________________
પ્રકરણ-૨
૭૫
ભ્રમણમાંથી મુક્ત થવાય છે. ભગવાનની ભક્તિનું આ જ ફળ સર્વોત્તમ છે. બીજા કોઈ ફળની અપેક્ષા હોઈ શકે નહિ.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ : વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનેક ચમત્કારોનો લોકોને અનુભવ થયો છે. પાર્શ્વનાથ ભગવાનની પૂજાભક્તિથી ચમત્કાર સર્જાય છે. એમના જીવનચરિત્ર વિશે વિવિધ પ્રકારની રચનાઓ થઈ છે, તેમાં એમનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુને અનેક નામથી ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને ૧૦૮ નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સ્થળોએ આ નામધારી મૂર્તિનાં મંદિરો અસ્તિત્વ ધરાવે છે.
કવિ ખુશાલદાસે એકવીસ ગાથામાં આ છંદની રચના સંવત ૧૮૧૧ના ફાગણ વદ બીજને શુભ દિવસે કરી હતી, એવો ઉલ્લેખ છેલ્લી ગાથામાં થયો છે, તે નીચે મુજબ છે : “અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ કજ્જલ પખે છંદ કરીયો, ગુરૂ તણાં વિજય ખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.”
॥ ૨૧ ॥
કવિએ ઝૂલણા છંદમાં પાર્શ્વનાથ ભગવાનના નામનો મહિમા ગાયો છે. પાર્શ્વનાથ ભગવાન ભક્તોને સાચા હૃદયથી અત્યંત વહાલા છે અને તેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સંસારી જીવો પાર્શ્વનાથ ભગવાનને મનોવાંછિતના હેતુથી ભાવપૂર્વક પૂજે છે. કવિએ જણાવ્યું છે
કે,
“સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હ્રદયે રમ્યો પરમ પ્રીતે, સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહુ, મુજ થકી જગતમાં કોણ જીતે.”
ભીજભંજન પાર્શ્વનાથનો છંદ : ભીડભંજન પાર્શ્વનાથના છંદની રચના મુનિ ઉદયસાગરે સંવત ૧૭૭૮ કાર્તિક વદિ આઠમના રોજ કરી છે, એવો ઉલ્લેખ છંદમાં મળી આવે છે. આ રચનામાં યમકયુક્ત પંક્તિઓ ધ્યાન ખેંચે છે.
“ભીડભંજન પ્રભુ ભીડભંજન સદા, ભીડ ભવ ભિતિ ભય ભાવક ભંજણો, ભક્તિ જન રંજણો ભાવે ભેટ્યો.”
ભક્તજનોની સર્વ આપત્તિને દૂર કરવામાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન પરોક્ષ રીતે સહાય કરે છે, અને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. આ લઘુ છંદમાં કવિને વર્ણવ્યવસ્થાથી પદલાલિત્ય શુદ્ધ કવિતાનું દર્શન કરાવે છે.
શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ : ગુજરાતના જૈન તીર્થોમાં ઉત્તર ગુજરાતમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ તીર્થમાં વિવિધ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે.
કવિ ઉદયરત્નએ ૭ ગાથાની છંદ રચનામાં શંખેશ્વર પાર્શ્વનાથનો અવર્ણનીય મહિમા ગાયો છે. અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. કવિએ વિવિધ દૃષ્ટાંતો દ્વારા એમનો મહિમા ગાયો છે. મનુષ્ય જન્મ સફળ કરવા માટે શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિના પ્રભાવથી મુક્તિ પણ મળી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org