________________
૫૦,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા કરી છે. આ રીતે ‘વેલિ' કાવ્ય પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. આ કાવ્યો અંગે સંશોધન કરવાથી તેના હાર્દમાં રહેલી ઉત્તમ ભાવના અને વિચારામૃતનું પાન થઈ શકે તેમ છે. સાધુ કવિઓએ વિવિધ પ્રકારની કૃતિઓની સર્જના કરીને શ્રુતજ્ઞાન પ્રસારનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. તેનો શ્રુતજ્ઞાન રસિકજનો આસ્વાદ કરીને આત્માને ઉજ્જવળ બનાવવા પ્રેરણા મેળવે એવી આ કૃતિઓ છે.
ગર્ભવેલિની રચનાનો આધાર શ્રી નંદુલેdયાલય પન્ના સૂત્રમાં મળે છે. આ પનામાં પરમાત્મા કથિ ગર્ભવિજ્ઞાનની મહત્વની માહિતી જાણવા મળે છે. તેના દ્વારા વૈરાગ્યભાવની વૃદ્ધિ અને અશુદ્ધિ ભાવનાના વિચારો પ્રગટ થયા છે.
“તંદુલ વિયાણી મઝાર, કહ્યો ગર્ભતણો અધિકાર, તે સાંભળી ધર્મવિચાર, કરી પામો ભવજલ પાર.” તેમાં ગર્ભનું સ્વરૂપ, સ્થિતિ અને વેદનાનું નિરૂપણ થયું. જીવ ૨૭૦ દિવસ ઉપરાંત બીજો અડધો દિવસ માતાના ગર્ભમાં રહે છે. ત્યાર પછી પ્રસવ થાય છે. પણ ઉપઘાતને કારણે આ સમય મર્યાદામાં વધ-ઘટ થાય છે. જીવને ગર્ભમાં ૩, ૧૪, ૧૦, ૨૨૫ શ્વાસો શ્વાસ હોય છે. માતાપિતાની રજ અને વીર્યના સંયોગથી જીવ ઉત્પન્ન થાય છે. અને ક્રમિક વિકાસ થાય છે. માતાની ખાવા-પીવાની-સૂવાની અને અન્ય પ્રવૃત્તિઓ ગર્ભસ્થ જીવ અનુસરે છે. માતાના સુખે સુખની અને દુઃખે દુઃખની અનુભૂતિ કરે છે. શુક્ર ઓછું અને રમી રજ વધુ હોય તો ગર્ભસ્થ જીવ સ્ત્રીરૂપે, શુક્ર વધારે અને સ્ત્રી રજ ઓછું હોય તો જીવ પુરુષ રૂપે, રમી રજ અને પુરુષ શુક્ર સમાન હોય તો નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તદુપરાંત શરીરની રચના, સાંધા હાડકાં, નાડીઓ વગેરેની માહિતી પણ આપવામાં આવી છે. અત્રે ગર્ભવેલિના સંદર્ભમાં આ આધાર આપવામાં આવ્યો છે. ૧. ગર્ભવેલિ
- કવિ લાવણ્યસમય કૃત ગર્ભવેલિમા ગર્ભમાં રહેલા જીવનો વિકાસ ગર્ભનાં દુઃખ અને મનુષ્ય જન્મની મહત્તા-સફળ કરવાના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વેલિના આરંભમાં સરસ્વતી વંદના પછી વિષયનો ઉલ્લેખ કર્યો છે.
બ્રહ્માણી વર ચાલી મુજ, તુ કવિતા જન માતા, તુજ પસાઈ ગાઈચું, ગર્ભવેલી વિખ્યાત.
|| ૧ || જન્મદાતા માતા અને વિકાસમાં સહભાગી છે એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે (ગા. ૧૦-૧૧-૧૨)
માતા ગંગ સમાણી માની પિતા પુકશ્યામિ, ગુરુ કેદાર સમાણ તીરથ વાણી લોક વિમાસી.
|| ૧૦ || અડસઠ તીરથ કે અધિકેશ વલી વિશેષિઈજાણ, ખંતધરી પર્દર્શન તીરથ માતા અધિક વખાણઈ.
|| ૧૧ || તીરથ માતા જગ વિખ્યાતા વારોવાર વખાણી તેહની, પીડી કરી મિકેતી પાપી મારો પ્રાણી.
|| ૧૨ ||.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org