________________
પ્રકરણ-૨
૯૫
દુહો તિહાં કહિજઈ જિહાં બેઠા હોય સુજાણ,
અધૂરે પૂરો કરે પૂરો કરે વિખાણ. લોકોની મંડળી જામી હોય અને મંડળીના સભ્યો વાતો કરતા હોય ત્યારે દુહો કહેવાનો રિવાજ પ્રચલિત હતો દુહો કહેનાર ચતુર હોય તો જ રંગ જામે છે. દુહો માત્ર જોડકણું નથી. એમાં ઊર્મિતત્વ પણ અસ્તિત્વ ધરાવે છે.
ખાવું ખોઈમાં ને ભૂખ વિના ભાવે નહિ,
દુહો દિલમાં ને ઉલટ વિના આવે નહિ. આવા જ અર્થવાળો બીજો દુહો પ્રચલિત છે.
દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વૈયા વરૂની વેદના તે વાંઝણી શું જાણે ? ઉલટવાળા દુહા સાચા દુહા કહેવાય છે. તેમાં પાદપૂર્તિ પણ થતી હોય છે. જગતનું હાલ પ્રાપ્ત પ્રાચીન સાહિત્ય નિહાળીએ તો ભારતીય વેદો છંદોમય છે. ઈશની અવસ્તા અને ગ્રીકનું સાહિત્ય છંદમાં છે. ગ્રીક લોકોમાં એક એવી માન્યતા કે ઈ. સ. પૂર્વે આઠમી સદીમાં થયેલા આર્કિલોક્સ નામના કવિએ સૌ પ્રથમ લઘુ-ગુરુની વ્યવસ્થા વિચારી અને છંદ રચના કરી ભારતીય વૈદિક વાડુમયમાં એક કથા એવી છે કે સ્વર્ગમાં રહેતા સોમ નામના રાજાના મુખમાં એક દિવસ અચાનક છંદો બદ્ધ વાણીએ જન્મ લીધો. શરૂઆતમાં આ વાણી પશુતુલ્ય એટલે કે ચતુર્પદ હતી પછી ત્રિપાદ અને છેલ્લે ક્રિપાદ બની મનુષ્ય સ્વરૂપ પામી ઋષિ મુનિઓ અને મનુષ્યો ક્રિયાદ વાણીને આરાધવા લાગ્યા.
દુહાનું બંધારણ દુહો માત્ર મેળ છંદ છે. તેનાં ચાર ચરણ (પંક્તિ) છે પ્રથમ અને તૃતીય ચરણાં ૧૩ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. આ દુહાના ત્રણ પ્રકાર છે. તે તેના અન્ય પ્રાસમાંથી નીપજ્યો છે. બીજા અને ચોથા ચરણને અંતે મળે તે “સાદો દુહો છે. પહેલા અને ત્રીજા ચરણના અન્યપ્રાસ મળે તેવો “સોરઠીયો દુહો” બીજા પ્રકારનો છે. બીજા અને ત્રીજા ચરણનો અન્ય પ્રાસ મળે તેવો ત્રીજા પ્રકારનો મધ્યમેળ દુહો છે. મધ્યમેળ દુહા સોરઠી દુહામાં વધુ પ્રાપ્ત થાય છે. સોરઠિયો દુહો ભલો, ભલી, મરવકી બાન જોબન છાઈ ધણ ભણી, તારા છવાઈ રાત. | ઋતુ વર્ણનનો દુહો જોઈએ તો આંબા હિલોળે આવિયા, શાખ રસ ન સમાય. કહેજો ઓઘા કાનને, જેઠ વરસ્યો જાય. દુહો એ ગેય કાવ્ય છે. સોરઠી દુહામાં મધુરતાની સાથે કરૂણરસની અભિવ્યક્તિ હૃદસ્પર્શી બની છે. ગવાતા દુહા જીવંત સ્વરૂપે પ્રચલિત છે. તેમાં પ્રાસ મળવો જોઈએ. એટલે દુહો લાધવયુક્ત ભાવવાહી ગેય રચના તરીકે લઘુ કાવ્ય તરીકે સ્થાન પામે છે. ગુજરાતી ભાષાના ઉદ્ભવનું મૂળ સિદ્ધહેમ વ્યાકરણના આઠમાં અધ્યયના અપભ્રંશ ભાષાના દુહા છે. આ દુહા સ્વતંત્ર કાવ્ય પ્રકાર ઉપરાંત ભાષા વિકાસની આધારભૂત ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ( પા. ૪૬ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org