________________
પ્રકરણ-૨
૩૧
નહિ તે રીતે આ તીર્થક્ષેત્રો કાયમ સદા-સર્વદા રહેશે. ભક્ત ભગવાન પાસે ચરણોની સેવાની માગણી કરે છે કવિના શબ્દોમાં આ વિગત નીચે પ્રમાણે છે. (ગાથા-૨૭–૨૮)
જિણ ચઉવીસ વિવીનવઉ માગઉં એક પસાઉં, સેવ કરાવતુ આ પણિય નવિ હુઉ સુરરાઉં.
|| ૨૭ | રાજુ રિદ્ધિ નહુ મણિ ઘરઉ કંચણ રમણભંડા,
સિવ સુહ માગઉ એકુહઉં જે તિયલો યહ સારુ. I ૨૮ || ફળ-શ્રુતિનો ઉલ્લેખ ૨૯મી કડીમાં થયો છે. (ગાથા. ૨૯-૩૦)
સાવય સાવિય જે ભણહિ ઈહ ચાચરિ સુહુભાવિ, તે સવિ ભૂરિ ભવંતરહ છૂટહિ કલિ મલ પાવિ. || ૨૯ || ગાંવિ નયરિ પુરિ જિણભુમણિ જે ચાચરિ પભણંતિ,
ચલે ગઈ ગમણ નિવારિ નર તે સિવ સુહુ પાવંતિ. | ૩૦ || આ ચચ્ચરીમાં થંભન પાર્શ્વનાથ (ખંભાત) નેમનાથ (ગિરનાર-રેવંતગિરિ) રૂષભદેવ (શત્રુ-પાલિતાણા) અને આદિનાથ (અર્બુદગિરિ) એમ ચાર તીર્થોની યાત્રાનું મિતાક્ષરી નિરૂપણ કરીને તીર્થ મહિમા સાથે માનવજન્મ સફળ કરનારી તીર્થભક્તિનો લ્હાવો લેવાની ભાવના વ્યક્ત થઈ છે. ૯. ધર્મચર્ચારી
અજ્ઞાત કવિ કૃત ધર્મ ચર્ચારીમાં જૈનધર્મનાં ઉપદેશ વચનોનો સમાવેશ થયો છે. તેના શીર્ષક ઉપરથી જ “ધર્મ' વિશેનો ખ્યાલ આવી જાય છે. કવિએ ૨૦ ગાથામાં જિન વાણીના સારરૂપ શ્રાવકધર્મના વિચારોનો ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે. કવિએ “દુહા' પદબંધમાં આ રચના કરી છે.
આરંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરીને શ્રાવક ધર્મ વિશેનો ઉલ્લેખ થયો છે. (ગાથા
૧)
સુમરવિણ સિરિ વીર જિણ પરણિસુ સાવયધમ્મુ,
જે આરાઈ ઈક્ક મણિ સો નરુપાવઈ સમ્મુ | | ૧ || શ્રાવકધર્મની એક ચિત્તથી આરાધના કરવાથી સમક્તિ પ્રાપ્ત થાય છે. સવારમાં ઊઠીને નવકારનું સ્મરણ કરવું. પ્રભુનું સ્મરણ કરવું. મોહતિમિર દૂર કરનારા સુગુરુનો સત્સંગ–વંદન કરવું. દુર્લભ નરભવ મળ્યા પછી શ્રાવક ધર્મની અવશ્ય આરાધના કરવી. ત્રણ-સ્થાવર જીવોની રક્ષા કરવી. જીવદયાનું પાલન કરવું. હૈયામાં કરૂણાની ભાવના રાખવી. બ્રહ્મચર્યનું પાલન કરવું. જીવોને અભયદાન આપવું. ઇંદ્રિયોના વિષયોનું દમન કરવું. ચંદાવર્તક રાજાની જેમ સામાયિક પૌષધ આદિની પર્વમાં આરાધના કરવી. શ્રાવકનાં ૧૨ વ્રત અંગીકાર કરવાં અરિહંત દેવ, સુસાધુ એ ગુરુ અને જિનેશ્વર ભગવંતે ભાખેલો ધર્મ એ ત્રણનો શ્રદ્ધાથી સ્વીકાર કરવો. દુર્ગતિમાં લઈ જનારા કુદેવ, કુગુરુ અને કુધર્મનો સર્વથા ત્યાગ કરવો. જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરવી. પ્રતિદિન છે આવશ્યક કરવાં અને ચાર પ્રકારના ધર્મની આરાધના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org