________________
પ્રકરણ-૨
૪૧
શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે. વિવાહલો એટલે વિવાહ પ્રસંગનું નિરૂપણ કરતું ચરિત્રાત્મક કાવ્ય. વિવાહલોના પર્યાયવાચી શબ્દોમાં ધવલ-મંગલ-વેલિનો પણ સમાવેશ થાય છે. જૈન સાહિત્યમાં વિવાહલોનો આધ્યાત્મિક અર્થ રહેલો છે. સંસારનો ત્યાગ કરીને સંયમ-દીક્ષા સ્વીકારી પાંચ વ્રતના પાલન દ્વારા મુક્તિવધૂને વરવાના પ્રસંગનું નિરૂપણ એ “વિવાહલો' કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે આધ્યાત્મિક વિવાહ છે. ભૌતિક વિવાહમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક વિવાહમાં જોડાવાની આત્મ વિકાસની પરમોચ્ચ સ્થિતિનું નિરૂપણ એ વિવાહલો કાવ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ગ્રંથની રચના કરી છે. તેમાં પ્રથમ પર્વ સર્ગ-૨, શ્લોક ૭૬૮ થી ૮૭૯માં શ્રી રૂષભદેવ ભગવાનના સુનંદા અને સુમંગલા સાથેના લગ્ન પ્રસંગનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી સમાજ જીવન, વ્યવહાર, ભોજન, તથા રીતરિવાજનો ઉલ્લેખ મળે છે. આવા પ્રસંગે પરણવાના કોડ, વહુઘેલી, જેવા લોક પ્રચલિત શબ્દો પણ વિવાહના ઉત્સવનો અપૂર્વ આનંદનો સંઘર્ષ પૂરી પાડે છે.
જૈન કવિઓએ વિવાહના પ્રસંગનું જીવનના ક્રમ પ્રમાણે શૃંગાર રસયુક્ત નિરૂપણ કર્યું છે પણ અંતે તો સંયમ અને મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ એ જ કેન્દ્રવર્તી વિચાર વિવાહલો કાવ્યનું હર્દ છે. એટલે સાધુ કવિઓએ વિવાહ અને દીક્ષામાંથી વિવાહના ત્યાગની સાથે દીક્ષાના સ્વીકાર દ્વારા મુક્તિવધૂને વરવાનું અભૂતપૂર્વ મિલન વર્ણવ્યું છે. સંયમરૂપી કન્યાને વરવાનું, વર્યા સંયમ વધૂ લટકાળી જેવા શબ્દ પ્રયોગો થયા છે. સાધુજીવનનો આચાર શું છે તેની માહિતી વિવાહલોમાંથી વાસ્તવિક રીતે મળે છે. જૈન ધર્મની દૃષ્ટિએ લગ્ન આવશ્યક નથી. ત્યાગ, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનું આચરણ કરીને જીવન જીવવાનો આદર્શ માનવ જન્મ સફળ થયો એમ માનવામાં આવે છે. વિવાહલો' એ દીક્ષાના રૂપક તરીકે પણ જાણીતું છે. જૈન કવિઓની વિવાહલોની રચના એક અનોખી કલ્પના અને અધ્યાત્મ જીવનની વાસ્તવિકતાને પ્રગટ કરે છે. જૈન કવિઓએ બે પ્રકારના વિવાહલોની રચના કરી છે તેમાં પ્રથમ પ્રકારમાં દીક્ષા પ્રસંગનું ભવ્યાતિભવ્ય અને આકર્ષક નિરૂપણનો સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં તીર્થકર ભગવાનની દીક્ષા અને મુક્તિવધૂને વરવાના પરમોચ્ચ કોટિના પ્રસંગનું નિરૂપણ છે. એટલે એટલું સ્પષ્ટ થાય છે કે આત્માની સિદ્ધિ માટે સંયમ એ જ રાજમાર્ગ છે. વિવાહલો તીર્થકર અને મહાપુરુષોના જીવન વિષયક રચના છે
મહાપુરુષોના વિવાહલોમાં આદ્રકુમાર વિવાહલ ૪૬ ગાથામાં, કવિ સેવક, જંબૂસ્વામી વિવાહલો કવિ હીરાનંદસૂરિનો ગા. ૩૫માં, શાલિભદ્ર વિવાહલુ ગા. ૪૪ કવિ લખમણ કૃતિનો સમાવેશ થાય છે. તેમાં આ મહાપુરુષના દીક્ષાના ઉત્સવનું આકર્ષક વર્ણન છે. તીર્થકર વિષયક વિવાહલોમાં આદિનાથ વિવાહલો કવિ રૂષભદાસ, શાંતિનાથ વિવાહલો પ્રબંધ-કવિ આણંદ પ્રમોદ, સુપાર્શ્વનાથ વિવાહલો કવિ બ્રહ્મમુનિ, પાર્શ્વનાથ વિવાહલો કવિ રંગવિજય, નેમનાથ વિવાહલો-કવિ પંડિત વીર વિજયજીની કૃતિઓનો સમાવેશ થયો છે. તદુપરાંત તાત્વિક વિવાહલો કૃતિઓમાં અઢારહ નાતા વિવાહલો, હીરાનંદસૂરિ, અંતરંગ વિવાહ-જિનપ્રભસૂરિની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. સાધુચરિત વિવાહલોમાં કયવન્ના વિવાહલો કવિ દેપાલ, કીર્તિરત્નસૂરિ વિવાહલો કવિ કલ્યાણચંદ્ર, જિનચંદ્રસૂરિ વિવાહલો કવિ સહજજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org