________________
પ્રકરણ-૨
૧૧૫
બાહ્ય જગતમાં વિદ્યમાન પદાર્થોને અનુભવોને આધારે વ્યક્ત કરવા સરળ છે. જ્યારે માનવ ચેતનાના સંસ્પર્શથી અંતરમાં ઉદ્ભવેલા તરંગો, વિચારો ને સૂક્ષ્મ ભાવનાઓ વ્યક્ત કરવી અતિ કઠિન કાર્ય છે. અંતસ્તલમાં હજી પણ કંઈક અવ્યક્ત છે તેને પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છાથી હરિયાળી પ્રકારની રચનાઓ પ્રગટ થઈ હોય તેમ સંભવે છે. કવિ પોતાની અભિવ્યક્તિને વધુને વધુ સમર્થ બનાવવા માટે પુરુષાર્થ કરે છે આવી મનોવૃત્તિ સામાન્ય માનવ સમૂહ કરતાં સર્જકમાં વિશેષ પ્રબળ હોય છે તે કારણથી હરિયાળી પ્રકારની રચનાઓનો ઉદ્દભવ થયો છે. ભાવ સ્થિતિની સૂક્ષ્મતાને વ્યક્ત કરવા માટે પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે. આવી પ્રતીકાત્મક અભિવ્યક્તિ હરિયાળીનું અંગભૂત લક્ષણ બને છે. તેમાંથી નિષ્પન્ન થતો અર્થ ચમત્કૃતિવાળો હોય છે.
રાજસ્થાની ભાષામાં હિયાલી ગેય પદ્યરચના છે. ૧૩મા શતક સુધીમાં હરિયાળી સાહિત્ય મળે છે. આવી હરિયાળી સાંભળીને બાળકો, યુવાનો, વૃદ્ધો બધો તેનો અર્થ સમજવા માટે બુદ્ધિને કસોટીએ ચઢાવે છે. તેનો જવાબ પરિચિત તથા સાદો હોવા છતાં ખ્યાલ આવતો નથી પણ જ્યારે જવાબ મળે છે ત્યારે આનંદ સાથે અજ્ઞાનતાને કારણે દુઃખ પણ થાય છે.
હરિયાળી પ્રાચીન ગુજરાતી રાજસ્થાની સાહિત્યની એક મનોરંજક રચના છે. જેના પઠન પાઠનથી બુદ્ધિની તીક્ષ્ણતાની સાથે સાહિત્યનો અનેરો રસાસ્વાદ થાય છે. વળી તેમાંથી આધ્યાત્મિક જ્ઞાનના ઉપકારક વિચારો પ્રાપ્ત થાય છે.
બુદ્ધિની પરીક્ષાના સંદર્ભમાં પ્રહેલિકા સમાન કાવ્ય રચનાને રાજસ્થાની સાહિત્યમાં પિયાલી' કાવ્ય કહેવામાં આવે છે. આ શબ્દ પ્રયોગ વિશે અગરચંદજી નાહટા એમ જણાવે છે કે ૧૨મી ૧૩મી સદીનો પણ ઉચ્ચ કોટિનો કવિ પણ હતો. ૧૧મી સદીના કરીરૂદ્દીન અત્તાર ૧૨મી સદીના જલાલુદ્દીન રૂમી આવી રચનાઓ માટે જાણીતા છે.
ઉપરોક્ત સંદર્ભોનો તુલનાત્મક વિચાર કરીએ તો જૈન સાહિત્યની હરિયાળીના મૂળમાં રાજસ્થાની “હિયાલી’ શબ્દ રહેલો છે. કવિ ગોરખનાથની એક પંક્તિમાં ‘હિયાલી' નો ઉલ્લેખ મળે છે.
“યાદ દિયાની ને શોર્ડ તા નો શી તુ મુવન સુફી.” (૨૨) રાજસ્થાનમાં જમાઈની પરીક્ષા કરવા માટે શ્વસુર પક્ષ તરફથી પ્રચલિત પ્રહેલિકાઓ અને અટપટી માહિતી પૂછવામાં આવતી હતી. તેને માટે “હિયાલિયા' શબ્દપ્રયોગ થતો હતો. આ સંદર્ભ પણ “હરિયાળી” શબ્દને સમર્થન આપે છે.
- રાજસ્થાની ભાષાના “પિયાલી' શબ્દના મૂળમાં હિય-હૃદયનો સંબંધ જણાય છે. હૃદય શબ્દ પરથી હિય બનીને રિયાલી શબ્દ રચના થઈ એમ લાગે છે. આ રચના ચોટદાર, વેધક અસર કરે તેવી છે. તેમાં રહેલો ગૂઢાર્થ અને અભિવ્યક્તિમાં વિરોધાભાસ હોવાથી તેની વેધક અસર થાય છે પણ ગૂઢાર્થ સમજાય એટલે વેધક્તાની માત્રા વધુ પ્રબળ બને છે. ‘હિયાલી” શબ્દ પરથી જૈન સાહિત્યમાં હરિયાળીનો પ્રયોગ થયો હોય એમ માનવાને માટે આ સંદર્ભ સમર્થન આપે છે. હિયાલીના ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org