________________
0.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા બારમાસા કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય.
બારમાસા કાવ્યના ઉદ્દભવમાં મધ્યકાલીન સમાજ જીવન મહત્વનું પરિબળ છે. સમાજના ભાટ, ભવૈયા, ચારણ, વેપારી, જતી, વિદ્યાર્થીઓ લડવૈયા વગેરેના સ્થળાંતર અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની સ્થિતિમાં સ્ત્રીઓને વિરહ સહન કરવો પડતો હતો. રાજકીય અવ્યવસ્થા, લૂંટફાટ, તોફાન વગેરેને કારણે સ્થળાંતર થતું હતું. આવી સ્થિતિમાં ઘરમાં સ્ત્રી અને પુત્ર-પુત્રી એકલાં રહેતાં હતાં આ પરિસ્થિતિ એ બારમાસા કાવ્યની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ મનાય
ગુજરાતી ભાષાના સાહિત્યમાં કૃષ્ણ-ગોપીના વિરહને અને જૈન સાહિત્યમાં નેમ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશાના વિરહને વિવિધ કાવ્યોમાં સ્થાન પ્રાપ્ત થયું છે તેમાં “બારમાસા' નોંધપાત્ર બને છે. તદુપરાંત લોકસાહિત્યમાં દાંપત્ય જીવન, લગ્નગીતો અને અન્ય ગીતોમાં પણ આ પ્રકારની કૃતિઓ રચાઈ છે. માનવ હૃદયની સુખદુઃખની ભાવનાઓ દેશકાળ ભિન્ન હોવા છતાં એકજ સરખી છે અને સાહિત્યમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ છે તેમાં માનવીય ભાવસૃષ્ટિ કેન્દ્રસ્થાને હોવાથી આ કાવ્ય પ્રકાર જનસમાજમાં વધુ લોકપ્રિય બન્યો છે. ગુજરાત, બંગાળ, ઉત્તર હિન્દુસ્તાનમાં તે પ્રદેશની ભાષામાં આ પ્રકારની કૃતિઓ રચાઈ છે. બારમાસી-માસા કાવ્ય વિશે પ્રો. મંજુલાલ મજમુંદાર, ડૉ. ચંદ્રકાન્ત મહેતા, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. શિવલાલ જસલપુરા જેવા વિદ્વાનોએ સ્વરૂપ લક્ષી માહિતી આપી છે. રાષ્ટ્રીય શાયર કવિ મેઘાણીએ “રઢિયાળી રાત ભા-૨'માં ઋતુગીતોનો સંચય કર્યો છે. “પ્રીતના પાવા પુષ્કર ચંદરવાકરે પ્રકાશિત કરેલ પુસ્તક વગેરેમાં ઋતુ અને બારમાસનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
બારમાસી કાવ્યો સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતીનું આધારભૂત સાધન છે. વિયોગવર્ણનનાં કા લોકરુચિને વધુ હૃદયસ્પર્શી બન્યાં છે તેમાં બારમાસી કાવ્યો નોંધપાત્ર સ્થાન ધરાવે છે. બારમાસી કાવ્યોનો વિસ્તાર માત્ર ગુજરાતી સાહિત્યમાં છે તેની સાથે બંગાળી, રાજસ્થાની, ચારણી અને જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની કૃતિઓ ઉપલબ્ધ થાય છે.
- બારમાસી કાવ્યનું મૂળવતુ વિરહિણી નાયિકાના ચિત્તની વ્યથાને અભિવ્યક્ત કરવામાં કેન્દ્રસ્થાને છે તો કવિઓએ મધ્યકાલીન ધર્મભાવનાથી પ્રેરાઈને જ્ઞાનમાસ જેવી બારમાસી કાવ્યોની રચના કરીને સમાજને ધર્માભિમુખ કરવા માટે પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. બારમાસામાં વિષય વસ્તુ તરીકે મોટેભાગે નેમ-રાજુલ અને સ્થૂલિભદ્ર-કોશાનાં પાત્રો કેન્દ્રસ્થાને છે. તદુપરાંત સમકાલીન ધર્મના પ્રભાવથી જ્ઞાન માસ પણ રચાયા છે. તેમાં મહિનાનો ક્રમ નિશ્ચિત નથી. એ કવિની પોતાની રચના રીતિનો વિષય છે. નાયિકાની વિરહવેદનાને રસ-ભાવપૂર્વક ચોટદારહૃદયસ્પર્શી વાચા આપવામાં આવે છે અને પ્રકૃતિની પાર્શ્વભૂમિકા સુસંગત રીતે ઉપકારક નીવડે છે. ફાગુમાં પ્રકૃતિ અને વિરહ વેદનાની અભિવ્યક્તિ હોય છે પણ બારમાસામાં માસ અને ઋતુના સંદર્ભમાં વસ્તુનિરૂપણ હોવાથી સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે વિકાસ થયો છે.
બારમાસાનું વિરહ વર્ણન કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ છે પણ અંતે તો સમકાલીન ધર્માભિમુખ પણાની રીતિનું અનુસરણ નોંધપાત્ર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org