. લાવણી ચાર માત્રાનો એક તાલ છે. લાવણી એટલે લલકારાય એવી ચર્ચાતી વાતની કવિતા લાવણી શબ્દપ્રયોગ સાહિત્યમાં કોઈ એક રાગ કે ઢાળ માટે પણ થાય છે. મરાઠી ભાષામાં લાવણીનો વિકાસ એક ઢાળ તરીકે જોવા મળે છે.
લાગણી” શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો “લાપનિકા લાવણ્યા લાવણી વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારતાં લાવણીમાં આલાપ, રાગ યુક્તતાનું લક્ષણ રહેલું છે. અંગ્રેજી ભાષામાં Ballad શબ્દ લાવણી સાથે સામ્ય ધરાવે છે.
'Ballad means a kind of song. It is known as a love song. It is
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org