________________
૮૦,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “આવતો પરહર કંપાવે ડાહ્યાને જિમતિમ બહકાવે, પહિતો તું કેડમાંથી આવે સાત શિખર પણ શીતન જાવે. || ૭ || હા, હા, હીં, હીં, હું હુંકાર કરાવે પાસળિયા હાડાં કકડાવે,
ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિહણમાં મૂતરાવે. | ૮ ” આ છંદ મંત્ર ગર્ભિત છે એટલે તેનું સ્મરણ કે શ્રવણ કરવાથી તાવ દૂર થાય છે. એવી ફળશ્રુતિ દર્શાવવામાં આવી છે.
મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેને તાવ કદી નવ ચઢસે,
કાંતિ કળા દેહી નિરોગ લહેસે લમી લીલા ભેગા. આ ૧૫ ” શ્રી પંચાંગુલી દેવી છંદ, શ્રાવકકરણી છંદ, જ્ઞાનબોધનો છંદ, જીવદયાનો છંદ, દેશાન્તરી છંદ, સંભવ જિન વિજ્ઞપ્તિ છંદ વગેરે.
છંદના વિષય વસ્તુ તરીકે તીર્થકર ભગવાનના જીવન-ચરિત્રની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી વિષયક છંદરચનાઓ મળી આવે છે. ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકાર કરીને ગુરુભક્તિરૂપે છંદ રચાયા છે, તદુપરાંત પદ્માવતી દેવી, માણિભદ્રવીર સોળ સતીઓ, નવકારમંત્ર અને તાવ વિષયો પર છંદરચના થયેલી છે. આ રચનાઓ પ્રભુનો મહિમા, જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન, છંદસ્મરણથી પ્રાપ્ત થતા લાભ અને સમક્તિની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ થયેલું છે. કોઈ કોઈ છંદરચના દુહાથી પ્રારંભ થાય છે અને કળશથી પૂર્ણ થાય છે એવો ઉલ્લેખ મળી આવે છે. ભક્ત ભગવાનને પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરે છે. તે સ્વરૂપમાં રચના થયેલી છે, તો વળી મંત્રગર્ભિત છંદરચના પણ સ્થાન ધરાવે છે. ઉપલબ્ધ છંદરચનાઓ વિશેષ : જૈન ધર્મની માહિતી દ્વારા પ્રભાવ દર્શાવે છે. શુદ્ધ કવિતાઓ કહી શકાય તેવી રચનાઓ ઘણી થોડી છે. પ્રાસ યોજના દ્વારા કોઈ કોઈ વાર કવિત્વ શક્તિનો પરિચય થાય છે. પદ્માવતી દેવીનો છંદ એ કવિતાકલાનો સુંદર નમૂનો છે. તેની વર્ણયોજના માધુર્ય અને પ્રાસાદિકતા પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરાવે છે. સાંપ્રદાયિક રચનાઓ હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સહજ રીતે સ્થાન પામ્યું છે. આ રચનાઓમાં ભક્તિ કે શાંતરસ કેન્દ્રસ્થાને છે. તો વળી કોઈ કોઈ વખત નાયકના પરાક્રમને પણ બિરદાવવામાં આવે છે. જ્યાં ધર્મ ત્યાં ચમત્કાર એ ન્યાયે કેટલાક ચમત્કારના પ્રસંગો પણ ગૂંથાયેલા છે.
છંદ રચના ભક્તિપ્રધાન હોવા છતાં તેમાં ત્યાગ-વૈરાગ્યની સાથે બોધાત્મક વિચારોનો ઉલ્લેખ મળે છે. નમૂનારૂપે નીચેના છંદની માહિતી પ્રગટ કરવામાં આવી છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે ૨૧ કડીમાં ઉપદેશાત્મક છંદ “આત્મહિત વિનતિ” નામથી રચના ભુજંગપ્રયાત છંદમાં કરી છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સ્થાન ધરાવે છે. આ ઉપદેશ ભવ્યાત્માના ઊર્ધ્વગામી માટે અનન્ય ઉપકારક નીવડે છે. ઉપદેશમાં મુખ્યત્વે તો જિનવાણીનો સંદર્ભ રહેલો છે. (પા. ૭૮) ગા. પ-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org