________________
૧૧૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા - કેતક જણાવે છે કે કાવ્ય દ્વારા લોકોત્તર ચમત્કારકારક વૈચિત્ર્યની ભાવકને અનુભૂતિ થાય છે. એ સાક્ષાત્ અનુભવની બાબત છે. તર્ક કે અનુમાનનો વિષય નથી. (નગીનદાસ પારેખ પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી સેકટર-૧૭ ગાંધીનગર
(સંદર્ભ–પા. ૬-૭) કુન્તકનો કાવ્ય વિચાર) હરિયાળી સ્વરૂપને સમજવા માટે વક્રોક્તિનો મત સુસંગત લાગે છે. વિચિત્ર અભિવ્યક્તિ દ્વારા રહસ્યમય અનુભૂતિ થાય છે.
अगरचंदजी नाहटाका हरियाली विषयक मतः
जैन कवियोंने हियाली संज्ञक ऐसी बहुत सी रचनाएं की है जो बड़ी ही समस्या मूलक्त होती है । हियाली शब्द का सबसे प्राचीन उल्लेख प्राकृत भाषा के वजालग्ग ग्रन्थमें देखने को मिलता है । उसमें दी हुई हियालियों से पखी प्राचीन राजस्थानी भाषाकी हियालिये कुछ भिन्न प्रकारकी है। इसे हमे हियाली क स्वरुप विकास की जानकारी मिल વાતી હૈ (૨૦).
કૂટકાવ્ય રચના સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તેને માટે દષ્ટકૂટ શબ્દ પ્રયોગ થાય છે. હરિયાળી ઉલટબાસીની માફક આ શૈલીની રચનાઓ તેની સાથે સામ્ય ધરાવે છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી એને “વિચિત્ર પદ રચના નામથી ઓળખાવે છે. દષ્ટકૂટ રચના વિષય કે વસ્તુનું પદ્યમાં વર્ણન નિરૂપણ કરવામાં આવે છે. આ કાવ્ય રચના વાંચીને વાચક ભ્રમમાં પડી જાય છે. તદુપરાંત કવિનું પાંડિત્ય પ્રગટ થવાની સાથે વાચકવર્ગના જ્ઞાનની કસોટી પણ થાય છે. જૈન સાહિત્યની વર્ણનાત્મક હરિયાળીઓનો સંચય કૂટકાવ્ય પ્રકારનો છે. હરિયાળીમાં લોકોનું આકર્ષણ જમાવવાની શક્તિ રહેલી છે.
કૂટ કાવ્યમાં વિનોદ અને મનોરંજન થાય તે સ્વાભાવિક છે પણ હરિયાળીમાં રહેલો ગૂઢાર્થ ધીર ગંભીર બનીને સમજવાનો તે દૃષ્ટિએ આવી હરિયાળીઓ પ્રતીકાત્મક સ્વરૂપની ગણાય છે. પ્રતીકો સાંપ્રદાયિક અને લોકવ્યવહારનાં હોવા છતાં તેમાં રહેલો અધ્યાત્મવાદ-વૈરાગ્ય અને નિરાકાર ઉપાસનના વિચારો જાણવા મળે તેવો હેતુ છે. હિન્દી ભાષાના કવિ વિદ્યાપતિ અને સૂરદાસના પદ્યમાં કૂટકાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
જૈન ધર્મના સ્તોત્ર સાહિત્યમાં પરમપ્રભાવક અને અદ્દભુત ચમત્કારયુક્ત ઋષિમંડલ સ્તોત્ર જાણીતું છે. તેના પૂજનમાં કેટલાક મંત્રોનો સમાવેશ થયો છે. તેમાંનો એક મંત્ર “રાક્ષઃ નમ: વીહી” આ મંત્રમાં કૂટ શબ્દ પ્રયોગ નોંધપાત્ર ગણાય છે. મંત્રાક્ષરોમાં પ્રયોજાતા સ્વર અને વ્યંજનો માત્ર એક-બે-અક્ષર નથી પણ તે મંત્રાક્ષરોમાં ગર્ભિત રહસ્ય રહેલું છે. મંત્રનો અર્થ જાણવાથી આ વાત સ્વાભાવિક રીતે સમજી શકાય છે. હરિયાળીના સ્વરૂપમાં ‘કૂટ કાવ્ય” પ્રયોગ થાય છે તે યથાર્થ લાગે છે.
ભાષા એક સમર્થ માધ્યમ છે કે એના ઉપાદાન દ્વારા અનુભૂતિની કલાત્મક અભિવ્યક્તિ કરવામાં આવે છે. તેમાં માત્ર શાબ્દિક અનુભૂતિ નથી પણ સર્જકના ચિત્ત અને બુદ્ધિની પ્રતિભાથી અભિવ્યક્તિમાં અવનવી કલ્પનાઓનો સમન્વય સધાયેલો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org