________________
પ્રકરણ-૨
૬૭
જૈન ફાગુઓમાં શ્રૃંગા૨૨સ અને પ્રકૃતિ સૌન્દર્ય ઉદ્દીપન વિભાવ તરીકે કાર્યરત છે. કાવ્યને અંતે શ્રોતાઓને ઉપશમ ભાવ શાંત રસમાં નિમગ્ન થવા માટે પ્રેરણાસ્ત્રોત બને છે. ફાગુ કાવ્યની પ્રાચીન રચના જિનચન્દ્રસૂરિ ફાગુ (ઈ. સ. ૧૨૮૧ પછીના સમયની) પ્રાપ્ત થાય છે. તેઓશ્રી ખરતર ગચ્છના આચાર્ય હતા. આ રચના એમના ગચ્છના કોઈ સાધુએ કરી હોય તેવો સંભવ છે. તેઓ ખરતર ગચ્છના આ. જિનપ્રબોધસૂરિની પાસે થયા હતા. એમનો જન્મ ઈ. સ. ૧૨૭૦માં, ઈ. સ. ૧૨૭૬માં પાટણમાં દીક્ષા અને ઈ. સ. ૧૨૮૫માં સૂરિપદ પ્રદાન મહોત્સવ અક્ષયતૃતીયાના મંગલમય દિવસે ઉજવાયો હતો. આ ફાગુ કાવ્યમાં વસંત ઋતુનું વર્ણન તથા જીવન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો તેમાં રસ અને અલંકારનું નિરૂપણ નોંધપાત્ર બન્યું છે. આ કડીની આ કૃતિ દોહરામાં રચાઈ છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે.
અરે પુરિ પુર આંબુલા મરિયા કોયલ હરખિય દેહ, અરે તહિં ઠએ ટહુકએ બોલએ.
અરે ઈસઉ વસંતુ પેખિવિ નારિય કુંજ કામુ, અરે સિંગારાવે વિવિહ પરિ સહે લોયહ વામુ. અરે સિરિ મઠુ કન્નિ કુંડલવરા કોટિહિ નવસરૢ હાર, અરે બાહહિ ચૂડા પાગિહિ નેઉર-કઓ ઝણકારુ.
ધરÂિ દક્ષુ પાયાલિહિ પુહવિહિં પંડિયલોઉ, જાતઉં જીતઉં ઈમ ભણઈ સિગ્નિહિં સુરપતિ વૃંદુ.
|| ૪ ||
||
નેમિનાથ ફાગુ-કવિ જયશેખરસૂરિએ સં. ૧૪૬૦ની આસપાસના સમયમાં રચના કરી છે. ૧૧૪ દોહરામાં રચાયેલી યમક યુક્ત કૃતિ કાવ્યની દૃષ્ટિએ સુંદર ચે. ચાર લીટીની એક કડી પ્રમાણે ૫૭ કડીની રચના છે. કવિના રાજિમતીની વિરહ વેદનાને દુહા દ્વારા ઉદ્દીપન વિભાવ તરીકે પ્રયોગ થયો છે. તેમાં કાવ્યગત રસિકતા રહેલી છે. રંગસાગર નેમિ ફાગની રચના કવિ
Jain Education International
સોમસુંદરસૂરિએ વિક્રમના ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં કરી છે. મહાકાવ્ય સમાન આ કૃતિમાં નેમિનાથના જીવનનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે. આ ફાગ ત્રણ વિભાગમાં અનુક્રમે ૩૭, ૪૫, ૩૭ કુલ ૧૧૯ કડીમાં વિભાજિત થયેલ છે. તેમાં દુહા-રાસક સવૈયા છંદનો પ્રયોગ થયો છે.
સુરંગાભિધાન નેમિ ફાગ—કવિ ધન દેવગણિએ સંવત ૧૫૦૨માં આ ફાગની રચના સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં કરી છે. કવિએ શાર્દુલ વિક્રીડિત છંદમાં રચના કરી છે અંતે ફાગુ- અને ફળ શ્રુતિનો ઉલ્લેખ થયો છે.
અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ કવિ રાજશેખરસૂરિ કૃત નેમિનાથ ફાગુ, કવિ જિનપદ્મસૂરિ કૃત સિરિસ્થલિ ભદ્ર ફાગુ કૃતિઓ ફાગુ કાવ્યોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કાવ્યને અનુરૂપ રસ-વર્ણન અલંકાર અને ભાવથી ઉપરોક્ત કૃતિઓ મહત્ત્વની ગણાય છે. કૃતિઓ ઐતિહાસિક રીતે જૈનધર્મના મહાત્માઓના જીવનની ઝાંખી કરાવે છે. સમગ્ર ફાગુ કાવ્યની સૃષ્ટિ
For Private & Personal Use Only
www.jainelibrary.org