________________
પ્રકરણ-૨
૭૧ ૨. નેમિનાથ રાજિમતી બારમાસ.
આ હસ્તપ્રત સં. ૧૫૮૧માં લખાયેલી છે. તેના કર્તા મુનિ ચારિત્રકળશ છે. ચારણી ભાષાની બારમાસામાં હરિગીત છંદની સાથે બબ્બે ત્રણ ત્રણ અનુપ્રાસ વાળી રચના છે એટલે કવિત્વ શક્તિનો વિશિષ્ટ પરિચય પ્રાપ્ત થાય છે. નેમ-રાજુલની કથાની લોકપ્રિયતા, કથનશૈલીની વિવિધતા અને રસિકતાથી બારમાસા કાવ્યકૃતિ આસ્વાદ્ય બની છે. દૃષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. ( પા. ૨૭૯).
રાઈ રાજલિ વિરહ વ્યાકુલિ નેમિ નામ જ સમરતી, નાઈ-પાખઈ અંગિ માહરઈ કિમઈ ન હોઈ શિવરતિ. નિસુણી સ્વામી? પસાઉ કીજઈ લાહુ લીજ જોવણ, તઈ કાંઈ દંડી રે મેહલિ ઠંડી દિક દોસ કિઅપહરણઉ. આસાહિં ઊન, અતિ વલીએ ગાજઈ ગુહિરહુ મેહકિ, ઝબઝબ ઝબક્કઈ વીજલીએ સાલઈ વાર્લિ ભ. નેહ કિં. અસાઠ-માસિ ઊનયઉ અતિધણ ગયણમંડલ છાહી ઉં, રઈ વાર્દિ મોર દાદૂર વાઉ સુપર વાઈલ માસ શ્રાવણિ મેહ વરસઈ નારિ મરસિઈ વિરહણી. નેમિ-સ્વામી નૈવ જાણઈ વિરહ-વેયણ અસ્વતણી, માસિ કાતિ નેમિ રાતિ દુઃખિ ઘાતી મુજ ગયુ
કાજલ સારી નયણિ નારિ લોકપ્રિયભણી સામહિ ઉ. ૩. નેમિનાથ ચતુર્માસ ફળ
મહોપાધ્યાય સિદ્ધિચંદ્ર ગણિએ આ કૃતિની રચના કરી છે. પૂ. શ્રી અકબર બાદશાહના સમકાલીન હતા અને ૧૦૮ અવધાન કરીને બાદશાહને આશ્ચર્યચકિત કર્યા હતા. બાદશાહે ગુરુના અવધાનથી પ્રસન્ન થઈને ખુરફહર' નું બિરૂદ આપ્યું હતું. પૂ. શ્રી બાણભટ્ટની કાદંબરીનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો.
કવિએ ચાર માસનો ક્રમ શ્રાવણ-ભાદરવો- આસો અને કારતકનો દર્શાવ્યો છે. તેમાં સમકાલીન મોગલ સામ્રાજયના પ્રભાવથી ફારસી ભાષાના શબ્દ પ્રયોગો થયા છે. કવિએ દુહા અને હરિગીત છંદના પદબંધમાં ચાર માસનું વર્ણન કર્યું છે. કવિની વિશેષતા એ છે કે પહેલાં છંદનો અન્ય શબ્દ બીજા છંદના પ્રારંભમાં સ્થાન પામ્યો છે. કવિની પ્રાસ યોજના ચારણી ઋતુગીતને અનુસરે છે. સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં આ કૃતિ રચાઈ હોય એમ સંભવ છે. સ્થૂલિભદ્ર નવરસો
કવિ ઉદયરત્નએ સં. ૧૭૫૯માં રચના કરી છે તેમાં વસ્તુવિભાજન માટે સ્વાધ્યાય શબ્દ પ્રયોગ થયો છે તેને પદ પણ કહેવામાં આવે છે. સ્થૂલિભદ્રના સંસારી જીવનમાં કોશાનો અપૂર્વ સ્નેહ હતો સ્થૂલિભદ્ર સાધુ થયા છતાં પણ કોશાનો પ્રેમ તો પૂર્વવત્ હતો અને તેના ઉત્કટ
પ્રેમભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. કવિએ દુહા અને ગેય દેશમાં કાવ્ય રચના કરી છે. અષાઢ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org