________________
પ્રકરણ-૨
૧૫૧
પદન્યાસ એ પારંપરિક લાવણી નૃત્યની આગવી વિશેષતાઓ ગણાય છે.
વધુ પડતાં ઉત્તાન શૃંગાર રસને કારણે પોતાની અસ્મિતા અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવી બેસેલા આ લાવણી નૃત્યને કેવળ તમાશાનું નૃત્ય ન રહેતાં તમાશામાં કામ કરનાર લોકોને સુસંસ્કૃત સમાજ સમક્ષ રજૂ કરી શકાય એવા નવસંસ્કારો સાથે પુનર્જિવિત કરવાનું કાર્ય આજે મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. તમાશામાં કામ કરનાર કલાકારો માટે ખાસ શિબિરોનું આયોજન કરી પારંપરિક લાવણી નૃત્ય નવા પરિવેશમાં જીવંત રહી શકે તે માટે ખાસ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
(સંદર્ભ–મરાઠી વિશ્વકોશ ખંડ ૧૫, મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિશ્વકોશ મંડળ નિર્મિતમુંબઈ ૧૯૯૫)
મરાઠી લાવણીઓનો સંદર્ભ મરાઠી ભાષાની લાવણીઓ વિશે અત્રે કેટલીક માહિતી દષ્ટાંતરૂપે આપવામાં આવી છે. જૈન સાહિત્યની લાવણીઓના અભ્યાસની સાથે તુલનાત્મક રીતે અધ્યયન કરવામાં આ લાવણીઓ ઉપયોગી બની છે.
કવિ રામજોશીની લાવણીઓ મરાઠી સાહિત્યમાં સુખ્યાત છે. એમની લાવણીઓ રામજોશી કૃત લાવણ્યા' પુસ્તકમાં પ્રગટ થયેલી છે. તેમાં દૈવતવર્ણન લાવણી, શૃંગારિક લાવણી (પૌરાણિક), શૃંગારિક લાવણી (લૌકિક), ઉપદેશ પર લાવણી, એમ આ પ્રકારની ૧૦૪ લાવણીઓનો સંચય થયો છે. તે ઉપરથી સમજી શકાય છે કે જૈન સાહિત્યમાં જૈન ધર્મના ગ્રંથો અને તીર્થકરોની અને ઉપદેશની લાવણીઓ રચાઈ છે તે ઉપરોક્ત સંદર્ભમાં સામ્ય ધરાવે છે.
મરાઠી લાવણી વાડમયમાં પૌરાણિક, સામાજિક અને ઉપદેશપ્રધાન લાવણીઓનો સંચય થયો છે. વળી આ પુસ્તકમાં લાવણીના સ્વરૂપ અંગેની માહિતી પણ ઉપલબ્ધ થાય છે. લાવણીની વ્યાખ્યા અને મૂળ સ્વરૂપ, લાવણી વાડમયની પૂર્વભૂમિકા, લાવણીની વ્યુત્પત્તિ, લાવણીના વિષયો, આધ્યાત્મિક, શૃંગારિક, લાવણીમાં સમાજદર્શન, લાવણીઓનું મૂલ્યાંકન, જેવા વિષયો અને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મરાઠી ભાષાની લાવણીઓના અધ્યયન માટે આ પુસ્તક આધારભૂત માહિતી પૂરી પાડે છે.
“અંધારાતીલ લાવણ્યા' પુસ્તક ય. ન. કેળકરે સંશોધન કરીને સંપાદન કરેલ છે તેમાં આધ્યાત્મિક લાવણીઓમાં સમયાનુસાર પરિવર્તન પામીને લોકરંજન કરવા માટે ૧૯૪ લાવણીઓ રચાઈ છે તેનો સંચય થયો છે. લોકોના મનોરંજન માટે શેરી કે મહોલ્લામાં રાત્રિના સમયે આવી લાવણીઓ નાચ-ગાન સાથે ઉપયોગમાં લેવાતી હતી.
ઉપરોક્ત ત્રણ ગ્રંથોને આધારે મરાઠી સાહિત્યની લાવણીઓનો પરિચય પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યની લાવણીઓના વિષયો આધ્યાત્મિક અને ઉપદેશાત્મક છે. તેમાં સમયાનુસાર કોઈ પરિવર્તન થયું નથી એટલે મૂળભૂત રીતે આ લાવણીઓ ભક્તિપ્રધાન કાવ્ય પ્રકાર તરીકે સ્વતંત્ર રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. ભક્તિમાર્ગના વિવિધ કાવ્ય પ્રકારોમાં “લાગણી” પોતાના સ્વરૂપથી અલગ રહીને વિકાસ પામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org