________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ :પ્રાચીન છંદ સંગ્રહ, જૈન કાવ્ય પ્રકાશ–ભાગ- ૧, પા- ૬૦, હંસરત્ન મંજૂષા ભા-૧, પા-૨૧૦. બીજમાં વૃક્ષ તું. પા- ૧૬, જૈન સજઝાય માળા ભાગ-૧- પા- ૩૦. ગુજ. સાહિત્ય ઇતિહાસ–પા- ૭૪, સજ્જન સન્મિત્ર–પા-૪૭૦.
૧૨. સલોકો સંસ્કૃત ભાષાના શ્લોક શબ્દ ઉપરથી અપભ્રંશ શબ્દ “સલોકો' રચાયો છે. લોકો એટલે ચાર ચરણની લઘુ કાવ્ય રચના. સંસ્કૃત ભાષામાં અનુષ્ટ્રપ છંદ એ શ્લોક રચનાના દૃષ્ટાંત રૂપ છે. પ્રાચીન સાહિત્યનો પ્રારંભ શ્લોક રચનાથી થયો છે. પ્રાચીન સાહિત્યનો પ્રારંભ શ્લોકરચનાથી થયો છે. વાલ્મીકિને રામાયણ મા નિષાદ... શ્લોકથી પ્રારંભ થયું છે. લોકો એટલે વ્યક્તિની પ્રશંસા કરતી કાવ્ય રચના. તેમાં અભિવ્યક્તિની વિશિષ્ટતા રહેલી છે. ધર્મગ્રંથોમાં “પુણ્ય શ્લોક' શબ્દ પ્રયોગ થયેલો જોવા મળે છે.
पुण्य श्लोको नलो राजा पुण्य श्लोको युधिष्ठिर
पुण्य श्लोको य वैर्दमी पुण्य श्लोको जनार्दनः આ શ્લોકમાં પુણ્ય શ્લોક તરીકે પ્રશંસનીય નળરાજા, યુધિષ્ઠિર, સીતા અને જનાર્દનનો ઉલ્લેખ થયો છે.
સલોકો એ કાવ્ય રચના છે એટલે કાવ્ય રચનાના માધ્યમથી પ્રશંસા કરવી ગુણગાન ગાવાં એવો અર્થ પણ રહેલો છે. જ્ઞો - સ્નો-જ્ઞાતિ- આ સંદર્ભથી ઉપરોક્ત માહિતી જાણવા મળે છે.
સ્વરૂપ મધ્યકાલીન જૈન સાહિત્યમાં કાવ્ય પ્રકારોની વિવિધતા નિહાળી શકાય છે. તેમાં સલોકો પ્રકારની કાવ્ય કૃતિઓ ચરિત્રાત્મક અને તાત્વિક વિચારોને કેન્દ્રમાં રાખીને સર્જાઈ છે. સલોકોમાં મહાપુરુષોનું પુણ્ય સ્મરણ કરવામાં આવે છે. આવા મહાપુરુષોનું સાહિત્યક જીવન તાત્વિક આરાધનાથી સફળ નીવડ્યું છે એવા મહાપુરુષોનું સ્મરણ કરવા યોગ્ય આવશ્યક ક્રિયામાં નિત્ય સ્મરણ થાય છે તેવી રચના ભરોસરની સઝાય છે. તેમાં મહાપુરુષો અને સતીઓનો નામોલ્લેખ થયો છે. પ્રભાતના સમયમાં રાઈપ્રતિક્રમણ કરતી વખતે આ સજઝાય બોલવામાં આવે છે. મહાપુરુષોનું સ્મરણ, વંદન અને એમના આદર્શ ચરિત્રનું મનમાં સ્મરણ થતાં આત્માને પરમ શાંતિનો અનુભવ સાથે નરભવ સપળ કરવા માટે પ્રેરણા સ્ત્રોત બને છે.
આ સઝાયમાં ૫૩ મહાપુરુષો અને ૪૭ મહાસતીઓનો નામ નિર્દેશ થયો છે એટલે ૧૦૦ નામનો ઉલ્લેખ પ્રાતઃ સ્મરણીય છે. એટલે આ ૧૦૦ નામ પુણ્ય શ્લોક સલોકો સમાન છે. આ ૧૦૦ વિશે રાસ-સઝાય-છંદ-વિવાહલો, વેલિ, ફાગુ સલોકો જેવી કાવ્ય કૃતિઓ કવિઓએ રચી છે. સલોકોમાં એના જીવનનો આદર્શ લક્ષી પરિચય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org