________________
__ श्री संखेश्वर पार्श्वनाथाय नमः સાધ્વીજી મહારાજ શ્રી અને પશ્રીજી મહારાજનું
જીવન વૃત્તાંત મારવાડમાં ધર્મપ્રેમી તરીકે પ્રસિદ્ધિ પામેલ તખતગઢ શહેરથી નજદીકમાં આવેલ વલદરા ગામમાં સુશ્રાવક ચેનાજીનાં ધર્મપત્ની સમીબાઈની કુક્ષિએ સં. ૧૯૫૦ ના માગસર સુદિ બીજના દિવસે આ પુન્યશાળી આત્મા જન્મ પામ્યાં હતાં. માતપિતાએ જન્મનામ એટીબાઈ આપ્યું હતું. આ ઓટીબાઈને ટીપુબાઈ નામે એક બેન અને વીરચંદજી તથા પ્રતાપચંદજી નામે બે બધુઓ હતા. પાદરલી નિવાસી શ્રી જીવરાજજી જેકોજી સાથે સોળ વર્ષની ઉંમરે એટીબાઈ લગ્નગ્રંથીથી જોડાયાં, પુત્રીનાં લગ્ન કરી માતપિતાએ સંતોષ અનુભવ્યો.
કુદરતની ભીતરમાં ભાવિનું રહસ્ય શું છુપાયેલું હોય છે, તે મોહગ્રસ્ત પ્રાણી વિચારી શકતું નથી. ભૌતિક અનુકુળતાની અનેક વાસનાઓથી વાસિત માનવીનું લક્ષ, ફકત પદગલિક સામગ્રીની આકાંક્ષામાં જ તલ્લીન બની રહે છે. જે સામગ્રી નશ્વર છે, અસ્થાયી છે, અને દુઃખદાયી છે, એવી સામગ્રીઓ ઢગલાબંધ દ્રષ્ટિ સન્મુખ પડી હોવા છતાં મહાપ ક્ષણ માત્રમાં તેને ઠોકરે મારી આત્મસમૃદ્ધિના સાધના માટે ચાલ્યા જાય છે, તે જ સામગ્રીના નશામાં ચકચુર બોલે માનવી અંધ બની તેને જ સર્વસ્વ સુખનું સાધન માની વળગી રહે છે. પરંતુ છેવટે તે સામગ્રી જ તેને ધક્કો મારી ચાલી જાય છે, ત્યારે મહાધમાનવી તે સામગ્રીના વિયોગમાં કલ્પાંત કરી આરૌદ્રધ્યાની બની પિતાના સંસારની પરંપરા વૃદ્ધિ પામે એ રીતનાં ઘર અશુભ કમેં ઉપાર્જન કરે છે.
લગ્ન થયા પછી પાંચ વરસના ટુંક સમયમાં જ એટીબાઈના પતી સ્વર્ગવાસ પામ્યા. પુત્રીને નાની ઉંમરમાં જ વૈધવ્ય પ્રાપ્ત થવાથી માતપીતાના હૃદયને અત્યંત દુઃખ થયું. બાલ્યવયમાં જ થયેલ પુત્રના મૃત્યથી ઓટીબાઈનાં સાસુ-સસરો પણ અત્યંત શોકમગ્ન બન્યાં,