________________
જ.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા નિર્દેશ થયો નથી. કવિ નામનો ઉલ્લેખ મળે છે. વળી રચનાનો આધાર ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિ છે એમ માહિતી પ્રાપ્ત થાય છે.
ઉત્તરાધ્યયયનની વૃત્તિ પ્રમુખ થકી, ભાખ્યો એકાધિકાર, આપમતિ કાંઈ હિણ અધિક, કહિઉ, સાચવઈ બુદ્ધિ કરી સારા આણંદ. || ૧૫ શાંતિ જિનેસર સ્વામી સોલમાં ગાયું મન ઉલ્લાસ, બ્રહ્મ કહિનિત સેવા સારતાં, પૂરઈ વંછિત ચાસ આણંદ. I ૧૬ ||
ઇતિશ્રી શાંતિનાથ વિવાહલો સંપૂર્ણ | શુભ ભવતુ. કલ્યાણમ ભૂયાત્લેખક પાઠક્યો ! કવિએ વિવાહલોના આરંભમાં શાંતિ કરણ શાંતિનાથ ભગવાન, નિર્વાણીદેવી અને ગુરુની સ્તુતિ કરીને ધવલ રચના કરી છે એમ સ્પષ્ટ દર્શાવ્યું છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે ધવલ એ વિવાહલોનો પર્યાયવાચી એટલે કે વિવાહ ઉત્સવનું વર્ણન કરતું કાવ્ય છે. કવિના શબ્દો છે.
આરાધું ભવિ શાંતિકર, / શ્રી શાંતિ | ગિરુઆ ગુરૂ વંદુ, ટાલી મનની ભ્રાંતિ નિર્વાણી નામી શાસનદેવી સંભારું,
સોલમા જિનવરનું ધવલ રચિસું હતું સારું શાંતિનાથ ભગવાને પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું તે પ્રસંગનું વિસ્તારથી વર્ણન કરીને ભગવાનનાં પાંચ કલ્યાણકનું અન્ય ઢાળમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અત્રે વિવાહ સાથે સંબંધિત ઢાળની માહિતી પ્રગટ કરવામાં આવી છે. વિવાહ શબ્દ બે અર્થમાં પ્રયોજાયો છે. વિવાહ એટલે ભૌતિક વિવાહ-લગ્ન અને આધ્યાત્મિક વિવાહ દીક્ષા ઉત્સવમુક્તિવધૂને વરવાનો પ્રસંગ એમ સમજવાનું છે. વિવાહ પ્રસંગનું વર્ણન કરતી ઢાળ નીચે પ્રમાણે છે.
વિવાહ અવસર આ વિ૬ કુમર પદવી માંહિ બોલ્યાં વરસસહપચવીશ, હરખ પામી જનક જનની વાર્ધિચિત જગીશ... સહુકો સાજણ રંગે આવી રૂડે હત્થિણા ઉર પુરિ ધ્યામિ, જિહાં નરપતિ વિશ્વસેન નામી . || આંકણી યૌવનવય જબ જાણીયા રે જોઈ રાજકુંઆરિ, કરિપરિવિવાહની મનિ, આણી હરખ અપાર. સહુ રતન મંડપ કર્યા મોટા ચિત્રરંગ અપાર, ચંદુઆ ઉપર બાંધીયા જાણિ અમર મંદિર અતિશાર. ૧૯
(ઢાળ : સિંહાસનથાપિન)
૧
૭
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org