________________
૧૨૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
છે તે શોધવાનો સંદર્ભ મળે છે. વસ્તુનું વર્ણન એવા પ્રકારનું હોય છે કે તે ઉપરથી વિચારને અંતે જવાબ મળી જાય છે ત્યારે સાનંદાશ્ચર્યની અનુભૂતિ થાય છે. હૈયે છે ને હોઠે આવતું નથી, એવો પણ અનુભવ થાય છે. હરિયાળીનાં લક્ષણમાં જિજ્ઞાસાનું તત્ત્વ છે તેનો અહીં પૂર્ણપણે ઉપયોગ થયો છે. હરિયાળી રચનાઓની વિવિધતામાં વર્ણનાત્મક કૃતિઓ તેની નવીનતા અને સમૃદ્ધિનો પરિચય કરાવે છે.
કામિની કોઈ કોપે ચઢી નિજ નાથને મારે, મારતા દેખે ઘણા પણ કોઈ ન વારે. કા. નાડો નાથ જાણી કરી, પૂડે ઉજાણી, માથે મારી આશિયો, ઘરમાંહિ તાણી. કા. પરપુરૂષ હાથે ગ્રહી, તવ માને સુખ, ઉંઘમુખી ધણી આગલે, હિયે નાથને દુઃખ. કા. ધનહર્ષ પંડિત ઈમ કહે, સુણજો ગુણવંત, નામ કહો તે નારીનું, જો હો બુદ્ધિવંત. કા.
॥ ૧ ॥
Jain Education International
|| 2 ||
| ૪ ||
(આધ્યાત્મિક હરિયાળી. પા. ૨૪) માયારૂપી સ્ત્રી આત્મારૂપી પતિને મારવા લાગી (માયામાં લપટાયો) આવા માયામાં લપટાયેલા આત્માને સંસારના લોકો જુએ છે પણ અટકાવી શકતા નથી. માયાને કારણે આત્માપતિ નિર્બળ થઈ ગયો.
|| ૩ ||
ક્રોધ, કામ, મદ, માન, હર્ષ વગેરે શત્રુઓને કારણે આત્મા નિર્બળ થયો છે. માયાને વશ થયેલો આત્મા તેનો ત્રાસ સહન કરીને આત્મા પર સત્તા જમાવી દીધી. અન્ય પુરુષ મોહનો હાથ પકડીને તેનો ભૌતિક સુખ માણવા લાગી, આત્માને આવી સ્થિતિથી ઘણું દુ:ખ થાય છે. (માયા-સ્રી, મોહ, અન્ય પુરુષ-આત્મા, પતિ)
For Private & Personal Use Only
૪. સંખ્યા મૂલક હરિયાળી (સાંકેતિક)
હરિયાળીમાં પ્રતીકોની વિવિધતા રહેલી છે. કેટલાંક સાંકેતિક પ્રતીકો દ્વારા રહસ્યમય અભિવ્યક્તિ કરીને સાંપ્રદાયિક વિચારોની અર્થઘન અભિવ્યક્તિ કરી છે આવા સંખ્યામૂલક શબ્દ પ્રયોગોનો અર્થ તેમાં રહેલા વૈવિધ્યપૂર્ણ વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક શબ્દનો અર્થ તત્ત્વજ્ઞાનને સ્પર્શીને આત્મસ્વરૂપની સાથે સંબંધ ધરાવે છે. અહીં ઉદયરત્ન અને લબ્ધિસૂરિની કૃતિઓ આપવામાં આવી છે. તત્ત્વ દર્શનના જિજ્ઞાસુઓને માટે આવી કૃતિઓ વધુ રસપ્રદ બને તેવી છે. હરિયાળીના લક્ષણમાં જીજ્ઞાસાનો સમાવેશ થાય છે એટલે આવી કૃતિઓમાં સંખ્યામૂલક પ્રતીકનો અર્થ જાણવાની તીવ્ર ઇચ્છા ઉદ્ભવે છે. અર્થ જાણ્યા પછી તેના સાચા રહસ્યને પામી શકાય છે. અર્થ ગાંભીર્યયુક્ત કવિવાણી કાવ્યકલાના નમૂનારૂપ છે.
www.jainelibrary.org