________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગઝલના બાહ્ય સ્વરૂપને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોનો પરિચય અનિવાર્ય બને છે. મત્લઅ, મક્તઅ, શેર, કાફિયા, રદીફ, બહેર, ઉલા અને સાની
બીજી કડીનો અંતિમ શબ્દ અન્ય કડીમાં પણ પુનરાવૃત્તિ પામે ત્યારે રદીફ કહેવાય છે. ગઝલની પ્રથમ કડીને મત્લઅ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ સૂર્યોદય થાય છે. અહીં તેનો અર્થ ગઝલનો ઉદય સમજવાનો છે.
૧૨૬
ગઝલની અંતિમ કડીમાં કવિનું નામ કે ઉપનામ વણી લેવામાં આવે છે ત્યારે મક્તઅ બને છે. તેનો અર્થ ડૂબતો સૂર્ય થાય છે. અહીં ગઝલ પૂર્ણ થઈ એમ સંદર્ભ લેવાનો છે. મત્લઅ અને મક્તઅ એ બંને વચ્ચેની કડીઓની ‘શેર’ કહેવામાં આવે છે. શેરની બીજી પંક્તિમાં રદીફ આવે છે. અને કાફિયા મેળવવામાં આવે છે. ગઝલમાં પાંચથી ઓગણીસ શેરની મર્યાદા છે. તેમાં એકી સંખ્યા અનિવાર્ય છે. ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, એમ શેર હોવો જોઈએ.
પ્રત્યેક શેરમાં બીજી પંક્તિમાં રદીફ આવે અને તેના પહેલાંના શબ્દમાં કાફિયા મેળવવામાં આવે છે. રદીફ મત્લઅથી નક્કી થાય છે.
ગઝલના છંદને બહેર કહેવામાં આવે છે. ગઝલમાં ૧૦૦૦ ઉપરાંત છંદોનો પ્રયોગ થયો છે. શેરની પહેલી પંક્તિને ઉલા અને બીજી પંક્તિને સાની કહેવાય છે.
ટૂંકમાં કહીએ તો ગઝલમાં મત્લઅથી રદીફ અને કાફિયા ઉપરાંત બહેર નક્કી થાય છે. ગઝલના બાહ્ય સ્વરૂપની ઉપરોક્ત માહિતી તેના વિશે પ્રકાશ પાડે છે.
ગઝલ એ કાવ્ય છે તે દૃષ્ટિએ, તેમાં તેના બાહ્યદેહની સાથે આંતર કાવ્યનાં લક્ષણોવાળું હોવું જોઈએ. ગઝલમાં પ્રણયની અનુભૂતિ ફિલસૂફની માકફ વ્યક્ત કરવામાં આવે છે. ગઝલના વિષયો જીવન અને મૃત્યુ પછીની પરિકલ્પનાઓ સુધી વિસ્તાર પામ્યા છે. પ્રણયની અનુભૂતિ, મિલન-વિરહ, તડપનની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ એ ગઝલનું પરિબળ છે. સૂફીવાદની પ્રણય વિષયક વિચારધારાનો ગઝલમાં આવિર્ભાવ થયો છે.
ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એમ બે પ્રકારની અભિવ્યક્તિ કરનારી ગઝલો છે.
ગઝલના આંતરદેહનો વિચાર કરતાં એમ કહી શકાય કે ગઝલ એ પ્રેમની જબાન છે. ગીત અને ઊર્મિકાવ્યના વિષયો ગઝલમાં સ્થાન પામ્યા છે. ગઝલકારની અભિવ્યક્તિ ભાવવાહી અને રસિક હોવાથી હૃદયસ્પર્શી બને છે.
પ્રણયભાવના કે પ્રેમ માનવ જીવનનું અતિપ્રેરક પરિબળ છે એટલે કવિઓએ તેનો મહિમા વિવિધ રીતે ગાયો છે. આ પ્રેમ ભૌતિક હોય કે આધ્યાત્મિક પણ હોય પરિણામે આવી ગઝલો શ્રોતાઓ વાચકોને રસનિમગ્ન કરવાની ઊંચી ક્ષમતા ધરાવે છે.
ગઝલમાં ગેયતા—લય તો હોય છે જ પણ તેની સાથે અલંકારો, પ્રતીક, કલ્પનના પ્રયોગ, માનવ ચિત્તની સંવેદના- ભાવ જગતને વ્યક્ત કરવામાં ઉપયોગી બને તેવી રીતે વણાયેલાં હોવા જોઈએ.
ગઝલની ભાષા પ્રત્યાયનમાં અનુકૂળ બને તેવી જોઈએ તેની ભાષા ક્લિષ્ટ, તત્સમ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International