________________
પ્રકરણ-૨
સુરમણિ જેહ ચિંતા મણિ સુરતરુ કામિત પૂરણ કામધેનુ એક ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરો જેહ થકી અધિક નહિ માહાભ્ય કેહનું.
|| ૩ | અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી પહોંચ્યા અને તાપસીને પારણું કરાવ્યું. આ કાળમાં ગૌતમસ્વામીના જીવનનો પ્રસંગ મહાન ચમત્કાર હોવાની સાથે સાથે એમનો પ્રભાવ દર્શાવે છે.
તીર્થ અષ્ટાપદે આપ લળે જઈ પનરસે ગણને દી... કીધી,
અઠ્ઠમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. || ૭ || ગૌતમસ્વામીના નામસ્મરણનો પ્રભાવ એવો છે કે આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. સર્વ રીતે શાંતિ થાય છે. ભૌતિક જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ભૂત, પ્રેત અને દેવો પણ પીડા આપતા નથી. આ રીતે આ છંદમાં ગૌતમસ્વામીના પરમ પ્રભાવક જીવનની માહિતી આપવામાં આવી છે.
નવકારનો છંદ : સામાન્ય રીતે જૈન સાહિત્યની છંદરચના એક જ છંદમાં વિષયવસ્તુનું નિરૂપણ કરે છે, પણ નવકારના છંદમાં પરંપરાગત લક્ષણો છે. આરંભમાં દુહા અને અંતે કલશનો પ્રયોગ થયેલો છે.
છંદના પ્રારંભમાં ચાર દુહા છે જેમાં નવકારમંત્રનો મહિમા દર્શાવ્યો છે. મનોવાંછિત પૂર્ણ થાય છે, સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્વજન્મનાં કર્મો નાશ પામે છે એમ દર્શાવ્યું છે. નવકાર મંત્રનો મહિમા દર્શાવતાં કવિ નીચે પ્રમાણે જણાવે છે.
“સકળ મંત્ર શિર મુકુટ મણિ સદ્ગુરૂ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું નિતે જપીએ નવકાર.
| ૪ ||. ૧૩ કડીમાં હાટકી છંદપ્રયોગ કરીને કવિએ નવકારમંત્રનો વિવિધ દષ્ટાંતો દ્વારા મહિમા ગાયો છે. કવિએ શ્રીપાલ મહારાજા, ચારુદત્ત, પાર્શ્વકુમાર, મહાબલકુમાર, મયણાસુંદરી, શ્રીમતી શ્રાવિક, કંબલ-સંબલ વગેરે દૃષ્ટાંતોનો ઉલ્લેખ કર્યો છે. આ દૃષ્ટાંતો જૈન ધર્મની કથાઓમાં અવારનવાર સાંભળવા મળે છે, અને નવકારમંત્રના સંદર્ભમાં એમના નામ જનસમાજમાં અહોભાવપૂર્વક યાદ કરવામાં આવે છે. કાળચક્રનાં ગમે તેટલા પરિવર્તન આવે તો પણ નવકારમંત્ર શાશ્વત છે, એમ અરિહંત ભગવાનની વાણી છે. કવિએ આ વિચાર દર્શાવતાં નીચે મુજબ જણાવ્યું છે કે,
આગે ચોવીશી હુઈ અનંતી હોસે વાર અનંતા,
નવકાર તણી કોઈ આદિ ન જાણે ઈમ ભાખે અરિહંત.” | ૯ | નવકારમંત્રના અડસઠ અક્ષર છે. પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર સમાન પવિત્ર હોઈ તેના સ્મરણથી આપત્તિ દૂર થાય છે. નવ લાખ નવકારમંત્રનો એક ચિત્તે જાપ કરવાથી નરક ગતિનું આયુષ્ય બંધાતું નથી, આ રીતે નવકાર મંત્રની માહિતી આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org