________________
૯૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા અહીં દુહાનો પ્રયોગ વિષયવસ્તુના સંદર્ભમાં થયો છે. ૭. મંગળાચરણ અને ઢાળના દુહાની પ્રણાલિકાનું દીર્ધ કૃતિઓમાં કવિઓએ અનુસરણ કર્યું છે. ફાગુ, વિવાહલો, વેલિ, ધવલ વગેરે કૃતિઓમાં દુહાનો ઉપયોગ થયો છે.
સ્વતિશ્રી દાયક સદા,પાસ પ્રભુ જિનચંદ, પણમું પદયુગ તેહના, જગ જન નયણાનંદ.
| ૧ || અશ્વસેન કુળ દિનમણિ, વાયારાણી નંદ, ગાશુંતસ વિવાહલો, મંગળરૂપ આનંદ.
|| ૨ ||
(પાર્શ્વનાથનો વિવાહલો) ૮. પૂજા સાહિત્યના પ્રારંભમાં પ્રથમ દુહા દ્વારા વિષય વસ્તુનો નિર્દેશ થાય છે. સમગ્ર પૂજા સાહિત્યમાં આ શૈલી જોવા મળે છે. કવિ હંસવિજયકૃત ગિરનાર મંડળની એકસો આઠ પ્રકારી પૂજા
પ્રથમ પૂજાના દુહા ધનેશ્વર સૂરિરાજકા ઐસા હે ફરમાન, નેમિનાથ નિર્વાણસે વર્ષ સહસ દો માન.
૧ || વીત ગયે બ્રહ્મ કકા નેમિજિન બિંબસાર, રત્નશેઠ પધરાયકે ઉતર ગયા ભવપાર.
|| ૨ | મુખ્ય મંદિર બિંબ સો દિસત હૈ વર્તમાન, પૂજો પ્રણમો પ્રેમ મેં કરકે પ્રભુ ગુણ ગાન.
| ૩ ||
સંદર્ભ
કવિ પંડિત વીર-એક અધ્યાય પા- ૨૭ મધ્ય–સાહિ- ઇતિ. પા- ૪૬.
૧૪. પદ સ્વરૂપ પદ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ચરણ કે પંક્તિ થાય છે. આવા ચાર ચરણની રચના એક ક્ત કહેવાય છે. “પદ' લઘુ-સંક્ષિપ્ત કાવ્ય પ્રકાર છે. તેનો ઉદ્દભવ માનવ હૃદયની લાગણી, ભાવના અને ઊર્મિનાં અભિવ્યક્તિથી થયો છે. મુક્તક કરતાં મોટો અને આખ્યાન કરતાં નાનો એ બેની વચ્ચેનો કાવ્યપ્રકાર છે. પદમાં પ્રેમલક્ષણા ભક્તિ અને ઉપદેશાત્મક વિચારોની અભિવ્યક્તિ થાય છે. ભક્ત હૃદયની ભક્તિનો તલસાટ અને પ્રભુ પ્રત્યેની સમર્પણશીલ ભક્તિનું તેમાં દર્શન થાય છે. અનુભૂતિજન્ય અભિવ્યક્તિનું ચોટદાર નિરૂપણથી પદ સંક્ષિપ્ત હોવા છતાં ભાવવાહી- હૃદયસ્પર્શી બને છે. આ માહિતીને આધારે એમ કહેવાય છે કે પદ સંક્ષિપ્ત, ઊર્મિયુક્ત ગેય કાવ્ય પ્રકાર છે. મધ્યકાલીન સમયના જનજીવનમાં ધર્મપ્રેરક બળ હતું અને તેના સંદર્ભમાં કવિઓએ વિવિધ કાવ્ય પ્રકારોમાં જે કૃતિઓ રચી છે તેનો આધાર વસ્તુ એ ધર્મ છે. આ રચનાઓ સાંપ્રદાયિક હોવા છતાં માનવજીવનના ઘડતર અને ઊર્ધ્વગમન માટે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org