________________
૨ ૧
મોહનીયની માયાજાળ અનિવૃત્તિકરણ થતાં વ્યકત્વ ગુણ પ્રગટે. એક વાર પણ જો સમ્યકત્વનો સ્પર્શ થઈ જાય તો અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ન્યૂન સમયમાં ભવનો અંત આવે અને મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે.
પરિત્તસંસારી થવા માટે જિનેશ્વરના વચનોમાં અતૂટ શ્રદ્ધા, ભાવપૂર્વક જિનેશ્વરના વચનોનું અનુસરણ તથા પાલન. અમલા એટલે : મલ એટલે મિથ્યાત્વાદિ દોષો, સંકલેશ એટલે રાગ અને દ્વેષને લીધે થતો જીવનો પરિણામ. આટલું થતાં જીવનો સંસારકાળ પરિભ્રમણ માટેનો મર્યાદિત તે પરિત્તસંસારી કે અલ્પસંસારી કહેવાય છે.
અનાથમુનિ અને તેના સંસર્ગ દ્વારા શ્રેણિક મહારાજાની આંખ સંસાર પરથી ઊઠી ગઈ અને પરિણામ સ્વરૂપ સમકિતી બની ગયા, સમકિતને પ્રાપ્તિ થઈ. આપણે ઉપર ત્રણ પુંજની વાત કરી. શાસ્ત્ર કહે છે કે અંતકરણનું મુહૂર્ત પૂરું થતાંની સાથે જ ત્રણમાંથી કોઈ એક પુંજના દળિય ઉદયમાં આવે છે. દર્શનમોહનીયની સાત પ્રકૃતિને ક્ષીણ કરી અટકી જનાર ખંડક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે અને તે અર્ધપુગલ પરાવર્તકાળમાં મોક્ષ પામે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ક્રમનો થોડો વિચાર કરીએ. આત્મા અનાદિકર્મસંતાન સંવેષ્ટિત છે. સમ્યકત્વ દુર્લભ છે. તેને સુલભ બનાવ્યા વગર ચાલે તેમ પણ નથી. ધર્મના ખરેખરા સ્વરૂપને સમજપૂર્વક પામ્યા વિના કોઇપમ જીવ મોક્ષને પામી શકતો નથી. મોહનીયકર્મની જાળને તોડવા સૌ પ્રથમ કાળની અપેક્ષા રહે છે. તે કાળ છે ચરમાવર્તકાળ કે જ્યાં જીવ એકવાર આવ્યા પછી અચરમાવર્તકાળમાં જવાનો નથી. બીજું તે અપુનબંધક દશા પામેલો છે એટલે કે હવે તે ક્યારે પણ સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને પામવાનો નથી. હવે તેનો સ્વભાવ ભવ્યતાનો છે. પછી ભવિતવ્યતા, પછી કાળની અને ત્યારબાદ કર્મ અને પુરુષાર્થની છે. અહીં ધ્યાનમાં રહે કે જો ભવ્યત્વ સ્વભાવ ન હોય તો ભવિતવ્યતા વશથી જીવ વ્યવહાર રાશિમાં આવે તો પણ તે કદી કાળની અનુકૂળતા પામે નહિ. ચરમાવર્તકાળમાં ઉત્કૃષ્ટ કર્મસ્થિતિનો હ્રાસ કરીને કલ્પવૃક્ષ જેવું શુદ્ધ ધર્મસ્વરૂપ તેના બીજની પ્રાપ્તિ થાય, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે. ભવ્યોને પણ તે થાય છે. આ જીવ અચરમાવર્તકાળમાં જતો ન હોવા છતાં પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ પણ તે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તો વારંવાર, અનંતિવાર થઈ શકે છે. તેથી જીવે અશુભ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org