________________
૮૪,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નહીવત છે.
વાલ્મીકિ રામાયણ વિશે કહેવાય છે કે – સ્નો સ્નોર્વમાં તિઃ | શ્લોક વિષે સામાજિક સંદર્ભ પણ વિચારવા જેવો છે. લગ્ન પ્રસંગે વરકન્યા પક્ષમાં સામ-સામી બોલાતી પંક્તિઓ માટે લોકો શબ્દ પ્રયોગ થાય છે. વિમલ પ્રબંધ કાવ્યમાં કવિએ લાવણ્ય સમયે આ પ્રણાલિકાનો ઉલ્લેખ કર્યો છે. અપકીર્તિ- અવયવના અર્થમાં પણ “સલોકો’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. વિમલ મંત્રીશ્વર લગ્નના માંડવે આવી પહોંચે છે ત્યારે શ્લોકો ગાવામાં આવે છે એટલે વિવાહ વિધિ એક ભાગ રૂપે સલોકોનો ઉપયોગ થાય છે. જૈન સમાજમાં લગ્ન પ્રસંગે નેમજીના સલોકો ગાવાનો રિવાજ હતો. આજે આ રિવાજ લુપ્ત થઈ ગયો છે.
જૈન સાહિત્યમાં લોકો પ્રકારની રચનાઓ ૧૮મી સદીથી પ્રાપ્ત થાય છે. લોકોનું વિષય વસ્તુ પરંપરાગત એટલે જૈન ધર્મના તીર્થકરો, મહાપુરુષો, તીર્થો, સાધુચરિત, દુર્ગુણ ત્યાગ કરવા માટેના ઉપદેશાત્મક સલોકો રચાયા છે. તીર્થંકર વિષય સલોકોમાં આદિનાથ સલોકો, પાર્શ્વનાથ સલોકો કવિ દોલત, કવિ ગોપાલ, કવિ વિજાત વિમલના, ઋષભદેવના સલોકો, કવિ જિનહર્ષ, શાંતિનાથ સલોકો મણિવિજય, નેમનાથના લોકો કવિ જિનહર્ષ, ઉદયરત્ન, વિજાત વિમલ, દેવચંદ, મોતી માલુ વગેરેના પ્રાપ્ત થાય છે. તીર્થ મહિમા ગાતા લોકો અષ્ટાપદ સલોકો કવિ વિજાત વિમલ, કેસરિયાજી રો સલોકો કવિ ઉત્તમચંદ, શંખેશ્વરકા સલોકો કવિ ઉદયરત્ન અને કવિ દેવવિજય, સિદ્ધાચલના લોકો સંઘવી પ્રભજી-ભ્રમર વિજય, જેસલમેર ચઢતી દસા રો સલોકો અજ્ઞાતકવિ, ગુરુ મહિમા ગાતા લોકોમાં પાર્જચંદ્રસૂરિ સલોકો કવિ મેઘરાજ, વિજયલક્ષ્મીસૂરિ સલોકો કવિ નિણંદસાગર, હીરવિજયસૂરિ સલોકો કવિ વિદ્યાધરના પ્રાપ્ત થાય છે. વ્યક્તિ વિશેષ સલોકોમાં ભરતબાહુબલિ સલોકો ઉદયરત્ન, મેઘકુમારના લોકો, કવિ મહાનંદન, શાલિભદ્ર સલોકો ઋષિ ખોડાદાસ, ઉદયરત્નના મલે છે. મેઘકુમાર સલોકો-કવિ મહાનંદન, વિમલ મંત્રી સલોકો-કવિ વિજાત વિમલના પ્રાપ્ત થાય છે. પ્રકીર્ણ લોકોમાં વિવેકવિલાસ સલોકો કવિ દેવચંદ, સરસ્વતી રો સલોકો ક્રોધ, માન, માયા, લોભના લોકો સજઝાય સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત સલોકોની કૃતિઓ ઉપરથી આ પ્રકારની કાવ્ય કૃતિઓ જૈન સાહિત્યની વિવિધતા દર્શાવે છે.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસ, પ્રબંધ, ફાગવેલી, વિવાહલો જેવી કાવ્ય કૃતિઓ ચરિત્રાત્મક નિરૂપણવાળી છે. તેની સરખામણીમાં લોકોની રચના પણ ચરિત્રાત્મક છે પણ પ્રસંગોનું વર્ણન નથી. મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. જૈન સાહિત્યમાં વ્યક્તિલક્ષી કૃતિઓ ચરિત્રાત્મક છે અને જીવન જીવ્યાનું સત્ય દર્શન કરાવીને વાચકોને અનન્ય પ્રેરણા આપે છે.
ધાર્મિક આચાર સંહિતા માત્ર આદર્શો જ નથી પણ ધર્મ પુરુષાર્થથી આદર્શો સિદ્ધ થઈ શકે છે એમ આ પ્રકારની કૃતિઓમાંથી નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે.
અત્રે દષ્ટાંતરૂપે સલોકોની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે :
કવિ દેવચંદ્રના નેમનાથના લોકોની રચના ૮૨ ગાથામાં થઈ છે. આ રચના સં. ૧૯૦૦ની છે. તેમાં તેમનાથ ભગવાનનો ચરિત્રાત્મક ઉલ્લેખ કેન્દ્ર સ્થાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org