________________
પ્રકરણ-૨
પક્ષો ઘરતણે પાપ આશવિલુદ્ધો નહિ સાંભલ્યો જિનરાજ ઉપદેશ સુઘો, હું તો પુત્ર પરિવાર શું રંગરાતો નહીં ભણિયાં જિનવર કાલમતો. એ પ // ઘણું આરંભનું પાપ કરી પિંડ લાયો મેં પૂર જે નરભવ ફોક હાસ્યો,
ગયો કાલ સંસાર એલેં લભતાં સહ્યાં તેહથી દુર્ગતિ દુઃખ અનંત. || ૬ | કવિ ઉદયરત્નએ મોહરાજાનું વર્ણન નામના છંદની ભુજંગપ્રયાસ છંદમાની ૧૧ કડીમાં રચના કરીને મોહનીય કર્મને વશ થયેલો જીવાત્મા કેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે તેનું શાસ્ત્રીય દષ્ટાંતોને આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ છંદમાં પરોક્ષ રીતે મોહનીય કર્મના બંધથી દૂર રહેવા માટે નારીનો સંગ ત્યાગ કરવાનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. નારીને વશ થયેલો જીવાત્મા અનંત સંસાર વૃદ્ધિ કરીને નરભવ નિષ્ફળ ગુમાવી દે છે એટલે આત્મહિત જાણીને તેનો ત્યાગ કરવાનો બોધ મળે છે. (પા. ૬૯-૭૦) ૧-૨-૩-૧૧
બેટી મેં વિલુળો જીવો બાપ હૂતો સાવિત્રિ વિધાતા વિગતો . લુડીની પરે લોપિને લોકલા તું ને હું નમું છું ભલા મોહરાજ / ૧ / વૃંદાવનમાં ગોપીનારી વિહારી કદંબે ચયા ચીર ચોરી મુરારી છે. કુબજા ભજી પ્રીતિ સે મૂકિ માનતુ ને
| ૨ | “છંદ' પ્રકારની કૃતિઓ અન્ય પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે. કવિ પ્રાચીન છંદ સંગ્રહ પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં વિવિધ પ્રકારના છંદોનો સંચય થયો છે. છંદ રચનાઓ વર્ણનાત્મક નથી પણ ગુણગાન મહિમા યુક્ત હોવાથી સ્તવન કે સક્ઝાય સમાન છે. આ સંગ્રહમાં છંદ રચનાને અંતે “કળશ” હોય તેવી કૃતિઓ નવકાર મંત્રનો છંદ-વાચક કુશલલાભ, વાચક ભાવવિજયજીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ, અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ-કવિ આનંદવર્ધન, ગોડી પાર્શ્વનાથ છંદકવિ કાંતિવિજયજી શ્રી ગોડી પાર્શ્વનાથ જિન છંદમાં કાંતિવિજયજીએ કળશ રચના કરી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છેદમાં મુનિ મેઘરાજ રચિત કળશ રચના છે. આ રીતે મધ્યકાલીન કાવ્ય પરંપરાનુંસાર કળશ રચનામાં ગુરુકૃપા રચના સમય અને કવિ નામની માહિતી પ્રાપ્ત થાય છે.
આ સંગ્રહમાં છંદના નવા વિષયો જોવા મળે છે. પંચા ગુલી દેવી છંદ- જ્ઞાનબોધ છંદ, શનિશ્ચરનો છંદ, પંચપ્રભુ છંદ, સરસ્વતી માતાનો છંદ, જીવદયાનો છંદ વગેરેનો સમાવેશ થયો છે. છંદ રચના કોઈ છંદમાં થાય છે તેમ છતાં વાચક ભાવવિજયજીએ અંતરીક્ષ પાર્શ્વનાથના છંદમાં અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ, કવિત્ત, દુહા વગેરેનો પ્રયોગ કરીને છંદ રચનાની રસિકતા અને ગેયતા સિદ્ધ કરી છે. (પા. ૨૨)
કવિ કાંતિવિજયજીએ શ્રી ગોડી પાર્શ્વનાથ જિન છંદની રચનામાં નારાચ, અર્ધનારા, દુહા, ભુજંગી, છંદનો પ્રયોગ કરીને ગેયતા સિદ્ધ કરવાની સાથે ગોડી પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવથી અષ્ટ ભયનું નિવારણ થાય તેની માહિતી ક્રમિક રીતે આપવામાં આવી છે. કવિઓએ મુખ્યત્વે અડયલ અને ભુજંગી છંદનો વિશેષ પ્રયોગ કર્યો છે. આ રીતે છંદ રચનાઓ પ્રભુ ભક્તિ અને મહિમાનું ભાવવાહી નિરૂપણ કરતી વિશિષ્ટ પ્રકારની કાવ્યકૃતિઓ બની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org