________________
પ્રકરણ-૨
૮૯ - ત્રીજો ક્રોધ સ્ત્ર છે. તેની સ્ત્રી હિંસા છે. તેના પાંચ દીકરા કુવચન, અહંકાર, ઇર્ષ્યા, મમતા, રિસામણ, અને અધ્યા બહેન છે.
ચોથો પુત્ર લોભ છે. તેની સ્ત્રી તૃષ્ણા છે. તેના પાંચ દીકરા લાલચ, ચાહ, પ્રાહ, અચેત, સ્વાર્થ અને બહેન મમતા છે.
પાંચમો પુત્ર માન છે. તેના પાંચ દીકરા પાખંડ, પ્રપંચ, અશુદ્ધ, ધૂર્ત, કુબુદ્ધિ અને ભ્રમણા બહેન છે.
આ રીતે પ્રવૃત્તિ રાણીનો પરિવાર ૪૧ જણનો છે. પ્રવૃત્તિ રાણી દીકરા-દીકરીના પરિવારને નિહાળે છે. કવિના શબ્દો છે.
એકતાલી જણનું હેત જ એહેવું, સરવે જગતને વખાણ્યું જેહેવું,
રાણી પ્રવૃત્તિ સરવેને જોતી, કુંવરી આશા છે પિયર પનોતી. | ૨૯ એક દિવસ રાજા નિવૃત્તિ રાણીને ત્યાં ગયો અને અહીં શાંતિ મળે છે એમ વિચારવા લાગ્યો.
નિવૃત્તિ રાણીના પરિવારની માહિતી નીચે મુજબ છે. નિવૃત્તિના પાંચ દીકરા, દાન, પુણ્ય, વિવેક, શિયાળ, વૈરાગ્ય, અને અણઆશા નામની દીકરી છે.
“જે કોઈ અણઆશા કુંવરીને વરિયા, તે તો ભવસાગર ક્ષણમાં તરિયા.” અણઆશા કુંવરી પિયરમાં રહીને ભાઈઓની આબરૂ સાચવે છે. અને પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. અણઆશા કુંવરીના પરિવારની માહિતી જોઈએ તો
વિવેક રાજા ને સુમતિ રાણી છે. તેને પાંચ દીકરા અને એક દીકરી; અનુક્રમે જ્ઞાન, સચિત્ત, ભાવ, પ્રકાશ, નીતિ અને શ્રદ્ધા દીકરી. બીજો દીકરો વિચાર છે તેને સુબુદ્ધિ રાણી છે. તેના પાંચ દીકરા અકલ, અકામ, ઉદાસ, સંતોષ, શુચિ, સુકૃત. દીકરી મુક્તિલક્ષ્મી છે.
- ત્રીજો દીકરો શીલ છે. તેની રાણી ક્ષમા છે. તેના પાંચ દીકરા વિનય, સહન, દયા, ગંભીર, મુનિ અને દીનતા દીકરી છે. ચોથો દીકરો સંતોષ છે. તેને શાંતિ રાણી છે. તેના પાંચ દીકરા સત્ય, ધીરજ, વિશ્વાસ, નિઃસંદેહ અને કરુણાવંત. દીકરી સુખી નામની છે.
પાંચમો દીકરો વૈરાગ્ય છે. તેને વિદ્યા નામની રાણી છે. તેના પાંચ દીકરા શમ, દમ, સંયમ, ઉદાસ અને વિરક્ત. અને સરસ્વતી નામની દીકરી છે.
આ રીતે નિવૃત્તિ રાણીનો પરિવાર ૪૧નો છે. કવિના શબ્દો છે :
એ સહુ પરિવાર નિવૃત્તિ કેરો, સી પુરુષનો રંગ ભલેરો,
એહવું કુટુંબ કહાવે જેહને, પારંગત થાય વાર શી જેહને. || ૪૮ છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિનો પરિવાર ૪૧+૪૧ એટલે ૮૨ નો થયો છે.
બને શોક્યો ને તીસરો રાજા, સુખ ભોગવે રહે નિત્ય તારા, પંચ્યાસી જન જગતમાં રહે છે, કાયાનગરીમાં એકઠા રહે છે. || ૫.ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org