________________
પ્રકરણ-૨
૧૧૧
આવે છે. પારિભાષિક પ્રતીકો : તેમાં સાંપ્રદાયિક અને ધાર્મિક સંબંધ ધરાવતા શબ્દોનો પ્રયોગ થાય
છે.
સંખ્યામૂલક પ્રતીકો : તેમાં સંખ્યાવાચક શબ્દો સંકેત તરીકે પ્રયોજાય છે. તેમાં પણ
સાંપ્રદાયિક શબ્દોનું પ્રમાણ વિશેષ છે. રૂપકાત્મક પ્રતીકો : અધ્યાત્મ સાધનાની અનુભૂતિને રૂપકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
આ પ્રતીકો નિરાકાર ઉપાસના દ્વારા જ્ઞાનશક્તિના આવિષ્કાર સમાન
છે. સમસ્યામૂલક પ્રતીકો : કોઈ એક સાધન કે વસ્તુનું વર્ણ કરીને તેનું નામ શોધવાનું હોય છે,
તદુપરાંત પ્રહેલિકા સમાન રચના કરીને વસ્તુનું નામ શોધવાનું હોય
હરિયાળી પ્રકારની કૃતિઓમાં આવાં પ્રતીકોનો વિશેષ પ્રયોગ થયેલો હોવાથી સમગ્ર કાવ્યરચના અન્ય કાવ્ય પ્રકારો કરતાં વિશિષ્ટ કોટીની ગણાય છે.
सुंदरदास - सुंदर उलट बात है समझो चतुर सुजान ।
ઉલટબાસી એક શૈલી વિશેષરચના છે તેમાં ઉલટીવાત, ઉલટો ખ્યાલ, અટપટી વાણી એમ સમજાય છે. ઉલટબાસીમાં ઉલટ શબ્દ વિશેષણયુક્ત છે જે વાણીની વિશેષતા દર્શાવે છે. ઉલટબાસી એક એવી રચના છે કે સમજ્યા પછી તૃપ્તિ-સંતોષનો અનુભવ થાય છે. રહસ્યમય વિચારોને પ્રગટ કરવા માટે અતિકઠિન અને દુર્બોધ પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે.
અભિધા શક્તિથી અર્થ થતો નથી એટલે કુતૂહલ વૃત્તિ થાય છે. શબ્દ વૈચિત્ર્ય અને અસંભવિત ઉક્તિઓ હોય છે. ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાને આવી રીતે વ્યક્ત કરવામાં આવે છે. આચારશુદ્ધિ અને ઉપદેશની સાથે અધ્યાત્મવાદની ઉક્તિઓ વિશેષ છે.
ઉલટબાસી એટલે ઉલટા ભાષણ, અવળી વાણીની રચના. (૧૩)
ગુજરાતીમાં સાહિત્યમાં અવળવાણી હિન્દી સાહિત્યમાં ઉલટબાસી અને જૈન સાહિત્યમાં હરિયાળી' કાવ્ય સ્વરૂપની વિવિધ પ્રકારની વિગતો ઉપલબ્ધ થાય છે.
હિન્દી સાહિત્યના કવિ સુંદરદાસ ઉલટબાસીને વિપર્યમૂલક સંજ્ઞાથી ઓળખાવે છે. સંતકબીરની ઉલટબાસી રચનાઓ થઈ ત્યાર પહેલાં નાથ સંપ્રદાય અને બૌદ્ધ સાહિત્યમાંથી આવી કૃતિઓ પ્રાપ્ત થાય છે.
કવિ ગોરખનાથ ઉલટી ચર્ચા નામથી ઓળખાણ આપે છે. તુલસીદાસ ઉલટી રીતે અને શિવદયાલ ઉલટી ચર્ચા એવો અર્થ જણાવે છે.
ડૉ. પરશુરામ ચતુર્વેદી સંભાવનાઓનો સંકેત છે એમ માને છે. ડૉ. સરનાથસિંહ “બાંસી શબ્દ બોસ (વાંસ) ઉપરથી નિષ્પન્ન થયો છે તેમ માને છે. તેનો અર્થ નિહિત (અંદર રહેલું) છે (નિવાસ) તે દૃષ્ટિએ તેમાં ઉલટી વાત રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org