________________
પ્રકરણ-૨
“હાં રે પરણી પરભાવતી રાશિ, હાં રે રૂપે અપછરા–ઇંદ્રાણી.”
આ લગ્નપ્રસંગે દેવો આરતી ઉતારે છે. નર-નારી એન્ન થઈને પ્રભુના ગુણગાન કરે છે. પ્રભુ પરણીને સ્વગૃહે પધારે છે. ત્યારપછી કવિ જણાવે છે કે
હાં રે જાચકને બહુ દાન દેવરાવે, હાં રે ગુણ ગાંધરવ ગાવે, રંગે
આ રીતે ચાર ગાથામાં વિવાહનો પરિચય આપવાની સાથે કવિની કલ્પના- અલંકાર યોજનાથી ચિત્રાત્મક અભિવ્યક્તિ થઈ છે. એક લઘુગીત સમાન આસ્વાદ્ય પારસનાથ વિવાહલોની રચના આ પ્રકારની કાવ્ય રચનામાં નોંધપાત્ર છે. સૂચિ
પ્રાચીન કાવ્યોંકી રૂપ પરંપરા પા- ૫૮ (વિવાહલો કૃતિઓની સૂચી) મધ્ય- સાહિ.- સૂ. પા. ૩૬૪ મધ્ય-સાહિ.-ઇતિ. પા. ૪૧ ગુજ. સાહિ.- ઇતિ. ખંડ-૧, પા. ૨૪૧.
૭. વેલિ પ્રાચીન કાવ્યોક્ત રૂપ પરંપરા પા. ૭૮ (વેલિ કાવ્યોની સૂચી)
જૈન ગૂર્જર કવિઓ ભા–૭- પા.- ૧૭૬, ૧૮૫, ૧૯૩, ગુજરાતી સાહિ. સ્વ. પા. ૩૬૪
જૈન ધર્મ પ્રકાશ અંક–૨, માગશર–વર્ષ–૬૫
મધ્યકાલીન જૈન સાહિત્યમાં સાધુ કવિઓએ વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓની રચના કરી છે તેમાં એક વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના “વેલિ” સંજ્ઞાથી પ્રચલિત છે. જૈન દર્શનમાં વિવાહ એ સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી આત્મ વિકાસમાં અંતરાયરૂપ ગણાય છે, મધ્યકાલીન સમયમાં કવિએ વિવાહ શબ્દની અનોખી કલ્પના કરીને આધ્યાત્મિક વિવાહનું અર્થઘટન કરતી કૃતિઓ રચી છે. વિવાહલો, ધવલ અને વેલિ સંજ્ઞાવાળી કૃતિઓ આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરે છે. આ પ્રકારની રસપ્રદ વિગતો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
“વેલિ' શબ્દન અર્થ બીજ મૂળ, આધાર છે. આ શબ્દ મૂળ “વલ્લિ ઉપરથી વેલિ વલ્લરી એવો શબ્દ વિકલ્પ રૂપે થયો છે. વૈદિક સંસ્કૃતાની પરંપરામાં જીવનના ચાર આશ્રમ છે, તેમાં ગૃહસ્થાશ્રમ બાકીના ત્રણ આશ્રમનું મૂળ સ્થાન ગણાય છે. એટલે વિવાહલગ્ન એ આશ્રમના બીજરૂપ ગણીને વેલિ શબ્દ પ્રચલિત થયો છે. વ્યવહાર જીવનમાં જેને વિવાહ કહેવાય છે, તે સાહિત્યની પરિભાષામાં “વેલિ' લગ્ન દ્વારા વંશવૃદ્ધિ વિસ્તાર થાય છે. વંશવેલો વધારવો એવી લોક માન્યતા “વેલિ” સાથે સામ્ય ધરાવે છે. વેલિ કાવ્યો માત્ર સંસારી જીવનના વ્યવહાર પૂરતાં મર્યાદિત નથી, પણ સંયમજીવન, દીક્ષા મહોત્સવનું વર્ણન અને શિવવધૂ વરવાનો મહામંગલકારી ઉત્સવનો સંદર્ભ પૂરો પાડે છે. વિવાહથી સંસાર વૃદ્ધિ જોતા જૈન કવિઓએ સંયમનારી ને વરીને શિવવધૂ આત્માના શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના પ્રસંગને રસિક વાણીમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org