________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા
૩. નેમિનાથ ધવલ-કવિ બ્રહ્મમુનિ મધ્યકાલીન સાહિત્યમાં વિવાહરૂપકવાળા ત્રણ કાવ્યપ્રકારો નોંધપાત્ર છે. તેમાં વિવાહલો, વેલિ અને ધવલનો સમાવેશ થાય છે. કવિ બ્રહ્મ મુનિએ આ ધવલની રચના ૪૪ ઢાળમાં કરીને નેમિનાથના જીવનના પ્રસંગોનું ભાવવાહી રીતે વર્ણન કર્યું છે. આ ધવલ અપ્રગટ છે. અત્રે ધવલ કૃતિના પરિચય તરીકે નેમિનાથના જીવનના લગ્ન અને દીક્ષાના પ્રસંગની માહિતી આપવામાં આવી છે. કવિએ સમયનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી પણ છેલ્લી સાહેલડીની ઢાળમાં ધવલ ગેય કાવ્ય છે તેવો ઉલ્લેખ કરીને ફળશ્રુતિનો નિર્દેશ કર્યો છે. (ગાથા- ૯૨ )
કવિએ કાવ્યના આરંભ અને અંતમાં ધવલ રચનાનો નામોલ્લેખ કર્યો છે. આરંભની પંક્તિઓ નીચે મુજબ છે.
સારદ સાર દયા કરિ દેવી હી અડા ભી તિરિ આણીજી નમિનાથનું ધવલ રચિસુ સરસ સુકોમલ વાણીજી એ ધવલ રચ્યઉં મંઈ આંણી મનિ આણંદ બ્રહ્મચારી નિરૂપમ ગાય નેમિજિણંદ કહઈશ્રી બ્રહ્મ સદાજિન વંદલ બે કર જોડી તે અલવઈ પાંમઈ સુખ સંપત્તિની કોડી પદ અક્ષર માત્રાહણ કહિઉં હુઈ જય પંડિત જન જોઈ નિરતઉં કરયો તેય
સૂત્ર વૃત્તિ ચરિત અનુસાર છે જણી સાર. એ ધવલ રચ્યું ભાઈ આણી મનિ આણંદ બ્રહ્મચારી નિરુપમ ગાય નેમિ જિણંદ કહઈ બ્રહ્મ સદા જિન વંદઈ બે કર જોડી તે અલવઈ પામઈ સુસ્પતિની કોડી | ૨ |
- કવિએ વિનમ્ર ભાવે પોતાની મંદમતિથી ઓછુ અધિકું સૂત્ર વિરૂદ્ધ લખાયું હોય તો પંડિત શ્રી સૂત્ર અનુસાર સુધારીને સ્વીકારે અને આ અધિકાર એટલે કે નેમિનાથ ધવલમાંથી સારભૂત તત્ત્વ શોધીને અનુસરે. એમ જણાવ્યું છે કવિના શબ્દો છે. (ગા. ૯૩).
પદ અક્ષર માત્રા હીન કહ્યાનું હુઈજિય પંડિત જન જોઈ નીતર નું કરજ્યો તેય સુત્ર વૃતિ ચરિત્ર અનુસારઈ જાણી સાર લવ લેશઈ ભાંખુ એહ સયલ અધિકાર || ૩ ||
કવિએ ૧૩મી ઢાળમાં નેમકુમારના વિવાહ પ્રસંગનું વર્ણન કર્યું છે. ગોપીઓ નેમકુમારને પરણવા માટે પ્રલોભન આપે છે. જેમકુમારનો વિવાહ ઉગ્રસેન રાજાની રાજુલ રાજકુમારી સાથે નક્કી કરીને લગ્નની કંકોતરી લખીને બધે આમંત્રણ મોકલવામાં આવ્યાં.
પંચ વધાવાની ઢાળમાં કવિએ નેમકુમારના શણગાર અને શ્રાવણ સુદ-૬ને દિવસે લગ્ન માટે જાન નીકળે છે તેની માહિતી આપી છે. ઉલાલાની ૧૫મી ઢાળમાં પ્રભુના અપૂર્વ વૈભવ અને સ્ત્રીઓ ગીત ગાઈને પ્રસંગોચિત્ત આનંદ વ્યક્ત કરે છે. પ્રેક્ષકો પણ આ પ્રસંગે ધન્ય ધન્યના શુભાનંદની અભિવ્યક્તિ કરે છે. આ માહિતીથી લગ્નના પ્રસંગનો રંગ જામ્યો છે અને રસિકલાની વિશિષ્ટ કોટિની અનુભૂતિ થાય છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો. (૫૮થી ૬૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org