________________
પ્રકરણ-૨
૭૯
સોળ સતીનો છંદ : જૈન અને જૈનેત્તર સાહિત્યમાં સતીઓના સતીત્વ અને શીલરક્ષણ અંગેની ચરિત્રાત્મક માહિતી સુપ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં પણ સતીઓના પવિત્ર નામનું સ્મરણ જીવનમાં સવિચારોનું સિંચન કરે છે. આ સતીઓના નામને છંદરચનામાં સ્થાન આપવામાં આવ્યું છે.
મુનિ ઉદયરત્ન સોળ સતીના છંદની ઝૂલણા છંદનો પ્રયોગ કરીને ૧૭ ગાથામાં રચના કરીને દરેક સતીના જીવનની લાક્ષણિકતા દર્શાવી છે. સોળ સતીઓનાં જીવન અત્યંત પવિત્ર છે. તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયેલો છે. કવિએ આદિનાથ અને અન્ય ભગવાનની સ્તુતિ કરીને સોળ સતીના છંદનો પ્રારંભ કર્યો છે. આ સતીઓનાં નામ બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુંતા, પદ્મિની, દમયંતી, પુષ્પચૂલા, પ્રભાવતી વગેરે છે. કવિના શબ્દમાં સુલતાનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે.
“સુલસા સાચી શિયલેન કાચી રાચી નહી વિષયા રસએ,
મુખડું જોતાં પાપ પલાએ નામ લેતા મન ઉલ્લસેએ.” I II સતીના નામસ્મરણનું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે,
“વીરે ભાખી શાસે શાખી ઉદયરત્ન ભાખે મુદાએ,
વહાણું વાતા જે નર ભણસે તે લહેસે સુખ સંપદાએ.” || ૧૭ || આ રચનામાં કવિની વર્ણયોજનાથી કાવ્યશક્તિનો પરિચય આપે છે.
શ્રી માણિભદ્ર વીરનો છંદ : જૈન શાસનમાં વીતરાગ કે અરિહંતની પૂજાભક્તિને સર્વોત્તમ કક્ષાની ગણવામાં આવી છે. તેમ છતાં ઐહિક સુખસંપત્તિની અપેક્ષાથી વીતરાગ સિવાય અન્ય દેવદેવીઓનું ભક્તિનું પ્રમાણ વધતું જાય છે. મણિભદ્રવીરની ઉપાસના ઘણા મોટા પ્રમાણમાં થાય છે. દેવાધિદેવ તીર્થકર ભગવાનના મંદિરની નજીક બહારના ભાગમાં માણિભદ્રની દેરી કે નાનું મંદિર બનાવવામાં આવે છે. આ માણિભદ્ર અન્ય દેવો કરતાં મનોવાંછિત પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરે છે.
પાંચ ગાથાના આ નાનકડા છંદમાં માણિભદ્રવીરનો ચમત્કારયુક્ત પ્રભાવ દર્શાવ્યો છે. કવિએ આ છંદની રચના, દોહામાં કરી છે.
“તુંહિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર, માણિક સાહેબ મારે દોલતનો દાતાર.”
| ૪ ||. તાવનો છંદ : લાખા ભગતે તાવના છંદની પંદર ગાથામાં રચના કરી છે. છંદના વિષયની દષ્ટિએ વિચારતાં તાવ જેવા શરીરના રોગને પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુની ભક્તિથી કે શુદ્ધ મનથી નામસ્મરણ કરવામાં આવે તો તાવનો જવર દૂર થાય છે એવા ચમત્કારનું નિરૂપણ થયું છે.
કવિએ તાવનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું છે. આ વર્ણન ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના - નમૂનારૂપ છે, ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org