________________
૯૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
પુર્વે જાએં કવણુ ગુણ અવગુણ કવણુ મુએણ, જા બપ્પીકી ભૂંહડી ચમ્પિજ્જઈ અવરેણ ?
એવા પુત્રના જન્મવાથી શો લાભ કે મરવાથી શી હાનિ થવાની છે જેના હોવા છતાં બાપદાદાની ભૂમિ અન્ય (શત્રુ) વડે ચંપાય ?
ભલ્લા હુંઆ જુ મરિયા બહિણિ ? મહારા કન્તુ, લજ્જેજ્જતુ વયંસિ અહુ જઈ ભગ્ગા ઘરૂ એન્જી.
સારું થયું બહેન કે મારા સ્વામી (યુદ્ધમાં) ખપી ગયા ભાગીને એ ઘેર (નાસી) આવ્યા હોત તો સખીઓ આગળ હું લાજી મરત.
દુહા સાહિત્ય સાંસ્કૃતિક વારસાનો અમૂલ્ય વૈભવ છે. લોક કંઠે કાયમ વાસ કરેલા દુહા એ અન્ય પ્રકારના દુહાનું પ્રેરણાસ્રોત છે ડાયરામાં ગવાતા દુહા શ્રોતાઓનાં દિલ ડોલાવી નાખે છે અને હૃદયપટ પર વેધક ચોટદાર અસર નીપજાવે છે. દીર્ધ કૃતિઓમાં વસ્તુનિર્દેશક દુહા છે તો તત્ત્વ દર્શનના વિચારોને પણ સ્વતંત્ર રીતે દુહામાં સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે દુહા એ સારગર્ભિત વિચારોનું પ્રતિનિધિત્વ કરતી સંક્ષિપ્ત અને સરળ શૈલીમાં રચાયેલું કાવ્ય છે. તેમાં જ્ઞાન અને ભક્તિ માર્ગના વિષયોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં સોરઠી દુહા લોકપ્રિય છે. અવારનવાર ડાયરામાં બુલંદ કંઠે દુહા રજૂ થાય છે અને શ્રોતાઓનું મનોરંજન કરવાની સાથે બોધાત્મક વાણીનો પરિચય થાય છે એટલે સોરઠી દુહા લોકભાગ્ય બન્યા છે. સાંપ્રદાયિક સાહિત્યમાં દુહા મોતી સમાન, તેજસ્વી તારલા જેવા, મંદસ્મિત કરતા પ્રકાશ સમાન છે.
જૈન સાહિત્યમાં દુહાનો પ્રયોગ વિવિધ રીતે થયો છે. તેનો દૃષ્ટાંતરૂપે પરિચય નીચે પ્રમાણે
છે.
૧. જિનમંદિરમાં દર્શન કરતી વખતે દુહાનો ઉપયોગ થાય છે.
પ્રભુ દરિશન સુખ સંપદા પ્રભુ દરશન નવનિધ, પ્રભુ દરશનથી પામીએ સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.
Jain Education International
॥ ૨ ॥
૨. ભગવાનની અષ્ટપ્રકારી પૂજાના દુહા કવિ પંડિત વીરવિજયજીએ રચ્યાં છે તેમાં અષ્ટ દ્રવ્યથી દુહો બોલીને પૂજા થાય છે.
પુષ્પપૂજાનો દુહો
સુરભિ અખંડ કુસુમગ્રહી પૂજો ગત સંતાપ,
સુમ જંતુ ભવ્ય જપ રે કરીયે સમક્તિ છાપ.
|| ૧ ||
૩. રાઈપ્રતિ ક્રમણમાં પ્રભાતના સાથે સીમંધર સ્વામી ભગવાનની ચૈત્યવંદન દ્વારા ભાવપૂજા થાય છે ત્યારે દુહા બોલાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org