________________
પ્રકરણ-૨
૯૯
અનન્ય પ્રેરક હતી એટલે કાવ્યકૃતિઓ જીવનલક્ષી બની હતી. કાવ્યને એક માધ્યમ સ્વીકારીને ધર્મ-જાતિ-સદાચાર આત્માની મુક્તિ જેવા ઉદાત્ત વિચારોની અભિવ્યક્તિ થયેલી છે.
પદના વિષયવસ્તુમાં પ્રભુભક્તિ કેન્દ્રસ્થાને છે. ક્રમશઃ ભક્તિ પછી તેમાં સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અને બોધાત્મક વિચારોનાં પદો રચાયેલાં જોવા મળે છે. આવાં પદો ભજન, હાલરડાં, થાળ, આરતી, પ્રાર્થના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ કાવ્ય પ્રકારો મધ્યકાલીન સમયમાં લોકપ્રિય બન્યા હતા. પ્રભાતિયાં, કાફી, ચાબખા, ગરબો ગરબીના પદના જ પ્રકારમાં સમાવેશ થાય છે. તેનો આકાર પદનો છે કર્તવ્ય-વસ્તુ ભિન્ન હોવાથી ઉપરોક્ત નામથી પદોનો પરિચય થાય છે. કાવ્ય સ્વરૂપની વિવિધતામાં પદ અતિ સમૃદ્ધ છે. તેમાં ભક્તોની ભક્તિ યોગીઓની આત્માભિમુખપણાની અનેરી મસ્તીનો અનુભવ પ્રગટ થયેલો છે. ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને જૈન સાહિત્યમાં પદ પ્રકારની વૈવિધ્યપૂર્ણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. પદનાં પ્રેમલક્ષણા ભક્તિ હોવાથી શૃંગારરસનું નિરૂપણ મહત્વનું બન્યું છે પરમાત્માના મિલનની તાલાવેલી અને સમર્પણશીલ ભક્તિમાં શૃંગારરસની અનુભૂતિ થાય છે.
મૂર્તિપૂજાની વિશિષ્ટ પ્રકારની આરાધનાના સંદર્ભમાં થાળ, આરતી, હાલરડાં, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન અને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં ઉપયોગી સજઝાય પર્વની ઉજવણી જેવી કૃતિઓ પદ સાથે સામ્ય ધરાવે છે પણ તેની રચના રીતિ અને આરાધનાની દષ્ટિએ જૈન સાહિત્યમાં સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે વિકાસ થયો છે. જૈન સાહિત્યની ‘પદ સ્વરૂપની કૃતિઓ અતિ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે પદ સ્વરૂપમાં વિસ્તારવાળાં ચરિત્રાત્મકકતાત્મક પદો પદમાળા નામથી ઓળખાય છે તેનો વિષય પ્રભુ ભક્તિ અને એમના જીવન વિષેના પ્રસંગોના નિરૂપણને કેન્દ્રમાં રાખીને રચાયાં છે.
| જૈન કવિઓની પદરચનાઓ સમૃદ્ધ છે તેમાં પ્રભુભક્તિ, ઉપદેશાત્મક વિચારો, તત્ત્વજ્ઞાન તેમજ અન્ય ધાર્મિક પર્વોને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. વળી સાધુ કવિઓ ત્યાગ અને સંયમને વરેલા હોવાથી માનવજીવનની સાર્થકતા માટે ત્યાગ-વૈરાગ્ય અને આત્મા થવાની પ્રેરણા મળે તેવાં પદો ઘણી મોટી સંખ્યામાં રચ્યાં છે તેમાં નિર્વેદ ભાવ-શાંતરસ, ભક્તિરસ અને મોક્ષપુરુષાર્થની સાધનાની અભિવ્યક્તિમાં અનુપમ એવો વીરરસ રહેલો છે. ‘પદ' રચનારા કવિઓમાં યશોવિજયજી ઉપા., વિનય કિર્તીજ્ઞાનસાર ઉપા., આનંદધનજી, ચિદાનંદજી, રૂષભદાસ, ક્ષમા કલ્યાણ, સાધુકીર્તિ રૂપચંદ, અમીચંદ સમયસુંદર, લાલચંદ જિનચંદ, હરખચંદ, જિનદાસ જિનલાભ, ભૂધરદાસ, કવિ ભૂષણ અમીચંદ રામદાસ, સાંકળચંદ, આત્મબુદ્ધિ, સાગરસૂરિ, શ્રાવક કવિ મનસુખલાલ વગેરેનાં પદો પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત કવિઓએ ભક્તિપ્રધાન, બોધાત્મક, તીર્થ માહાભ્ય, વૈરાગ્ય ભાવનીવૃદ્ધિ કારક જેવાં પદો રચ્યાં છે.
આ પદોમાં આત્મલક્ષી, આત્મસ્વરૂપ દર્શન અને તેને પામવા માટેના વિચારોવાળાં પદો પણ ઉપલબ્ધ થાય છે. અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં પદનો જ્ઞાન અને ભક્તિનો વારસો જ્ઞાનપ્રાપ્તિ માટે ઉપકારક નીવડે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org