________________
પ્રકરણ-૨
૧૧૩ પાનીમેં મીન પ્યાસી, મોહે દેખત આવે હાંસી.” આ પંક્તિ દ્વારા આત્માને નહિ ઓળખનાર અને બાહ્ય જગતમાં શોધવા નીકળનાર અબૂઝ માણસની હાંસી મજાક કરી છે. દયારામનો કુંડળિયો “પારસમણિને વાટકે, ભટજી માગે ભીગ'. અને “ધીરાનું પદ ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ પણ આજ પ્રકારની ઉક્તિ છે.
- કવિ અજિતસાગર–અવળ વાણીનો અર્થ કરવામાં શાસ્ત્રો-પુરાણો કે ન્યાય ભણેલા પંડિતનું કામ નથી. ન્યાય ભણેલા કે વ્યાકરણ શીખેલા પંડિતો તો માત્ર શબ્દાર્થ જ કરી શકે છે કે તે સંબંધી ઉહાપોહ ચલાવી શાસ્ત્રાર્થ સાધી શકે છે પણ અવળવાણીના ખરા અર્થને તે પામી શકતા નથી. અવળવાણીનો અર્થ કરવો એ અનુભવી મહાત્માઓનું કામ છે, એમાં ડહાપણ કામ કરતું નથી. એક કહેવત છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોંચે અનુભવી'.
હરિયાળીમાં કોઈ વસ્તુ કે વિષયનો નામોલ્લેખ કર્યા વગર તેના ગુણોનું વર્ણન કરવામાં આવે છે તે ઉપરથી વર્ણવિષય કે વસ્તુનું નામ શોધી કાઢવામાં બુદ્ધિને કસવી પડે છે અંતે નામ પ્રાપ્તિ થતાં કવિતાનો ચમત્કૃતિપૂર્ણ આનંદ અનુભવી શકાય છે અને આશ્ચર્ય પણ થાય છે. ટૂંકમાં હરિયાળી એટલે પરોક્ષ રીતે સાનંદાશ્ચર્ય અનુભવ કરાવતી અધ્યાત્મ વિષયક રચના છે. પ્રાકૃત ભાષામાં ૧૨ મી ૧૩મી સદીમાં (સુભાષિત ગ્રંથો) પિયાલી નામની પદ્યાવલી રચના મળે છે. જૈન સાહિત્યમાં આનો વિકાસ થયેલો છે. પ્રબંધ રચનાઓમાં આવો સંદર્ભ મળી આવે છે એટલે ‘હિયાલી' સ્વરૂપની સ્વતંત્ર રચનાઓ નથી.
કવિ સમયસુંદરની રચના નળદમયંતી ચોપાઈમાં છંદ દુહાની સાથે હરિયાળી પણ જોવા મળે છે.
હરિયાળી રચનાઓ વિવિધ કવિઓએ કરી છે. અને તેના સ્વરૂપમાં નવીનતા હોય છે. સંખ્યાવાચક શબ્દો હોય, કોયડો કે સમસ્યાને પણ હરિયાળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગણિતના પ્રશ્નો પણ હરિયાળી રૂપે પૂછવામાં આવતા હતા. ઉદા. – एक समैवृषमान लली काहार विहारमें तूटी मिरया सैतिस सेज और तिरसक अंचल और सत्तर ग्वालिन लूटि लियो अर्धम भाग मिरयो छिति पै प्रभु पंचम भाग चुराइ लियो नवम भाग सहेलिन के वगहि उग्त् वोतिक मोतीन हार गिरयो मोती । (१८)
(હિન્દી સાહિ. બૃહદ્ ઇતિહાસ પા.–૫૦૯) (મોતી) ભારતીય સાહિત્યમાં કાવ્ય વિશે કેટલાક મત પ્રચલિત છે. તેમાં કુતકનો વક્રોક્તિવાદ કાવ્ય મીમાંસામાં નવો અભિગમ છે. કાવ્યમાં વક્રોક્તિવાદ પણ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. કવિએ જે કિંઈ કહેવાનું હોય છે તે પોતાની આગવી રીતે કહેવાનું છે તેમાં વક્રોક્તિનો આશ્રય લેવામાં આવે છે. વક્રોક્તિ એટલે જે ઉક્તિ અસાધારણ છે, વિચિત્ર છે, અતિશયવાળી છે, રમણીય છે, વિદગ્ધતાની છટાવાળી છે, જે પ્રતિભાવંત કવિની પ્રવૃત્તિનું પરિણામ છે. કૃતિના ભાવનથી ભાવકને વૈચિત્ર્યનો અનુભવ થાય છે તે અર્થમાં તે અલૌકિક છે. કવિ પ્રસિદ્ધ માર્ગ ત્યજી દઈને અર્થ અન્યથા કહે છે. વક્રોક્તિ એ કવિ કૌશલ્યની છત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org