________________
પ્રકરણ-૨
૪૯
પ્રિય વેલિ કી પંચ વિધ પ્રસિઘ પ્રનાલી શ્રાગમ નીગમ કજિ શ્રખિલ |
મુગતિ તખી નીસરણી મંડી, સરગ લોક ચોપાન ઈલ | આ વેલિ વેલ (લતા) સમાન છે. તેનું બીજ ભાગવત પુરાણ છે. દાસ પૃથ્વીરાજ પૃથ્વીનું મૂળ છે. તેમાં આ બીજ રોપવામાં આવ્યું. તેમાં મૂળ અને ડાળી છે. શ્રોતાઓ કાનરૂપીમંડપથી સાંભળે છે. તેના ઉપર આ ડાળી છે. સુખ તેની છાયા છે, અક્ષર એનાં પાંદડાં છે. પદ્ય એની પાંખડીઓ છે. ભગવાનનો યશ એની સુગંધ છે. નવરસ એનો તંતુ છે તે રાત દિવસ વૃદ્ધિ પામે છે. ભક્તિ એની મંજરી છે સાહિત્ય રસિકજનો એના ભ્રમર છે અને મુક્તિ એનું ફૂલ છે. પરમાનંદ એ ફળ છે. પ્રો. મંજુલાલ મજમુદાર વેલિ કાવ્યને વિવાહ વર્ણનના કાવ્ય તરીકે ગણાવે છે.
જૈન સાહિત્યમાં “વેલિ' કાવ્યો મોટી સંખ્યામાં રચાયાં છે. કવિ રાઠોડની ચિડુંગતિવેલિ આ પ્રકારનું પ્રાચીન કાવ્ય છે. તેની રચના ઈ. સ. ૧૫૨૦ના સમયની છે. ૧૬મી સદીમાં કવિ લાવણ્ય સમય, સિંહા, સહજસુન્દરની વેલિ રચના પ્રાપ્ત થાય છે. ૧૭મી સદીમાં ચારણ કવિઓએ આવાં કાવ્યોની રચના કરી છે. ૧૮/૧૯મી સદીમાં આ કાવ્ય પરંપરાનું અનુસંધાન થયું છે. સં. ૨૦૧૧ના વિહુકમ અંકમાં મંગલ મહેતા રચિત મમતાલિ પ્રકાશિત થઈ છે.
સાધુકીર્તિની રૂષભદેવ વેલિ સં. ૧૯૧૪ની આસપાસની, ગુણઠાણા વેલિ કવિ જીવંધરની સં. ૧૬૧૬ની ગુરુ વેલિ-ભટ્ટારક કનીરામની સં. ૧૬૩૮ પૂર્વેની, સ્થૂલિભદ્ર મોહનવેલિજયવંતસૂરિ સં. ૧૬૪૮, નેમિરાજુલ બારમાસા વેલિ જયવંતસૂરિની સં. ૧૬૫૦ના સમયની, વિરવર્ધમાન જિનવેલિ સકલચન્દ્ર ઉપા. સં. ૧૬૪૩ની આસપાસ સાધુ કલ્પલતા, મુનિવર સુરવેલિ હીરવિજયસૂરિ દેશના વેલિ સકલચન્દ્ર ઉપાની પ્રાપ્ત થાય છે.
રૂષભ ગુણ વેલિ–કવિ રૂષભદાસની ૧૭મી સદીના મધ્યકાળની છે. ચાર કષાય વેલિકવિ વિદ્યાકીર્તિ, બલભદ્ર વેલિ-કવિ સાલિગ, સોમજી નિર્વાણ વેલિ-સમયસંદરની સં. ૧૬૭૦ની, પ્રતિમાધિકાર વેલિ, વૃદ્ધ ગર્ભ વેલિ-કવિ રત્નાકર ગણની સં. ૧૬ ૮૦ની પચંગતિલિ હર્ષકીર્તિ સં. ૧૬૮૩ની, તદુપરાંત પરકવેદના વેલિ, જંબૂસ્વામી વેલિ, નેમિનાથ પરમાનંદ વેલિ, કવિ હેમસારની પંચ પરમેષ્ઠિ વેલિ, સપ્ત-વ્યસન વેલિ, કવિ ઉગમવિજયની સિદ્ધાચળ સિદ્ધવેલિ, નેમિનાથ રસવેલિ અને નેમ રાજિમતી સ્નેહવેલ કવિ માણેક વિજયની સ્થૂલિભદ્ર કોશા સંબંધ રસવેલિ મલ્લિદાસની, બ્રહ્મજય સાગરની વગેરે વેલિ કાવ્યો પ્રાપ્ત થાય છે. મોટા ભાગની કૃતિઓ અપ્રકાશિત અને હસ્તપ્રતમાં મળી આવે છે. ૧૮મી સદીમાં પ્રવચન સાર રચનાવેલિ જિન સમુદ્રસૂરિ ગુણસાગર પૃથ્વીવેલિ, ગુણસાગર, સુજસવેલિ કાંતિવિજય, અમૃતવેલ સઝાય યશોવિજય ઉપા., નેમરાજુલ વેલિ ચતુરવિજય, નેમિસ્નેહ વેલિ જિનવિજય, વિક્મવેલિ-કવિ મતિસુંદર વગેરે રચનાઓ ઉપલબ્ધ થાય છે. ૧૯મી સદીમાં જીવલડી. કવિદેવીદાસની વીર ચરિત વેલિ-કવિજ્ઞાન ઉદ્યોતની શુભવેલિ અને સ્થૂલિભદ્રની શિયળવેલ-કવિ પંડિતવીર વિજયની વગેરે કૃતિઓ આ પ્રકારની છે. અર્વાચીન કાળમાં પરમપૂજય સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ કર્મશાસ્ત્ર પારંગત સત્ ચારિત્ર ચૂડામણિ સ્વર્ગત પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણગાન રૂપે પૂ. સ્વ. આ. ભુવનભાનુસૂરિજીએ “ગુરુ-ગુણ અમૃતવેલીની રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org