________________
પ્રકરણ-૨
૧૧૭
હરિયાળી સ્વરૂપને સમજવા માટે અન્ય પ્રાદેશિક ભાષા સાહિત્યની માહિતી વધુ ઉપયોગી નીવડે છે.
બાઉલ ગીતઃ બંગાળી ભાષામાં બાઉલગીત વધુ પ્રચલિત છે. તેમાં આધ્યાત્મિક પ્રણયની વિભાવના અવળવાણીનો આશ્રય લઈને પ્રગટ કરવામાં આવે છે. બાઉલ એટલે ભગવત્ પ્રેમમાં વ્યાકુળ-વ્યાપ્ત–વિક્ષિપ્ત એમ થાય છે. બંગાળી સાહિત્યમાં સાધકો માટે બાઉલ શબ્દ પ્રયોગ થાય છે. એમની વાણીને બાઉલગીત કહેવામાં આવે છે. આ ગીતો વ્યક્તિગત સાધનાની નીપજ છે. ઉલટબાસી કે અવળવાણીમાં સાધનાગત અનુભૂતિ ઉપરાંત લોકોનું આ તરફ આકર્ષણ થાય તેવો હેતુ રહેલો છે.
- હરિયાળીના તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ બાઉલગીતની ઉપરોક્ત માહિતીના સંદર્ભમાં ચાર બાઉલગીત સાથે દષ્ટાંતરૂપે નોંધવામાં આવ્યાં છે.
Songs of this type which are still now to be heard in the rural areas partiularly of Bengal, are genrally known as tha Songs of the ulta Boul (QUCG)... The enigmatic Style was a popular technique also with the Vaishnav and the bouls of Bengal Ragatmic Padas of Chandidas are full techniqualities and riddles. (૨૪)
They proceed ina direction opposite to that followed by the general run of Pupil... It is for this reason that the boul would call their path Ulta (the Reverse) and would Call the porcess of their spiritual advance as the process of proceeding against the Current (૨૫).
હરિયાળી કાવ્યો રચવાનું પ્રયોજન શું છે? તેનો પણ વિચાર કરવો જોઈએ.
અધ્યાત્મ સાધના અને તત્ત્વની ગહન વાતો જનતા સુધી પહોંચાડવા માટે હરિયાળી કાવ્યો રચાયાં છે. તેમાં રહેલા વિચારો આત્મોન્નતિકારક છે. કવિની અભિવ્યક્તિમાં ગૂઢાર્થ ભાવની ગંભીરતા-અર્થઘનતા રહેલી છે. વળી આવો અર્થ સીધી રીતે પ્રગટ થતો નથી એટલે ગુપ્તતાગોપનનો પણ અંશ રહેલો છે. કવિઓએ આવી કાવ્ય કૃતિઓ દ્વારા સર્વમાન્ય પ્રયોજન આનંદનું છે તે તો સૌ કોઈ સ્વીકારશે. આ આનંદ સામાન્ય કોટીનો નથી પણ અતિઉચ્ચતમ એવા આત્માનુભૂતિની કક્ષાએ લઈ જાય છે. તેમાં આનંદ, આશ્ચર્ય, જિજ્ઞાસા અને આકર્ષણ દ્વારા અનેરો રસાસ્વાદ થાય છે. તેનાથી સાચા અર્થમાં મનોરંજન થાય છે. કવિઓ વિદ્વાન છે. એમની કલ્પનાઓ અને વિચારો પણ અવનવા છે. બન્નેના સમન્વયથી રચાયેલી હરિયાળી દ્વારા એમના પાંડિત્યનો ખ્યાલ આવે છે. સામાન્ય વાચકવર્ગને આવી કૃતિઓનું પ્રત્યાયન થાય નહિ. બુદ્ધિને કસોટીએ ચઢાવે તો જ અર્થ પામી શકાય તેમાં પાંડિત્ય દર્શાવવાનો હેતુ પણ રહેલો છે એમ માનીએ તો વાંધો નથી. જૈન સાધુ કવિઓ અધ્યયન-અધ્યાપન અને સ્વાધ્યાયમાં ખૂબજ પ્રવૃત્તિશીલ હોવાથી એમનું જ્ઞાન પણ અગાધ છે. આવા જ્ઞાનના વારસાને કાવ્ય દ્વારા વ્યક્ત કરીને કવિત્વ શક્તિની સાથે જ્ઞાનની ગહનતા ચિંતન અને મનના અંતે વ્યક્ત થયેલા ઉપદેશાત્મક વિચારો પ્રગટ થાય છે. હરિયાળી કાવ્યોએ કવિઓના ઊંડા જ્ઞાનના પ્રતીક સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org